Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / May 18.
Homeઑટો & ગેજેટ્સરિલાયન્સે 5G નેટવર્કને લઈને કરી મોટી જાહેરાત

રિલાયન્સે 5G નેટવર્કને લઈને કરી મોટી જાહેરાત

MUKESH AMBANI, RELAINCE 4TH AGM
Share Now

આજે જામનગર ખાતે રિલાયન્સ(RELIANCE) ઈન્ડસ્ટ્રીઝની 44મીં વાર્ષિક જનરલ મીટિંગ(AGM) ચાલી રહી છે. આ મીટીંગમાં કંપની ગ્રાહકો માટે સસ્તા 5જી ફોન જાહેરાત કરી છે. કંપની આ મીટિંગમાં 5જી નેટવર્કની પણ જાહેરાત કરી છે. આ મીટિંગ પર તમામ શેર હોલ્ડર્સની નજર છે. છેલ્લા અમુક વર્ષોની વાત કરવામાં આવે તો રિલાયન્સ એજીએમ(AGM) બાદ કંપનીના શેરના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. આ વખતે પણ આશા રાખવામાં આવી રહી છે કે આ મિટિંગ બાદ શેરના ભાવમાં ઉછાળો થાય. આ 44માં AGM કંપની દ્વારા ઘણી અગત્યની જાહેરતાઓ કરવામાં આવી છે.

5000 એકર જમીન પર બનશે ‘ગ્રીન એનર્જી પ્લાન્ટ’

રિલાયન્સ કંપનીના ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ AGMમાં કંપનીના ગ્રીન એનર્જી પ્લાનની ઘોષણા કરી છે. મુકેશ અંબાણીએ કહ્યું કે, જામનગરમાં ઘીરૂભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પલેક્સ બનાવવામાં આવશે. અને કંપની દ્વારા હવે પરંપરાગત એનર્જીની જગ્યા પર ન્યૂ એનર્જી એટલે કે સોલન ગ્રીન એનર્જી પર જોર આપવમામાં આવશે. આ પ્લાન્ટ માટે રિલાયન્સ દ્વારા ન્યૂ એનર્જી કાઉન્સિલ બનાવવામાં આવ્યું છે. જેમાં દેશની ઘણી મોટી પ્રતિભાઓને સામેલ કરવામાં આવશે.વધુમાં જણાવ્યું કે જામનગરમાં 5000 એકર જમીન પર ધીરૂભાઈ ગ્રીન એનર્જી કોમ્પ્લેક્સ પ્લાન્ટ બનાવવામાં આવશે.

MUKESH AMBANI, RELAINCE 4TH AGM

PC- TWEETER

 

મુકેશ અંબાણીએ 5Gને લઈને કરી મોટી જાહેરાત

મુકેશ અંબાણીએ 5Gની વાત કરતા જણાવ્યું કે રિલાયન્સ જીઓ(JIO) દેશની પહેલી 5G સેવા શરૂ કરવા તૈયાર છે. કંપનીએ તાજેતરમાં મુંબઇમાં 1GBPS સ્પીડનું સફળ ટ્રાયલ કર્યું છે. આ સિવાય તેને ટ્રાયલ સ્પેક્ટ્રમ અને સરકાર તરફથી મંજૂરી પણ મળી છે. તેમણે કહ્યું કે જિઓ અન્ય કંપનીઓના સહયોગથી 5G ડિવાઇસ બનાવી રહી છે. જેમાં હેલ્થકેર અને રિટેલનો પણ સમાવેશ થશે. જિઓએ વિશ્વની અન્ય કંપનીઓને 5 જી સાધનોની નિકાસ પણ કરી છે. આમ આવનારા સમયમાં જીઓ 5G ભારતમાં જલ્દીથી શરૂ કરવામાં આવશે.

ક્યારે આવશે ‘જીયો ફોન નેક્સ્ટ’ ?

મુકેશ અંબાણી9MUKESH AMBANI) દ્વારા એજીએમમાં ‘જીયો ફોન નેક્સ્ટ’ને લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી છે. એન્ડ્રોયડ પર બેસ્ટ આ સ્માર્ટફોન ગુગલ અને જીયોએ સાથે મળીને બનાવ્યો છે. કંપનીનો આ સસ્તો સ્માર્ટફોન 10 સપ્ટેમ્બરે એટલેકે ગણેશ ચતુર્થીએ બજારમાં આવશે. વધુમાં તેમણે રિલાયન્સ જીયો વિશે જાહેરાત કરતા મુકેશ અંબાણીએ કહ્યું કે જીયો દુનિયાનું બીજી સૌથી મોટુ ડેટા કેરિયર નેટવર્ક બની ગયું છે. તે સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યું છે. અને આવનાર દિવસોમાં રિલાયન્સ જીઓ હજુ ઘણું સારુ પ્રદર્શન કરશે.

JIO PHONE NEXT

PC- GIZBOT

રિલાયન્સને હવે ઈશા,આકાશ અને અંનત આગળ ધપાવશે

મુકેશ અંબાણીએ એજીએમમાં રિલાયન્સના ભવિષ્યને લઈને અગત્યની જાહેરાત કરી છે. તેમણે ​​જણાવ્યું હતું કે તેમના પિતા ધીરૂભાઇ અંબાણીએ ભારતીય પ્રતિભા અને નવી તકનીકમાં રોકાણના સિદ્ધાંત પર રિલાયન્સની શરૂઆત કરી હતી. મેં પણ મારા પિતાના સિદ્ધાંતનું અનુસરણ કર્યું છે. અને મને ખાતરી છે કે આવનાર સમયમાં રિલાયન્સનો આ વારસો ઇશા, આકાશ અને અનંતના નેતૃત્વ હેઠળ ચાલુ રહેશે.

આ પણ વાંચો:વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બેઠક પહેલાજ કાશ્મીરમાં વિરોધ શરૂ

રિલાયન્સ બનશે ‘ગ્લોબલ’

મુકેશ અંબાણી દ્વારા એજીએમમાં(AGM) રિલાયન્સ(RELIANCE) ઈન્ડસ્ટ્રીઝને ગ્લોબલ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. મુકેશ અંબાણીએ કહ્યું હતું કે તેમના ગ્લોબલ પ્લાન્સની ઘોષણા થોડા સમયમાં કરવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે રિલાયન્સના બોર્ડમાં સાઉદી અરામકોના યાસિર અલ રૂમાયનને સામેલ કરવામાં આવશે. અને આ રિલાયન્સના ગ્લોબલ બનવાની શરૂઆત હશે. વધુમાં મુકેશ અંબાણીએ કંપનીની ઇન્કમને લઈને કહ્યું કે કંપનીએ નાણાકીય વર્ષ 2020-21 વખતે 5.40 લાખ કરડોની રેવેન્યૂનો લક્ષ્યાંક મેળવ્યો હતો. આ સમય દરમ્યાન કંપનીનો નફો 53 હજાર કરોડ રૂપિયાથી વધારે રહ્યો છે. કંપનીએ 2020-21 વખતે 3.24 લાખ કરોડ રૂપિયાની મૂડી ભેગી કરી જે અત્યાર સુધીની કોઈ પણ કંપની કરતા વધારે છે.

રિલાયન્સ(RELIANCE) ઇન્ડસ્ટ્રીના 44મી વાર્ષિક જનરલ મીટીંગમાં(AGM) કંપનીના ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર મુકેશ અંબાણી દ્વારા કંપનીના ભવિષ્યને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. તેમજ આવનાર સમયમાં કંપની દ્વારા 5G લોન્ચ કરવામાં આવશે. તેમજ રિલાયન્સ જીઓ દ્વારા જીઓ ફોન નેક્સ્ટને લોન્ચ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. અને આવનાર સમયમાં કંપની આકાશ,ઈશા અને અનંત દ્વારા ચલાવવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું.

No comments

leave a comment