Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝછત્તીસગઢમાં બઘેલને સીએમ પદ પરથી હટાવવાથી કોંગ્રેસની વધી શકે છે મુશ્કેલીઓ

છત્તીસગઢમાં બઘેલને સીએમ પદ પરથી હટાવવાથી કોંગ્રેસની વધી શકે છે મુશ્કેલીઓ

bhupesh baghel,chhattisgarh news,political news,top ten news,lattest news
Share Now

રાયપુરની રાજકીય પરિસ્થિતિથી પરિચિત લોકો તાજેતરની ઘટનાઓના વળાંકથી તદ્દન આશ્ચર્યચકિત છે. એ પણ એવા સમયે જ્યારે કોંગ્રેસના સીએમ ભૂપેશ બઘેલ(Bhupesh Baghel) સંપૂર્ણ રીતે મક્કમ દેખાઈ રહ્યા છે.  કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી(Rahul Gandhi) અને ટીએસ સિંહ દેવ વચ્ચે થયેલ તાજેતરની બેઠક બાદ છત્તીસગઢમાં(Chhattisgarh) પરિવર્તનની શક્યતા છે. રાજ્યના આરોગ્ય મંત્રી ટી.એસ. સિંહ દેવે સચિન પાયલટની જેમ કોઈ આક્રમક વ્યવહાર નથી કર્યો. પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી તેઓ સીએમ બનાવવાની માંગ કરી રહ્યા છે. ત્યારે જો રાહુલ ગાંધી છત્તીસગઢના મુખ્યમંત્રીને બદલવાનું વિચારી રહ્યા હોય તો તેમણે વિચારવાની જરૂર છે કે વર્ષ 2018 માં જ્યોતિરાદિત્ય સિંધિયા અને સચિન પાયલટને આપેલા વચનને કેમ પૂરું ના કર્યું? અને રાયપુર, જયપુર અથવા ચંદીગઢમાં કોંગ્રેસના ધારાસભ્યોનો અભિપ્રાય કેમ માંગવામાં ન આવ્યો?

જમીની સ્તરના નેતા છે બઘેલ

કોંગ્રેસ માટે આ સમયે ભૂપેશ બઘેલને(Bhupesh Baghel) સીએમ પદેથી હટાવવાના કોઈપણ પ્રયાસને વાજબી ઠેરવી શકાય તેમ નથી. તેઓ એક જમીની સ્તરથી આવેલ નેતા છે. તેમજ શક્તિશાળી ઓબીસી સમુદાયથી આવે છે. તેમજ છત્તીસગઢમાં ખૂબ લોકપ્રિય છે. એવા સમયે જ્યારે એક બાજુ ભાજપ દેશભરમાં ઓબીસી પર પોતાની પકડ મજબૂત કરી રહી છે. અને બીજી બાજુ કેટલાક પ્રદેશક પક્ષો જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ કરી રહ્યા છે. ત્યારે આ સમયમાં ઓબીસી મુખ્યમંત્રીને હટાવવાથી કોંગ્રેસ માટે વધુ સમસ્યાઓ ઉભી થઈ શકે છે.

bhupesh baghel,chhattisgarh news,political news,top ten news,lattest news

આ પણ વાંચો:મહારાષ્ટ્રમાં ઓબીસી અનામત પર ચર્ચા માટે ઉદ્ધવ ઠાકરેએ સર્વપક્ષીય બોલાવી બેઠક

આવી સ્થિતિમાં પરિવર્તન કેટલું યોગ્ય?

પ્રાપ્ત માહિતી અનુસાર, બઘેલને એવા કેટલાક મંત્રીઓને દૂર કરવાની સલાહ આપવામાં આવી છે જેમણે ટી.એસ.સિંહ દેવ સાથે કથિત રીતે “ગેરવર્તન” કર્યું હતું. બઘેલને તેમના મંત્રીઓના બલિદાનમાં કોઈ વાંધો નહીં હોય, પરંતુ આનાથી ગ્રાઉન્ડ ઝીરો પર એવો મેસેજ જશે કે, મુખ્યમંત્રી નબળા છે અથવા દિલ્હીમાં તેમણે ઓછા આંકવામાં આવી રહ્યા છે.

ઓબીસી પર પકડ મજબૂત કરવા બઘેલે અનેક કાર્યક્રમો શરૂ કર્યા

આશ્ચર્યજનક વાત એ છે કે, પછાત જાતિઓ, આદિવાસીઓ અને નબળા વર્ગોના પ્રભુત્વવાળા રાજ્યમાં કોંગ્રેસની પકડ મજબૂત કરવા માટે બઘેલે અનેક કાર્યક્રમો શરૂ કર્યા છે. એવામાં રાજ્યમાં પરિવર્તનની વાત શરૂ થઈ ગઈ છે. છત્તીસગગઢ સરકારે તાજેતરમાં ગ્રામીણ વિસ્તારોમાં હોસ્પિટલો સ્થાપવા માટે ખાનગી ક્ષેત્રને સબસિડી આપવાનો નિર્ણય કર્યો છે. આપણે જાણીએ છીએ કે ગ્રામીણ વિસ્તારોમાં નિષ્ણાત ડોકટરોની ઉપલબ્ધતા એ સરકાર માટે એક પડકાર છે. કોરોના મહામારી વચ્ચે ભવિષ્યની તૈયારી માટે રાજ્યભરમાં આરોગ્ય માળખાકીય સુવિધાને વિસ્તૃત કરવાના કોઈપણ પ્રયાસનું સ્વાગત છે. જોકે, ટી.એસ. સિંહ દેવે આ પગલાનો વિરોધ કર્યો હતો.

શું રાહુલે કોઈ વચન આપ્યું હતું?

મહત્વનો સવાલ એ છે કે શું ડિસેમ્બર 2018 માં કોંગ્રેસે છત્તીસગઢમાં સીએમ ચૂંટયા ત્યારે રાહુલ ગાંધીએ ભૂપેશ બઘેલ અને ટીએસ સિંહ દેવ વચ્ચેના કથિત અઢી વર્ષના કરાર અંગે કંઈ કહ્યું હતું? શું આનો કોઈ લેખિત અથવા મૌખિક રેકોર્ડ રાખવામાં આવ્યો હતો? આ પ્રશ્નોનું મહત્વ એટલા માટે છે કારણ કે ટી.એસ. સિંહ દેવ સતત તેમના કાર્યકાળના હિસ્સાની માંગણી કરી રહ્યા છે અને AICC ના જનરલ સેક્રેટરી-પ્રભારી પી.એલ. પુનિયાએ બઘેલની દલીલને સમર્થન આપતા તેના વિશેની કોઈપણ માહિતીને નકારી છે.

રમણ સિંહ માટે રસ્તો બંધ?

દેખીતી રીતે કેટલાક એવા તત્વો છે જે છત્તીસગઢના સંકટને વેગ આપી રહ્યા છે. છત્તીસગઢમાં પરિવર્તનને લઈને રાહુલ ગાંધીના નજીકના સહયોગી તેમજ ખાણ ક્ષેત્રમાં રસ ધરાવતા લોકો તરફ આંગળીઓ ચીંધવામાં આવી રહી છે. રસપ્રદ વાત એ છે કે, એક જાણીતા અંગ્રેજી સમાચાર પત્રના અહેવાલમાં જણાવાયું છે કે ભાજપ છત્તીસગઢમાં ઓબીસી કાર્ડ રમવા માટે નવેસરથી કામ કરી રહ્યું છે. જેનો અર્થ છે કે ‘રમણ સિંહ માટે રસ્તો બંધ થઈ ગયો છે’.

કોંગ્રેસ પહેલેથી જ પંજાબ અને રાજસ્થાનમાં પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે પ્રયાસ કરી રહ્યું છે, તેથી મોટો પ્રશ્ન એ છે કે શું છત્તીસગઢનો પ્રશ્ન આ સમયે ઉકેલવોએ ગાંધી પરિવાર માટે રાજકીય રીતે યોગ્ય નિર્ણય હશે?

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment