Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 27.
Homeન્યૂઝNaykaa vs અંબાણી : રિલાયન્સ ઓનલાઈન કોસ્મેટીક અને પર્સનલે કેયર કારોબારમાં ઝંપલાવશે

Naykaa vs અંબાણી : રિલાયન્સ ઓનલાઈન કોસ્મેટીક અને પર્સનલે કેયર કારોબારમાં ઝંપલાવશે

Reliance cosmetics Business vs Nykaa : Ambani’s Reliance Retail jumps into online cosmetics business
Share Now

મુંબઈ : રિલાયન્સ રીટેલ સતત ઈ-કોમર્સ કારોબારમાં એક એક ડગલું આગળ વધી રહ્યું છે. વર્ષ ૨૦૧૬માં ફેશન પોર્ટલ Ajio લોન્ચ કરીને ઈ-કોમર્સ સેગ્મેન્ટમાં પ્રવેશ કર્યો હતો. જેના પછી જીયોમોર્ટ મારફતે વર્ષ ૨૦૧૯માં ઈ-ગ્રોસરી કારોબારમાં ઉતરી હતી અને પછી કંપનીએ અનેક અધિગ્રહણ કર્યા હતા. તાજેતરના મીડિયા અહેવાલ અનુસાર કંપનીએ હવે ઓનલાઈન કોસ્મેટીક અને પર્સનલ કેયર ઉત્પાદન વેપારમાં પગ પેસારો કરવાની તૈયારીમાં છે,જેમાં સૌથી મોટી કંપની હાલ નાયકા (Reliance cosmetics Business vs Nykaa) છે.

Reliance cosmetics Business vs Nykaa

Reliance cosmetics Business vs Nykaa

અહેવાલ અનુસાર રિલાયન્સ રીટેલ બ્યુટી અને પર્સનલ કેયર ઉત્પાદનની ઓનલાઈન વેચાણની સાથે જ આ ઉત્પાદનોના વેચાણ માટે ઓફલાઈન સ્ટોરની ચેન પણ ઉભી કરશે. પોતાની આ પહેલ અંતર્ગત કંપની ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સ સાથે પોતાની વસ્તુઓ પણ વેચશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે રિલાયન્સ બ્રાંડના  તમામ ઇન્ટરનેશનલ બ્રાંડ જેવી Muji, Armani, Burberry, Canali, Diesel અને  Hugo Boss સાથે કરાર થયેલા છે. કંપની પોતાના રીટેલ ઈ-કોમર્સ પ્લેટફોર્મ  પર આ કંપનીઓની વસ્તુઓ વેચે છે.

આ પણ વાંચો  : પૈસા તૈયાર રાખજો….!!! દિવાળી ટાણે રૂ. 45,000 કરોડ એકત્ર કરવા આવી રહ્યાં છે 30 IPO

નાયકા ટૂંકમાં જ પોતાનો આઈપીઓ લાવવાની છે. જેના માટે ગત મહિને જ તેણે સેબીમાં પેપર દાખલ કર્યા હતા. નાયકાના આઈપીઓમાં ૫૨૫ કરોડ રૂપિયાની ફ્રેશ ઓફર હશે જયારે વર્તમાન શેરધારકો દ્વારા ઓફર ફોર સેલ અંતર્ગત ૪.૩૧ કરોડ શેરનું વેચાણ કરાશે. આ સેગ્મેન્ટમાં રિલાયન્સ રીટેલના પ્રવેશથી નાયકાના એકાધિકારને પડકાર(Reliance cosmetics Business vs Nykaa) ઉભો થશે. આ સેક્ટરમાં પહેલાથી જ નાયકા, પર્પલ, એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી કંપનીઓની ઉપસ્થિતિ છે એટલેકે આગામી સમયમાં હવે અંબાણી vs નાયકાની લડાઈ (Reliance cosmetics Business vs Nykaa) આ ક્ષેત્રે જોવા મળી શકે છે અને એ ન ભૂલવું જોઈએ તો નાયકામાં બિગબુલ રાકેશ ઝુનઝુનવાલા સહિત વિદેશી દિગ્ગજ રોકાણકારોનું પણ મસમોટું ઈન્વેસ્ટમેન્ટ છે.

Reliance cosmetics Business vs Nykaa

 

ભારતનું પાર્લર અને પર્સનલ કેર કારોબાર

યુરો મોનીટર અનુસાર ભારતમાં બ્યુટી અને પર્સનલ કેયરનો કુલ ઓફલાઈન અને ઓનલાઈન માર્કેટ ૧૪ અને ૧૫ અબજ ડોલરનું છે અને આગામી ૫ વર્ષમાં તેમાં વાર્ષિક ૮ ટકાનઓ વૃદ્ધિ દર જોવા મળી શકે છે.

જેફ્રીઝના એક અહેવાલ અનુસાર આ સેગ્મેન્ટમાં ઓનલાઈન કારોબારન હિસ્સેદારી કુલ બજારની ૫ થી ૬ ટકા એટલે ૮૦ કરોડ ડોલરની આસપાસ છે.જેમાં નાણાકીય વર્ષ 2020માં નાયકાની હિસ્સેદારી ૨૫ કરોડ ડોલરની આસપાસ હતી જે ઓનલાઈન માર્કેટનો અંદાજે ૩૦ ટકા હતી.

આ પણ વાંચો  : FDથી વધુ વ્યાજ આપે છે પોસ્ટ ઓફિસની વિવિધ યોજનાઓ

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment