Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / September 24.
Homeએન્ટરટેઈન્મેન્ટ“ગુમ હૈ કિસી કે પ્યાર મેં…” ના પ્રોમોમાં કેમ અભિનેત્રી રેખાને જ લેવામાં આવ્યા?

“ગુમ હૈ કિસી કે પ્યાર મેં…” ના પ્રોમોમાં કેમ અભિનેત્રી રેખાને જ લેવામાં આવ્યા?

rekha
Share Now

એવરગ્રીન રેખા (Rekha) બોલિવુડ સ્ટાર કહો તો પણ નાનો શબ્દ લાગે, પોતાની ફિલ્મો અને ડાન્સિંગને લઇને નામ કમાવનારી અભિનેત્રી રેખા (Rekha) છે, જે સતત ચર્ચામાં રહ્યાં કરે છે, તેમની પર્સનલ લાઇફ હોય કે પછી તેમના લુક્સ તે સતત ચર્ચામાં રહે છે.

ગુમ હૈ કિસિ કે પ્યાર મેં ..ના એક પ્રોમોમાં રેખા (Rekha)

સ્ટાર પ્લસની એક સિરીયલ ગુમ હૈ કિસિ કે પ્યાર મેં ..ના એક પ્રોમોમાં રેખા જોવા મળ્યા, જેથી દર્શકો હવે આ શોની રાહ જોઇ રહ્યાં છે, દર્શકોમાં હાલ પણ રેખાનો ક્રેઝ પહેલાં જેટલો જ છે. આજ એક સાચી અભિનેત્રીની ઓળખ હોય છે કે તે કોઇ ફિલ્મોમાં હાલ નથી જોવા મળતા છતાં લોકોના દિલોમાં તેમનું સ્થાન કોઇ બીજું લઇ શકતું નથી.

“યે ઇશ્ક ભી કૈસૈ કૈસે ઇમ્તહાનોસે ગુજરતા હૈ. કલ તક જો સિર્ફ એક ફર્ઝ થા, વો આજ મોહબત બન ચુકા હૈ: રેખા

rekha 01

Image Courtesy: The Indian Express

પ્રોમોમાં રેખા (Rekha) કહે છે કે, “યે ઇશ્ક ભી કૈસૈ કૈસે ઇમ્તહાનોસે ગુજરતા હૈ. કલ તક જો સિર્ફ એક ફર્ઝ થા, વો આજ મોહબત બન ચુકા હૈ, લેકિન પ્યાર ઓર એતબાર સાથ-સાથ કહાં ચલતે હૈ. એસે મેં અતીત અગર આંધી બનકર લૌટ આયે તો…? મુરઝાએ હુએ લમ્હો કી યાંદે તાજા હો જાતી હૈ, ન ચાહતે હુણે ભી કલ કા પ્યાર આજ કા ફર્ઝ બન ગયા હૈ. વહી સમ્રાટ, પત્રલેખા તો તલાક કી બાત કહતે હુએ નજર આ રહે  હૈ. “

બોલિવુડ અભિનેતા સમય સમય પર નાના પર્દાના પ્રોમોમાં જોવા મળતા હોય છે, ત્યારે સ્ટાર પ્લસની સિરીયલનાં પ્રોમોમાં રેખાને જોઇને દર્શકોનો ખુશીનો પાર જ જાણે રહ્યો નથી. હવે દર્શકો આ શો શરુ થવાની રાહ જોઇ રહ્યાં છે.

 Neil Bhatt, Ayesha Singh, Aishwarya Sharma, Rampur Ka Laxman

Image Courtsey: Starplus

આ પ્રોમોમાં રેખાને લેવુ એકમાંત્ર કારણ છે કે, રેખાનું સમાનાંતર કોઇ છે જ નહી, આપણે બધા જ જાણીએ છીએ કે તેમનો કરિશ્મા અલગ જ છે, આ સિવાય તે શો ના પહેલાં પ્રોમો માં પણ જોવા મળ્યા હતા.

આ સિરીયલના પ્રોમો માટે રેખા કેટલી ફી લીધી?

સવાલ એ પણ છે કે અભિનેત્રી જેની દર્શકોમાં આજે પણ એજ પ્રેમ અને છાપ છે, તો પ્રોમો માં રેખાએ કેટલી ફી લીધી હશે, તો તમને જાણીને નવાઇ લાગશે કે આ પ્રોમોમાં અભિનેત્રીએ કરોડો રુપિયાની ફી લીઘી છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે અભિનેત્રી રેખાએ પોતાના સ્ટાર પ્લસના પ્રોમો માટે 1 મિનિટના 5 થી 7 કરોડ જેટલી મોટી ફી લીધી છે, સદાબહાર રેખાનો કરિશ્મા આજે પણ છવાયેલો છે, તેમ કહી શકાય.

 

આ પણ વાંચો:  મેકઅપ આર્ટીસ્ટનો કમાલ: ઇન્દિરા ગાંધીના લુકમાં તમે શું ઓળખી શક્યા આ મિસ યુનિવર્સને?

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment