અમદાવાદ :છેલ્લા એક દાયકાથી અને ખાસ કરીને વર્ષ 2018થી રિલાયન્સ કોમ્યુનિકેશન અને પાવરના પડતીના કારણે ખસ્તા હાલત થઈ ગયેલ અનિલ અંબાણીના અચ્છે દિન હવે આવી રહ્યાં છે. એક બાદ એક રોકાણ ગૃપ કંપનીઓને મળી રહ્યું છે.
દેવાગ્રસ્ત થયેલ રિલાયન્સ કેપિટલની એક મહત્વપૂર્ણ સબસિડયરીને હવે મોટું રોકાણ મળી રહ્યું છે. અનિલ અંબાણીના નેજા હેઠળની રિલાયન્સ કેપિટલની સબસિડયરી કંપની રિલાયન્સ કોમર્શિયલ ફાઈનાન્સ(RCF)એ રીઝોલ્યુશન પ્લાનને મંજૂર કર્યો છે.
Reliance Commercial Financeના લેણદારોએ ઓથમ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડની બીડને મંજૂરી મળી છે. રિલાયન્સ કેપિટલે બીએસઈ ખાતેની અખબાર યાદીમાં જણાવ્યું છે.
અગાઉના એક અહેવાલ અનુસાર રિલાયન્સ કોમર્શિયલ ફાઈનાન્સને ઓથમ ઈન્વેસ્ટમેન્ટે ખરીદવા માટે 1600 કરોડની બોલી લગાવી હતી.
આ પણ વાંચો : એક સપ્તાહમાં બે કંપનીઓના શેર થયા ડબલ, શું તમે પૈસા કમાયા કે નહિ ?
કંપનીનું નિવેદન
રિલાયન્સ કોમર્શિયલ ફાઈનાન્સના બોર્ડ ઓફ ડાયરેક્ટરે લેણદારોએ મંજૂર કરેલ રીઝોલ્યુશન પ્લાનને ધ્યાને લીધું છે. કંપનીએ રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના દેવાગ્રસ્ત મિલકતોના રીઝોલ્યુશન પ્રુડેન્શિયલ ફ્રેમવર્કને આધારે ઈન્ટર ક્રેડિટર એગ્રીમેન્ટ(ICA લેન્ડર્સ) બનાવ્યું છે.
રિલાયન્સ કેપિટલે અખબાર યાદીમાં કહ્યું કે Reliance Commercial Finance માટે 18 ઈચ્છુક ખરીદારોમાંથી 4 બીડ નક્કી કરવામાં આવી હતી,જેમાંથી ઓથમ ઈન્વેસ્ટમેન્ટે કરેલ બીડ અને અનેક રાઉન્ડની ચર્ચા બાદ અંતે મંજૂર કરવામાં આવ્યો છે. ઓથમના ડેટ રીઝોલ્યુશન પ્લાનને આરબીઆઈના 7મી જુન, 2019ના Prudential Framework for Resolution of Stressed Assets હેઠળ મંજૂર કરવામાં આવ્યો છે.
ઓથમે રિલાયન્સની બીજી કંપની ખરીદી
મહત્વની વાત એ છે કે ઓથમ ઈન્વેસ્ટમેન્ટે અનિલ અંબાણી સમૂહની આ બીજી દેવાગ્રસ્ત કંપની ખરીદી છે. ગત મહિને બેંક ઓફ બરોડાના નેજા હેઠળના લેણદારોના સમૂહે Reliance Commercial Finance(RCF)ને પણ રીઝોલ્યુશન પ્લાન હેથળ ખરીદી હતી.
આ પણ વાંચો : “એ મારા પપ્પાથી ઓછા થોડા છે” એકતાની સ્ટોરી વાંચી તમે પણ કહેશો ‘દીકરી’ હોય તો એકતા જેવી
ઓથમ એક ઘરેલું નોન બેંકિંગ ફાઈનાન્સ કંપની છે. ઓથમને નાણાંકીય ક્ષેત્રે 15 વર્ષનો અનુભવ છે. જુન, 2021માં કંપનીની કુલ નેટવર્થ 2400 કરોડ રૂપિયા હતી.
રિલાયન્સ કોમર્શિયલ ફાઈનાન્સનના રીઝોલ્યુશન પ્લાન બાદ રિલાયન્સ કેપિટલના દેવામાં 9000 કરોડનો ઘટાડો થયો છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4