પેટ્રોલ-ડીઝલ અને શાકભાજી બાદ હવે સામાન્ય માણસને વધુ એક મોટો ફટકો પડ્યો છે. પીએમ મોદીના ડિજિટલ અભિયાન બાદ હવે દેશના મોટાભાગના લોકો મોબાઈલ ફોન અને ઈન્ટરનેટનો ઉપયોગ કરવા લાગ્યા છે. ત્યારે મોબાઈલ ઈન્ટરનેટ પ્લાન હવે મોંઘા થઈ ગયા છે. મતલબ કે સામાન્ય માણસનું બજેટ ફરી વેર વિખેર થઈ ગઈ છે. એરટેલ અને વોડાફોન-આઇડિયા પછી હવે રિલાયન્સ જિયોએ (Mobile Recharge Plan Hike) પણ તેનું મોબાઇલ રિચાર્જ મોંઘું કરી દીધું છે. પ્રાપ્ત માહિતી અનુસાર,રિલાયન્સ જિયોના નવા દર 1 ડિસેમ્બરથી લાગુ થશે.
480 રૂપિયા મોંઘું થયું રિચાર્જ
તમને જણાવી દઈએ કે આ સમયે રિલાયન્સ જિયોએ તેના ગ્રાહકો માટે ઘણા રિચાર્જ પ્લાન માર્કેટમાં લોન્ચ કર્યા છે. રિલાયન્સ જિયો અગાઉ તેના સસ્તા રિચાર્જ પ્લાનને કારણે માર્કેટમાં પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહી હતી. જે બાદ અન્ય ટેલિકોમ કંપનીઓએ પણ પોતાના પ્લાન સસ્તા કરવા પડ્યા હતા. પરંતુ હવે જ્યારે એરટેલ અને વોડાફોન-આઈડિયાએ તેમની કિંમતોમાં વધારો કર્યો છે, ત્યારે રિલાયન્સ જિયોએ પણ તેના રિચાર્જ પ્લાનની કિંમતમાં વધારો કર્યો છે. Jio એ તેના વાર્ષિક રિચાર્જ પ્લાનમાં મહત્તમ રૂ. 480 નો વધારો કર્યો છે. આવી સ્થિતિમાં, ગ્રાહકોએ 365 દિવસની વેલિડિટી સાથે જિયોના 2399 રૂપિયાના પ્લાન માટે 2879 રૂપિયા ખર્ચવા પડશે.
આ પણ વાંચો:Google નાં આ ફિચરથી હવે વોઇસનો ઉપયોગ કરીને નાણા ટ્રાન્સફર કરી શકાશે
રિલાયન્સ જિયો 20 થી 25 ટકા વધ્યો
તમને જણાવી દઈએ કે રિલાયન્સ જિયોએ તેના તમામ પ્લાનમાં લગભગ 20 થી 25 ટકાનો વધારો કર્યો છે. જ્યાં 149 રૂપિયામાં મળતો પ્લાન હવે 179 રૂપિયાનો થઈ ગયો છે. તે જ સમયે, 249 રૂપિયાનો પ્લાન જેમાં દરરોજ 2 જીબી ઇન્ટરનેટ મળતું હતું તે હવે 299 રૂપિયામાં મળશે. રિલાયન્સ જિયોના ડેટા એડ-ઓન પ્લાનની કિંમતોમાં પણ વધારો થયો છે. 51 રૂપિયાનો ડેટા એડ-ઓન પ્લાન 61 રૂપિયામાં આવશે. આ પ્લાનમાં 6 GB ડેટા આપવામાં આવે છે.
લોકોનો Jioથી મોહભંગ થઈ રહ્યો છે!
ટ્રાઈના ડેટા અનુસાર આ વર્ષે સપ્ટેમ્બરમાં 19 મિલિયન મોબાઈલ યુઝર્સે રિલાયન્સ જિયો છોડી દીધી હતી. દેશના ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઈના રિપોર્ટ અનુસાર સપ્ટેમ્બર 2021માં રિલાયન્સ જિયોના ગ્રાહકોની સંખ્યામાં એક કરોડ 90 લાખ 23 હજાર 618નો ઘટાડો થયો છે. આના કારણે જિયોના ગ્રાહકોની સંખ્યા 4.29 ટકા ઘટીને લગભગ 425 મિલિયન થઈ ગઈ છે. હવે મોંઘા રિચાર્જ પ્લાનને કારણે ઘણા મોબાઈલ યુઝર્સ રિલાયન્સ જિયો છોડી શકે છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4