Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝવાંકાનેરના ભલગામ ગામની સીમમાં દારૂના કટીંગ સામે રેડ

વાંકાનેરના ભલગામ ગામની સીમમાં દારૂના કટીંગ સામે રેડ

wakaner
Share Now

વાંકાનેરના ભલગામ ગામની સીમમાં દારૂના કટીંગ સામે રેડ: ટ્રક સાથે ૧૫૬૦ બોટલ સહિત ૧૫.૮૨ લાખનો મુદામાલ જપ્ત, વાહન ચાલક ફરાર

wakaner photoબુટલેગરના વધુ એક નેટવર્કનો પર્દાફાશ કરતી મોરબી જિલ્લા એલસીબી: મારૂતી સુઝુકી કંપનીના સ્પેરપાર્ટના બોકસની આડમાં થતી હતી દારૂની હેરાફેરી: પોલીસે હાલમાં માલ મોકલાવનાર અને મંગાવનાર સામે નોંધ્યો ગુનો મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ભલગામ ગામની સીમમાંથી અંગ્રેજી દારૂનું કટીંગ ચાલુ હતું ત્યારે મોરબી જિલ્લા એલસીબીની ટીમે દારૂની રેડ કરી હતી અને ટ્રક તથા અંગ્રેજી દારૂની ૧૫૬૦ બોટલો મળીને પોલીસે કુલ ૧૫,૮૨,૪૦૦ નો મુદામાલ કબ્જે કરેલ છે
મોરબી જિલ્લામાં ગેરકાયદેર ચાલતી પ્રોહી જુગારની પ્રવૃતિ પર અંકુશ લાવવા એસપીએ સૂચન આપી હતી જેથી એલસીબીના પીઆઇ વી.બી.જાડેજા અને તેની ટિમ કામ કરી રહી હતી ત્યારે ચંદુભાઇ કાણોતરા, નિરવભાઇ મકવાણા અને દશરથસિંહ પરમારને સયુકત ખાનગી રાહે હકિકત મળી હતી કે, અમુક ઇસમો અશોક લેલન ટ્રક કન્ટેનર નંબર- HR 38 – Z – 3623 વાળીમાં ગેરકાયદેસર રીતે ઇગ્લીશ દારૂનો જથ્થો બહારના રાજ્યમાંથી ભરી લાવીને વાંકાનેર તાલુકાનાં ભલગામની સીમમાં આવેલ ગ્રીનલેબલ કાસ્ટીંગના નવા બનતા કારખાનાની પાછળ આવેલ વીડી વિસ્તારમાં દારૂનુ કટીંગ કરનારા છે

આ પણ જુવો : આવતીકાલથી ખુલશે ભોળાનાથના દ્વાર

katingજે બાતમીના આધારે એલસીબીની ટીમે રેઇડ કરતા ટ્રક કન્ટેનર નંબર- HR – 38 – Z – 3623 વાળીમાં મારૂતી સુઝુકી કંપનીના સ્પેરપાર્ટ ભરેલ નાના મોટા પુઠાના બોકસની આડમાં જુદી જુદી બ્રાન્ડનો અંગ્રેજી દારૂનો જથ્થો ભરેલ હતો જે રેઇડ દરમ્યાન કબજે કરવામાં આવેલ છે જેમાં મેડોવેલ નં -૦૧ સુપીરીયર વ્હીસ્કીની બોટલો નંગ ૬૬૦ કિંમત ૨,૪૭,૫૦૦, રોયલ ગોલ્ડ પ્રીમીયમ હીસ્કીની બોટલો નંગ ૯૦૦ કિંમત ૨,૭૦,૦૦૦, અશોક લેલન ટ્રક કન્ટેનર ૮,૦૦,૦૦૦, મારૂતી સુઝુકી કંપનીના સ્પેરપાર્ટના બોકસ ૨,૬૩,૯૦૦ અને જી.પી.એસ સીસ્ટમ ૧,૦૦૦ આમ કુલ મળીને ૧૫,૧૫,૮૨,૪૦૦નો મુદામાલ કબ્જે કર્યો છે

wakaner police
હાલમાં ટ્રક ચાલક તેનું વાહન મૂકીને નાશી ગયેલ હોય એલસીબીની ટીમે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને ટ્રક ચાલક, માલ મોકલનાર તથા માલ મંગાવનાર સામે ફરિયાદ નોંધાવી છે અને આ કામગીરી પીઆઇ વી.બી.જાડેજાની સૂચન મુજબ પીએસઆઈ એન.બી.ડાભી, દિલીપભાઇ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, ચંદુભાઇ કાણોતરા, પૃથ્વીરાજસિંહ જાડેજા, સંજયભાઇ મૈયડ, જયેશભાઇ વાઘેલા, ચંદ્રકાંતભાઇ વામજા, દશરથસિંહ ચાવડા, નિરવભાઇ મકવાણા, દશરથસિંહ પરમાર, ભરતભાઇ જીલરીયા, વિક્રમભાઇ કુગશીયા, ભગીરથસિંહ ઝાલા, ભરતભાઇ મીયાત્રા, બ્રિજેશભાઇ કાસુન્દ્રા, હરેશભાઇ સરવૈયા, સતીષભાઇ કાંજીયા વિગેર દ્વારા કરવામાં આવેલ છે .

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment