Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / August 10.
Homeન્યૂઝReject_Zomato અંતર્ગત તમિલનાડુમાં ‘હિન્દી ભાષાને લઈને ઝોમેટો કંપનીનો થયો વિરોધ

Reject_Zomato અંતર્ગત તમિલનાડુમાં ‘હિન્દી ભાષાને લઈને ઝોમેટો કંપનીનો થયો વિરોધ

Reject_Zomato
Share Now

ફરી એકવાર ઝોમેટો  ફૂડ એપ વિવાદોમાં મૂકાઈ ગઈ છે. ફૂડ ડિલેવરી એપ Zomato ની સોશિયલ મીડિયા ટીમનો સ્વાદ બગડી ગયો છે. ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યું છે Reject_Zomato. કંપનીના એક એક્ઝિક્યૂટિવ સાથે કસ્ટમરની ચેટના સ્ક્રીનશોર્ટ્સ વાઈરલ છે.

તમિલનાડુમાં રહેતા એક વ્યક્તિએ આરોપ લગાવ્યો છે કે, Zomato એક્ઝિક્યૂટિવે તેને હિન્દી શીખવાનું કહ્યુ છે. સ્ક્રીનશોટ્સ શેર કરતા વિકાસ નામના વ્યક્તિએ લખ્યું છે કે, ‘કસ્ટમર કેરનું કહેવું છે કે, મને રિફન્ડ એટલે નથી આપ્યુ કેમકે મને હિન્દી ભાષા આવડતી નથી. તેણે મને જૂઠ્ઠો પણ કહી દીધો. આરોપ છે કે, ઝોમેટો કર્મચારીએ એ પણ કહ્યુ કે, ‘હિન્દી રાષ્ટ્રભાષા છે અને બધાને થોડી ગણી આવડવી જ જોઈએ.’

ત્યારબાદ ઘણા લોકોએ Zomato સાથે ચેટ પર આ જ સવાલ પૂછવાનો શરૂ કર્યો કે, હિન્દી રાષ્ટ્રભાષા છે? દક્ષિણના રાજ્યોમાં પહેલાથી જ હિન્દી થોપવાના વિરુદ્ધ વિવાદ થતા રહે છે, એવામાં સોશિયલ મીડિયા પર પણ એક ટ્રેન્ડ ચાલુ થઈ ગયુ છે ઝોમેટોને શીખવાડવા માટે. એપને અનઈન્સ્ટોલ કરવામાં આવે છે અને ઝોમેટોને સામે આવીને સ્પષ્ટતા કરવાનું કહી રહ્યાં છે.

Reject_Zomato ટ્વિટર ટ્રેન્ડ

#Reject_Zomato ટ્રેન્ડની શરૂઆત થઈ વિકાસ નામના એક યૂઝરના ટ્વિટથી. વિકાસના અનુસાર, તેમણે જે ઓર્ડર કર્યું તેમાંથી એક વસ્તુ પણ આવી નહોતી. તેણે એપ પર કસ્ટમર કેર સાથે ચેટિંગ શરૂ કરી. કસ્ટમરે મિસિંગ આઈટમનું રિફન્ડ માંગ્યુ તો સ્ક્રિનશોટ્સ અનુસાર, એક્ઝિક્યૂટિવે તેને જણાવ્યું કે, હોટલવાળા તેમની ભાષા સમજી શકતા નથી. તે વિશે વિકાસએ કહ્યું છે કે, તેની ચિંતા કરવાની તેમને જરૂર નથી. તેમણે લખ્યું છે કે, ‘જો ઝોમેટો તમિલનાડુમાં ઉપલબ્ધ છે તો તેમણે એવા લોકો રાખવા જોઈએ જે ભાષા સમજતા હોય.’ વળતો જવાબ આપતા ઝોમેટો એક્ઝિક્યૂટિવે કહ્યું છે કે, ‘હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે. જે ખૂબ જ કોમન છે કે, સૌને થોડી ઘણી હિન્દી આવડવી જોઈએ.’

ઝોમેટોએ માંગી જાહેરમાં માફી

સોશિયલ મીડિયા પર રિજેક્ટ ઝોમેટો અંતર્ગત થયેલા વિવાદથી ઝોમેટો માટે ભારે તણાવની પરિસ્થિતિ સર્જાઈ હતી. પોતાના એક્ઝિક્યૂટિવ તરફથી માફી માંગતા ઝોમેટોએ તેના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ હેન્ડલ પર જાહેરમાં માફી માંગી છે તથા વિનંતી કરી છે કે  #reject_zomato હેશટેગને વધારે પ્રોત્સાહન ના આપશો. ઝોમેટો વિકાસ સાથે માફી માંગતા લખ્યુ છે કે, વડકમ વિકાસ, હું માફી માંગુ છું અમારા કસ્ટમર કેર એક્ઝિક્યૂટિવના વર્તન માટે. અહીં અમારુ ઓફિશિયલ સ્ટેટમેન્ટ રજૂ કરીએ છીએ. અમને આશા છે કે, તમે અમને ફરીથી તમને સર્વ કરવાનો અવસર આપશો. પ્લીઝ ઝોમેટોને રિજેક્ટના કરશો. 

ઝોમેટો વિરુદ્ધ વિવાદ થયો શરુ

વિકાસના ટ્વિટર પર ઝોમેટોએ તેનો મોબાઈલ નંબર માંગ્યો. એક ટ્વિટમાં વિકાસે લખ્યુ છે કે, ‘આ ઘટનાની સફાઈ અને જાહેરમાં માફી’ (Reject_Zomato) જોઈએ છે. કંપનીના કસ્ટમર કેરે જવાબમાં કહ્યુ છે કે, ફોન પર વાતચીત બાદ વિકાસ સંતુષ્ટ છે. જોકે, ત્યાં સુધીમાં વિકાસની ટ્વિટ વાઈરલ થઈ ચૂકી હતી. તેની ચેટ્સના સ્ક્રીનશોટ્સ શેર કરીને લોકોએ Zomato પર હિન્દી થોપવાનો આરોપ લગાવ્યો. તમિલનાડુના કેટલાક લોકો કંઈક વધારે જ ગુસ્સામાં જોવા મળ્યા.

 

આ પણ વાંચોઃ- Boycott FabIndia અંતર્ગત બીજેપી સાંસદે વિરોધ વ્યક્ત કરતા કહ્યું, ‘જશ્ન એ રિવાજ નથી દિવાળીનો તહેવાર 

 

 

પહેલીવાર વિવાદોમાં નથી ફસાઈ ઝોમેટો એપ

બે વર્ષ પહેલા Zomato ને સોશિયલ મીડિયા પર ભારે ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે એક કસ્ટમરે ફરિયાદ કરી હતી કે બીજા ધર્મનો ડિલેવરી બોય અસાઈન કરી દીધો. ગ્રાહકે હિન્દૂ ડિલેવરી બોયની માંગણી કરી હતી. તેણે સ્ક્રીનશોટ ટ્વિટર પર પોસ્ટ કર્યા જવાબમાં Zomatoએ ટ્વિટ કરી કે, ‘ભોજનનું કોઈ ધર્મ હોતુ નથી. ભોજન એક ધર્મ જ છે.’ ત્યારબાદ ઝોમેટોના વિરુદ્ધ ટ્રેન્ડ શરુ થયુ. ઘણા યૂઝર્સે ત્યારે પૂછ્યુ હતુ કે ઝોમેટો ‘જૈન’ ‘હલાલ’નું ટેગ કેમ લગાવે છે.

 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment