Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝ1લી ઓગષ્ટથી ATMમાંથી પૈસા ઉપાડવાના થશે મોંઘા, ડેબિટ-ક્રેડિટ કાર્ડ પર હવે કેટલો ચાર્જ લાગશે ?

1લી ઓગષ્ટથી ATMમાંથી પૈસા ઉપાડવાના થશે મોંઘા, ડેબિટ-ક્રેડિટ કાર્ડ પર હવે કેટલો ચાર્જ લાગશે ?

RBI's new rule: From August 1, debit and credit will be used, including ATM withdrawals
Share Now

નવી દિલ્હી : લોકડાઉનના સમય પછીથી દેશમાં ડિજિટલ પેમેન્ટનું ચલણ વધ્યું છે.  ડિજિટલ ટ્રાન્ઝેકશમાં ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ પણ વધ્યો છે. આ સમયે હવે ATMમાંથી પૈસા ઉપાડવા સહિત ડેબિટ અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ મોંઘો થવા જઇ રહ્યો છે.

RBI’s New Rule

જી હા ! ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા જાહેર કરવામાં આવેલો નવો નિયમ 1 ઓગસ્ટથી અમલી બનશે. આરબીઆઇએ તાજેતરમાં ATM ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વધારી દીધો છે. RBI એ નાણાકીય વ્યવહારો માટે ઇન્ટરચેન્જ ફી 15 રૂપિયાથી વધારીને 17 રૂપિયા કરી દીધી છે. બિન-નાણાકીય વ્યવહારો માટેનો ચાર્જ 5 રૂપિયાથી વધારીને 6 રૂપિયા કરવામાં આવ્યો છે. આ નવા દરો 1 ઓગસ્ટથી લાગુ થશે.

આ પણ વાંચો : મોબાઈલમાં સ્ટોરેજ બહુ જલ્દી ફૂલ જાય છે? આ રહ્યો ઉપાય

આરબીઆઈના જણાવ્યા અનુસાર, ઈન્ટરચેન્જ ફી ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડ દ્વારા ચુકવણી સમયે વેપારીઓ દ્વારા બેંકોને ચૂકવવામાં આવે છે. આ ચાર્જ હંમેશા બેંકો અને એટીએમ કંપનીઓ વચ્ચે વિવાદનો મુદ્દો રહ્યો છે.

ક્યારે લેવાયો નિર્ણય ?

આરબીઆઈએ એટીએમ ટ્રાન્ઝેક્શનના ઇન્ટરચેન્જ સ્ટ્રક્ચર પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને એટીએમ ચાર્જની સમીક્ષા કરવા માટે જૂન 2019 માં એક સમિતિની રચના કરી હતી. આ સમિતિ દ્વારા પછી આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિયમો(RBI’s New Rule) હવે 1 ઓગસ્ટ, 2021થી અમલી બનશે. આરબીઆઈએ વધુમાં જણાવ્યા મુજબ, ઈન્ટરચેન્જ ફી બેંકો દ્વારા ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડ દ્વારા ચુકવણીની પ્રક્રિયા કરતા વેપારીઓ પાસેથી લેવામાં આવતી ફી છે.

RBI's New Rule

જાણો ઈન્ટરચેન્જ ચાર્જ શું હોય છે?

જ્યારે ગ્રાહક ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને ચુકવણી કરે છે, ત્યારે ચુકવણીની પ્રક્રિયા કરતા વેપારીના બેંક ખાતામાંથી ટ્રાન્ઝેક્શન ફી લેવામાં આવે છે. આવી સ્થિતિમાં, જો કોઈ ગ્રાહક અન્ય કોઈ બેંકના ATM નો ઉપયોગ કરે છે, તો આવી સ્થિતિમાં, તમારી બેંક તે અન્ય બેંકને ઇન્ટરચેન્જ ફી પૂરી પાડે છે, તેને ઇન્ટરચેન્જ ચાર્જ કહેવામાં આવે છે.

આ પણ વાંચો : તારીખો જોઈ લેજો, નહિ તો ધક્કો પડશે, ઓગષ્ટમાં અડધો મહિનો બેંકો રહેશે બંધ

એટીએમ ટ્રાન્ઝેક્શનમાં આ ફેરફારો પૂરા 9 વર્ષ પછી થયા છે. તમને જણાવી દઈએ કે રિઝર્વ બેંકે જૂનમાં જ કહ્યું હતું કે, 1 ઓગસ્ટથી ATM ની ઇન્ટરચેન્જ ફી 15 રૂપિયાથી વધારીને 17 રૂપિયા કરવામાં આવશે.

RBI's new rule: From August 1, debit and credit will be used, including ATM withdrawals

ICICI બેંકના સર્વિસ ચાર્જમાં ફેરફાર

આઈસીઆઈસીઆઈ બેંકના ગ્રાહકો માટે એટીએમમાંથી નાણાં ઉપાડવા મોંઘા થશે. ઉપરાંત, ચેક બુકના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે.આ તમામ નવા શુલ્ક 1 ઓગસ્ટથી લાગુ થશે. 1 ઓગસ્ટથી ICICI બેંકના ગ્રાહકો તેમની હોમ બ્રાન્ચ દીઠ 1 લાખ રૂપિયા ઉપાડી શકે છે. આનાથી વધુના કિસ્સામાં, પ્રતિ 1,000 રૂપિયા 5 ચૂકવવા પડશે. હોમ બ્રાન્ચ સિવાય અન્ય શાખાઓમાંથી પૈસા ઉપાડવા માટે પ્રતિ દિવસ 25,000 રૂપિયા સુધી રોકડ ઉપાડવાનો કોઈ ચાર્જ નથી. તે પછી, 1000 રૂપિયા ઉપાડવા માટે, 5 રૂપિયા ચૂકવવા પડશે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment