Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeસ્ટાર્ટ અપરિલાયન્સ-અરામકો ડીલ: RIL 20% હિસ્સો ખરીદશે સાઉદી અરામકો

રિલાયન્સ-અરામકો ડીલ: RIL 20% હિસ્સો ખરીદશે સાઉદી અરામકો

Reliance-Aramco deal: Saudi Aramco to buy 20% stake in RIL
Share Now

નવી દિલ્હી: મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને દુનિયાની સૌથી મોટી ઓઈલ કંપની સાઉદી અરામકો વચ્ચે ટૂંક સમયમાં સોદો થઈ શકે છે. સાઉદી અરામકો (Saudi Aramco) ભારતમાં ખાનગી ક્ષેત્રની ટોચની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (RIL)ના ઓઈલ એન્ડ કેમિકલ બિઝનેસમાં લગભગ 20 ટકા હિસ્સેદારી ખરીદવા માટે વાતચીત કર રહી છે. મળતી માહિતી મુજબ, બન્ને દિગ્ગજ કંપનીઓ વચ્ચે આ ડીલ 20થી 25 અબજ ડોલરમાં થઈ શકે છે. આ સમાચારોથી રિલાયન્સના શેરમાં જોરદાર ઉછાળો આવ્યો હતો.

આ પણ વાંચો : ફરીથી દેવદૂત બની વાયુસેના : ભારતીયોને લઈને કાબુલથી જામનગર પહોંચ્યું વિમાન

RIL ના શેરોમાં ઉછાળો

સૂત્રો અનુસાર, આગામી થોડા સપ્તાહમાં બન્ને પક્ષ આ ડીલ (Deal) પર કરાર કરી શકે છે. કહેવામાં આવે છે કે, આ સોદો શેરોમાં થશે. એ પહેલા 2019માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે 2019માં પોતાનના ઓઈલથી લઈને કેમિકલ બિઝનેસમાં 20 ટરા હિસ્સેદારી (Stake) સાઉદી અરામકોને 15 અબજ ડોલરમાં વેચવાની જાહેરાત કરી હતી. પરંતુ કોરોના મહામારીને કારણે ફ્યૂઅલના ભાવ જમી પર આવતા અને દુનિયાભરમાં ફ્યુઅલની માંગ ઘટતા સોદો અટકી પડ્યો હતો. ચાલુ વર્ષે જૂનમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ અપેક્ષા વ્યક્ત કરી હતી કે સાઉદી અરામકો સાથે ભાગીદારીને આ ચાલુ વર્ષના અંત સુધી ઔપચારિક રૂપ આપવામાં આવી શકે છે.

RIL AGM 2019: Saudi Aramco to acquire 20% stake in Reliance Industries' refinery, chemical business at $75 bn enterprise value-Business News , Firstpost

અરામકોના ચેરમેન બન્યા રિલાયન્સના સ્વતંત્ર ડાયરેક્ટર

તેમણે એમ પણ જણાવ્યું કે, અરામકોના ચેરમેન યાસિર અલ રૂમૈયા સ્વતંત્ર ડાયરેક્ટર તરીકે આરઆઈએલના બોર્ડનો હિસ્સો બનાવી શકે છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 44મી એજીએમમાં સાઉદી અરામકોના ચેરમેન પણ સામેલ થયા હતા. તેઓ ત્યારે સ્વતંત્ર ડાયરેક્ટર તરીકે બેઠકમાં સામેલ થયા હતા. એજીએમમા મુકેશ અંબાણીએ રૂમાયનને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડાયરેક્ટર બોર્ડમાં સામેલ કરવાની જાહેરાત કરી હતી. તેઓ સ્વતંત્ર ડાયરેક્ટર બનાવાયા છે. આ દરમિયાન મુકેશ અંબાણીએ કહ્યું કે, હું સાઉદી અરામકોના ચેરમેન અને પીઆઈએફના ગવર્નર યાસિર અલ રૂમાયનના રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના બોર્ડમાં સ્વતંત્ર ડાયરેક્ટર તરીકે સામેલ થવાનું સ્વાગત કરૂ છું.

Aramco reportedly in advanced talks with India's Reliance Industries on deal worth up to $25 billion

ડીલની પુષ્ટી નથી થઈ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર બોર્ડના 14 સભ્યોમાંથી અડધા સ્વતંત્ર ડાયરેક્ટર છે. તેમાં એસબીઆઈના પૂર્વ ચેરમેન અરૂધંતિ ભટ્ટાચાર્ય, મેકેન્સી ઈન્ડિયાના પૂર્વ પ્રમુખ આદિલ જૈનુલભાઈ, પૂર્વ સીએસઆઈઆર પ્રમુખ આરએ માશેલકર સામેલ છે. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ વાઈપી ત્રિવેદી આ વર્ષે બોર્ડમાંથી રિટાયર થયા છે.

જો કે, આ ડીલ બાબતે અરામકો સાથે કોઈ પુષ્ટી નથી થઈ. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે પણ કોઈ પ્રતિક્રીયા આપવાનો ઈનકાર કર્યો હતો. જાણકારો કહે છે કે, આ ડીલથી રિલાયન્સની રિફાઈનરી માટે ક્રૂડ ઓઈલની બેરોકટોક પુરવઠાની ખાતરી થઈ શકે છે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment