Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝકુંવરજી બાવળિયાનું રાજીનામુ

કુંવરજી બાવળિયાનું રાજીનામુ

KUNWARJI BAVALIYA
Share Now

કોંગ્રેસમાંથી ભાજપમાં આવી મંત્રી પદે બેઠેલા કુંવરજી બાવળિયાએ 1 ઓગસ્ટના રોજ અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે. તેઓએ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કરી આ જાહેરાત કરી છે. તેઓ 2017થી અખિલ ભારતીયા કોળી સમાજના પ્રમુખ તરીકે કાર્યરત છે. તેઓએ વીડિયોમાં જણાવ્યું છે કે, કેબિનેટ મંત્રીપદનો કાર્યભાર અને જુદી જુદી સંસ્થામાં જોડાયેલો હોવાથી આ સંગઠનના કામમાં પહોંચી વળતો નથી. ઉલ્લેખનીય છે કે, દેશના 17 રાજ્યમાં કોળી સમાજનું સંગઠન ચાલે છે. જે બાદ કોળી સમાજના મોટા આગેવાનોમાંથી એક સુરત અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ અજીત પટેલે કુંવરજી બાવળિયા પર આરોપોની ઝડી વરસાવી છે.

જુઓ વિડીયો : કુંવરજી બાવળિયા શું કહી રહ્યા છે વિડીયો વાઈરલ 


ભાજપમાં મંત્રી પદની લાલચે બાવળિયા જોડાયા છે “

અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ પદ પરથી રાજીનામું આપતાની સાથે જ કુંવરજી પર તેમના જ સમાજના આગેવાન અજીત પટેલે મોટા આરોપ લગાવ્યા છે. અજીત પટેલે કુંવરજીના ભાજપમાં ભળવાને લઈને સમાજમાં કરેલા કામ સુધી આડે હાથ લીધા છે. અજીત પટેલે આરોપ લગાવ્યા કે ભાજપમાં મંત્રી પદની લાલચે બાવળિયા જોડાયા છે “કુંવરજી બાવળિયાએ સમાજ માટે કશુ કામ કર્યું નથી” , “બીજા રાજ્યમાં પણ તેમને લઇને હોબાળો થયો હતો”, “પોતાની ખુરશી બચાવવા તેમણે પુરા પ્રયાસ કર્યા.

ભાગલા પાડો અને રાજ કરોની નીતિ રાખી: અજીત પટેલ

રાજનૈતિક આરોપથી ન અટકતા અજીત પટેલે, “સમાજમાં ફુટ પડાવવાનું પણ કામ કુંવરજી બાવળિયાએ કર્યું હોવાનો મોટો દાવો કર્યો, સાથે સમાજના ઘણા સારા આગેવાનોને સાઈડલાઇન કરી સમાજમાં ભાગલા પાડો અને રાજ કરો તેવા ખોટા નિર્ણય કુંવરજી દ્વારા સમાજ માટે લેવામાં આવ્યા હોવાનો આક્ષેપ પણ કર્યો. સાથે જ અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ પદનો તેમનો કાર્યકાળ 1 વર્ષ પહેલા જ પૂરો થયા બાદ પણ મીટિંગો કરી હોવાનો આરોપ અજીત પટેલે કર્યો છે.

આ પણ વાંચો : શોક મનાવવાને બદલે ભાજપ ઉત્સવ ઊજવે છેઃ અર્જુન મોઢવાડિયા

કામકાજમાં વ્યસ્તતાને કારણે રાજીનામું આપ્યું: કુંવરજી

RESIGN OF KUNWARJI BAVALIYA ગુજરાત સરકારમાં મંત્રી કુંવરજી બાવળિયાએ અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે. વર્ષ 2017માં બાવળિયા સમગ્ર ભારતના કોળી સંગઠનના પ્રમુખ બન્યા હતા. 3 વર્ષ માટે અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. 2020મા કોરોના સમયના લીધે 1 વર્ષ એક્સટેન્શન મળ્યું હતું. કોળી સમાજનું સંગઠન દેશના 17 રાજ્યોમાં ચાલે છે. સરકારના કામકાજમાં વ્યસ્તતાને કારણે રાજીનામું આપ્યું. અન્ય વ્યક્તિને જવાબદારી સોંપવાનો નિર્ણય પણ કરાશે.

સ્થાનિક લોકસેવાના પ્રશ્નોને લઇને સતત વ્યસ્ત

વધુમાં જણાવ્યું હતું કે, સાથે સ્થાનિક લોકસેવાના પ્રશ્નો, જુદી જુદી સંસ્થામાં જોડાયેલો હોવાથી તેમા સતત વ્યસ્ત રહુ છું. રાષ્ટ્રીય આ સંગઠનમાં જેટલું કામ થવું જોઇએ તેમાં હું પહોંચી વળતો નહોતો. તેના જ કારણે અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારીમાંથી હું મુક્ત થવા માગુ છું. આ સંગઠનમાં કોઇ અન્યને જવાબદારી સોંપી મને મુક્ત કરવામાં આવે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment