Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝ‘રાહુલની ફીના કારણે બચ્ચન અને ગાંધી પરિવાર વચ્ચેના સબંધો તૂટ્યાં’

‘રાહુલની ફીના કારણે બચ્ચન અને ગાંધી પરિવાર વચ્ચેના સબંધો તૂટ્યાં’

Share Now

મુંબઈ: લાંબા સમયથી સવાલ ઉઠતા રહ્યાં છે કે, ગાંધી-નહેરુ અને બચ્ચન પરિવારના સબંધોમાં (Gandhi And Bachchan Family Relation) તિરાડ કેમ પડી? જો કે તાજેતરમાં પ્રકાશિત એક પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો છે કે, એક નાની ઘટનાએ બન્ને પરિવારો વચ્ચેનું અંતર વધારી દીધુ હતું. રાજનીતિ જાણકારોના મતે, તેજી બચ્ચન અને ઈન્દિરા ગાંધી વચ્ચે સારા સબંધો હતો. જેના કારણે બન્ને પરિવારો એકબીજાની નીકટ આવ્યા હતા. જો કે એક ઘટનાથી બન્ને પરિવારો વચ્ચે અંતર વધી ગયું.

વરિષ્ઠ પત્રકાર અને પૂર્વ સાંસદ રહી ચૂકેલા સંતોષ ભારતીયએ પોતાના નવા પુસ્તક “વી પી સિંહ, ચંદ્રશેખર, સોનિયા ગાંધી ઔર મેં”માં દાવો કર્યો છે કે, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડથી સાંસદ રાહુલ ગાંધીના અભ્યાસ માટે સોનિયા ગાંધીએ અમિતાભ બચ્ચનને ફીની વ્યવસ્થા કરવા માટે કહ્યું હતું, જો કે બચ્ચને આનાકાની કરતાં સબંધો વણસ્યા હતા.

પુસ્તકના લેખક ભારતીયના જણાવ્યા મુજબ, પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની હત્યા બાદ સોનિયા ગાંધી પોતાના પુત્ર રાહુલ ગાંધીના અભ્યાસને લઈને ચિંતિત હતા. રાહુલ તે દિવસોમાં લંડનમાં અભ્યાસ કરી રહ્યાં હતા. સોનિયા ગાંધીએ પોતાની ચિંતાને લઈને અમિતાભ બચ્ચને વાકેફ કર્યા હતા. જો કે સોનિયા ગાંધીની વાત સાંભળ્યા બાદ અમિતાભ બચ્ચને કહ્યું હતું કે, “લલિત સૂરી અને સતિષ શર્માના કારણે પૈસામાં ગરબડ થઈ ગઈ છે.હવે કશું જ નથી, પરંતુ હું કંઈક કરીશ.”

હકીકતમાં લલિત સૂરી અને સતિષ શર્મા કોંગ્રેસના વરિષ્ઠ નેતા હતા અને તેમને રાજીવ ગાંધીના એકદમ નિકટ માનવામાં આવતા હતા. પુસ્તકમાં લેખક સંતોષ ભારતીયએ દાવો કર્યો છે કે, જ્યારે રાજીવ ગાંધી જીવીત હતા, ત્યારે સૂરી, શર્મા અને બચ્ચને ભાગીદારીમાં ચોખાનો વેપાર શરૂ કર્યો હતો. પુસ્તકમાં જણાવ્યા મુજબ, આ ધંધા માટે ભારત સરકારે મંજૂરી આપી હતી. જેમાં અન્ય કેટલાક લોકો પણ ભાગીદાર હતા, પરંતુ આજ સુધી તેમના નામ સામે નથી આવ્યા.

આ પણ વાંચો:  કોરોના સામે લડનારા ડૉક્ટરોને ભારત રત્ન મળે: કેજરીવાલ

સંતોષ ભારતીયએ પુસ્તકમાં દાવો કર્યો છે કે, અમિતાભ બચ્ચને સોનિયા ગાંધીની ચિંતાને ધ્યાનમાં રાખીને બે દિવસો બાદ તેમને 1 હજાર ડોલર (હાલ અંદાજિત 74,500 રૂપિયા)નો ચેક મોકલાવ્યો હતો. જો કે સોનિયા ગાંધીએ તેને પરત કરી દીધો હતો. પુસ્તકમાં કરેલા દાવા મુજબ, સોનિયા ગાંધી આ વાતને ક્યારેય ભૂલી ના શક્યા અને તેમણે તેને પોતાનું અપમાન માની લીધુ. જે બાદ બન્ને પરિવારો વચ્ચે અંતર વધી ગયું.

“અમિતાભ ઈઝ અ સ્નેક”

પુસ્તકમાં જણાવ્યા અનુસાર, બન્ને પરિવારો વચ્ચે તિરાડ પડવાની ત્યારથી શરૂ થઈ ગઈ, જ્યારે વિશ્વનાથ પ્રતાપ સિંહ પ્રધાનમંત્રી બન્યા. રાજીવ ગાંધી તે સમયે વિપક્ષના નેતા હતા અને અમિતાભ બચ્ચન તેમને મળવા આવ્યા હતા. જ્યારે અમિતાભ બચ્ચન રવાના થયા, ત્યારે રાજીવ ગાંધીએ કહ્યું- “હી ઈઝ એ સ્નેક” અર્થાત સાંપ છે. પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ સમયે ત્યાં એક પત્રકાર તરીકે કોંગ્રેસ નેતા રાજીવ શુક્લા પણ હાજર હતા.

આ પુસ્તકમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે, અમિતાભ બચ્ચન, રાજીવ ગાંધીના મિત્ર હતા. આથી જે ઉદ્યોગપતિ પ્રધાનમંત્રી સાથે સંપર્ક નહતા સાધી શકતા, તેઓ અમિતાભ બચ્ચનનો સંપર્ક કરતા હતા. આ પુસ્તકમાં વીપી સિંહ, PM ચંદ્રશેખર અને સોનિયા ગાંધીને લઈને વિસ્તાર પૂર્વક વાતો કરવામાં આવી છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment