Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝReliance AGM 2021 : મુકેશ અંબાણીએ 5G સ્માર્ટફોનથી લઇને આ મોટી જાહેરાતો કરી

Reliance AGM 2021 : મુકેશ અંબાણીએ 5G સ્માર્ટફોનથી લઇને આ મોટી જાહેરાતો કરી

Reliance AGM 2021
Share Now

એશિયાના સૌથી અમીર બિઝનેસમેન અને દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડ્ર્સ્ટીના ચેયરમેન મુકેશ અંબાણી 44 માં ( Reliance AGM 2021 ) એનુઅલ મીટીંગ થઇ હતી . રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 44મી ( Reliance AGM 2021 ) વાર્ષિક agm શરૂ થઈ જે કંપનીની બેઠક જામનગરથી થઈ હતી. કોરોનાના કારણે કંપનીના શેર હોલ્ડર અને રોકાણકારો વર્ચુઅલ માધ્યમથી બેઠકમાં ભાગ લઈ રહ્યા છે.

રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, કોરોના હોવા છત્તાં કંપનીએ બિઝનેસ પ્રદર્શન અપેક્ષા કરતા સારું હતું. જેના માટે તેણે ફ્રન્ટલાઈન કર્મચારીઓનો આભાર માન્યો. કોરોનાના મુશ્કેલ સમયમાં રિલાયન્સે આ કામ કર્યું છે. રિલાયન્સ પરિવારે એક રાષ્ટ્રની રીતે ડ્યુટી નિભાવી છે.

જીઓ ભારતને 2G મુક્ત બનાવવાની સાથે સાથે 5G યુક્ત પણ બનાવશે: મુકેશ અંબાણી

Reliance AGM 2021 LIVE Updates

Image Courtsy : Reliance AGM

મુકેશ અંબાણીએ કહ્યું કે, એજીએમ મીટિંગ વર્ચુઅલ ચાલી રહી છે ત્યારે આ સતત બીજા વર્ષ છે. હું ફિજિકલ મીટિંગને બહુ જ મીસ કરી રહ્યો છું.

ઇશાની સ્પીચ: ઇશાએ કેયર એનેડ ઇથેપી પોલીસી વિશે જણાવ્યુ હતુ , રાહત કાર્યો દરમિયાન મોનિટરિંગની રીતે રિલાયન્સે પુરુ કામ કર્યું હતુ.

  • 2021માં NEW ENERGY BIZ લોન્ચ કરીશું
  • NEW ENERGY BIZ માં RIL ની લિડરશીપ હશે
  • ગ્લોબલ ન્યૂ એનર્જી એજન્ડા પર ફોકસ થઈ રહ્યુ છે
  • NEW ENERGY BUSINESSમાં RIL આગેવાની કરશે
  • 15 વર્ષોમાં NET ZERO કાર્બન કંપની બનીશું

મહત્વના મુદ્દા

રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ Jio Next Phone ફોન નું એલાન કર્યું હતુ. આ સ્માર્ટફોન જીઓ અને ગુગલે મળીને તૈયાર કર્યો છે, જે 10 સપ્ટેમ્બર ગણેશ ચતુર્થીના દિવસે બાજારમાં આવશે.

 

  • જીઓ ભારતને 2G મુક્ત બનાવવાની સાથે સાથે 5G યુક્ત પણ બનાવશે: મુકેશ અંબાણી
  • ફેસબુક પર અમે મળીને વોટ્સઅપ અને જીઓ માર્ટ ને ટ્રાયલ બેઝ પર શરુ કર્યું છે.
  • વોટ્રસઅપ અને જીઓ માર્ટના કસ્ટમરના સુઝાવો દ્વારા તેને બહેતર બનાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

ગુગલના સીઇઓ સુંદર પિચાઇએ સ્પીચ આપતા કહ્યું કે, “ગુગલ અને જીઓની આ ભાગીદારી ભારતના ગ્રાહકો માટે 5G ની સુવિધાને બહેતર બનાવવામાં મદદરુપ થશે, ભારતને આ ભાગીદારી નવા ડિજિટલાઇજેશન તરફ લાવશે  ”

Sundar Pichai

Image Courtsy : AFP

ગુગલ અને જીઓની આ ભાગીદારી ભારતના ગ્રાહકો માટે 5G ની સુવિધાને બહેતર બનાવવામાં મદદરુપ થશે

મુકેશ અંબાણીએ વધુમા કહ્યું કે, આ દુનિયાનું સૌથી મોટુ મોબાઇલ ડેટા કરિયર છે, જીઓ ચીનની બહાર 400 મિલિયન મોબાઇલ ગ્રાહકોને પાર કરનાર પહેલો દેશ ઓપરેટર બની ગયો છે.  

જામનગરમાં ધીરુભાઇ ગીગા કોમ્પ્લેક્સની શરુઆત કરવામાં આવશે, જે લગભગ 5000 એકડમાં ફેલાયેલો હશે. જે વિશ્વમાં સૌથી મોટા અક્ષય ઉર્જા વિનિર્માણ સુવિધાઓમાની એક છે. આવતા ત્રણ વર્ષમાં 60 કરોડ઼નું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે, ન્યુ એનર્જી બિઝનેસમાં 75 હજાર કરોડનો નિવેશ કરવામાં આવશે, સાઇદી અરામકોના ચેયરમેન યાસિર –અલ –રુમાયનને રિલાયન્સ નિર્દેશક સમુહના સદસ્ય બનાવવામાં આવ્યા છે, જે સ્વતંત્ર નિર્દેશક છે.

  • આવતા ત્રણ વર્ષમાં 60 કરોડ઼નું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે, ન્યુ એનર્જી બિઝનેસમાં 75 હજાર કરોડનો નિવેશ કરવામાં આવશે
  • સાઇદી અરામકોના ચેયરમેન યાસિર –અલ –રુમાયનને રિલાયન્સ નિર્દેશક સમુહના સદસ્ય બનાવવામાં આવ્યા છે, જે સ્વતંત્ર નિર્દેશક છે.  

2030 સુધીમાં ગ્રીન એનર્જીનો લક્ષ્યાંક પૂર્ણ કરવામાં આવશે

ગ્રીન એનર્જીનું લક્ષ્ય 2030 સુધીમાં પ્રાપ્ત થશે. આ સિવાય કંપની ન્યુ મટિરિયલ અને ગ્રીન કેમિકલ્સ પર પણ વિચાર કરી રહી છે. રિલાયન્સ હાઇડ્રોજન અને સોલર ઇકોસિસ્ટમ્સને ટેકો આપવા માટે વર્લ્ડ સ્કેલ કાર્બન ફાઇબર પ્લાન્ટ્સનો વિકાસ કરશે.

આ પણ વાંચો:  McAfee Antivirus બનાવનારા John McAfee એ સ્પેનની જેલમાં કરી આત્મહત્યા

 

મુકેશ અંબાણી LIVE

 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment