Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeલાઇફ સ્ટાઇલભાડા કરાર પર હસ્તાક્ષર કરી રહ્યા છો, આ 5 બાબતો ધ્યાનમાં રાખો

ભાડા કરાર પર હસ્તાક્ષર કરી રહ્યા છો, આ 5 બાબતો ધ્યાનમાં રાખો

Rent Agreement: Keep These All Thing Checked Before Doing Rent Deed
Share Now

નવી દિલ્હી : ધંધા-રોજગાર માટે લોકો પોતાના વતનથી દૂર શહેરોમાં રહેતા હોય છે. શહેરમાં મોટો વર્ગ એવો હોય છે જેઓ ભાડાના મકાન (Rented House)માં રહી પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. ત્યારે ભાડેથી મકાન લેતા પહેલા ભાડાનો કરાર (Rent Agreement)કરવો પડે છે. નિષ્ણાતોની સલાહ હોય છે કે, ભાડા પર મકાન લેતા પહેલા ભાડા કરાર કરાવવો જ જોઈએ. પરંતુ ભાડા કરાર પર હસ્તાક્ષર કરતા પહેલા તેને કાળજીપૂર્વક વાંચો. ભાડા કરારમાં સુવિધાના ચાર્જ, ભાડામાં વધારા અને અન્ય ચુકવણીઓ વિશે લખવું જરૂરી છે. ચાલો 5 બાબતો જાણીએ જે ભાડા કરાર પર સાઈન કરતા પહેલા ધ્યાનમાં રાખવી જોઈએ.

Rent Agreement માટે જરૂરી બાબતો………….

ભાડુ ક્યારે વધશે?

ભાડા કરાર કરાવતા પહેલા સૌ પ્રથમ તમે દર મહિને કેટલું ભાડું ચૂકવશો તે નક્કી કરો. દર વર્ષે ભાડુ કેટલું વધશે? જો દસ્તાવેજમાં વાર્ષિક વૃદ્ધિનો ઉલ્લેખ નથી અને મકાનમાલિક આવતા કેટલાક મહિનામાં તેના વિશે નિર્ણય લેશે, તો તમારા માટે આ એક સારી સોદાબાજી કરવાની તક હશે. સામાન્ય રીતે દર વર્ષે ઘર ભાડામાં 10% વધારો થાય છે. જો તમને તે યોગ્ય લાગતું હોય તો તમે સંમત થઈ શકો છો. ભાડા કરાર(Rent Agreement) દર 11 મહિના પછી નવીકરણ થાય છે. જો કરાર 11 મહિનાથી વધુ સમય માટે હોય તો તે રજીસ્ટર થવું આવશ્યક છે. સિક્યુરિટી ડિપોઝિટ આપવી અને ઘર ખાલી કરવાના કિસ્સામાં તે પરત લેવાની કાર્યવાહી વિશે પણ તમારે જાણવું પડશે. આ દસ્તાવેજમાં, ભાડા કરાર રદ કરવાની શરત અને નોટિસ પીરિયડનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હોય છે. જો તમે તેમાં ભાડા (રોકડ, ચેક અથવા એનઇએફટી / આરટીજીએસ / આઇએમપીએસ) ની ચુકવણીની રીત વિશે પણ લખો તો સારું રહેશે. એટલું કરવાથી ભાડે મકાન રાખ્યા પછી ઘણા કિસ્સમાં થતા વિવાદથી તમે બચી શકશો.

rent agreement: ​5 checkpoints for rent agreement

ભાડુ મોડુ થાય તો શું થાય?

કરારમાં ભાડાની ચુકવણીની તારીખનો સ્પષ્ટ ઉલ્લેખ કરવો જોઈએ. જો કરારમાં કોઈ દંડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તો તમારે સમયસર ભાડુ ભરવાનો પ્રયાસ કરવો જોઈએ. આ ઉપરાંત, તમારે વીજળી, પાણીનું બિલ, હાઉસ ટેક્સ વગેરે વિશે પણ તપાસ કરી ખાતરી કરો કે તમે જે ચાર્જ ચૂકવી રહ્યા છો તેનો કરારમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અગાઉના મેન્ટેનન્સ ચાર્જ કેટલા હતા અને અગાઉના ભાડૂતએ તમામ બીલો ક્લિયર કરી નાખ્યા છે તે ચકાસી લો. મકાનમાં સ્થળાંતર કરતા પહેલા, મકાનમાલિકને મળી પાછલા બાકી લેણાંની માહિતી એકત્રિત કરો.

આ પણ વાંચો : ભારતીય ચલણી નોટ પર ગાંધીજીની તસવીર પહેલી વાર ક્યારે છપાઈ? ક્યાં-ક્યારે ક્લિક થયો હતો આ ફોટો ? 

ભાડા કરાર કરતા પહેલા ઘરમાં શું તપાસવું?

ઘણા લોકો ઘર ભાડે રાખતા પહેલા નાની વસ્તુઓ તરફ ધ્યાન આપતા નથી, પરંતુ તે તપાસવું જરૂરી છે. દિવાલ, ફ્લોર, પેઇન્ટ, વિદ્યુત વસ્તુઓ વગેરે તપાસવાની સાથે રસોડું, બાથરૂમ ફિટિંગ યોગ્ય સ્થિતિમાં છે કે નહીં તે પણ ચકાસી લો. જો કંઇપણ ખરાબ છે તો મકાનમાલિકને ચોક્કસપણે તેના વિશે કહો. એ જ રીતે જો તમે સ્થળાંતર કરો છો તો તે પહેલા તેને ઇન્સ્ટોલ કરો અથવા સમારકામ કરાવો.

5 terms and conditions one must have to check in rent agreement

જો મકાનમાં સમારકામ અને જાળવણી જરૂરી છે, તો પછી કોનો ખર્ચ થશે?

ભાડા કરાર(Rent Agreement)માં ઘર અને પેઇન્ટ વગેરેની નિયમિત જાળવણી માટે કોણ જવાબદાર છે, તેનો ઉલ્લેખ પણ હોવો જોઈએ. એકવાર ઘર શિફ્ટ થઈ જાય, પછી તેના પર કોઈ વિવાદ હોવો જોઈએ નહીં, તેથી તેને અગાઉથી સ્પષ્ટ રાખો. તેમાં જૂની ઇલેક્ટ્રિકલ વાયરિંગથી લઈને  કિચન ચીમની સુધીની ઘણી વસ્તુઓ શામેલ છે. તે પણ તપાસો કે જો કોઈ અકસ્માત થાય છે, તો તે કિસ્સામાં ઘરને થતાં નુકસાનની ભરપાઇ કોણ કરશે. કરારમાં તેનો સ્પષ્ટ ઉલ્લેખ હોવો જોઈએ કે કેવા પ્રકારના નુકસાન માટે કોણ જવાબદાર છે. તે પણ તપાસો કે રિપેર ખર્ચ ભાડામાં કાપવામાં આવશે અથવા મકાનમાલિક તમને તે ચૂકવશે.

Rent agreement: Format, sample, registration process, terms & conditions

અન્ય નિયમો અને શરતોનું પણ ધ્યાન રાખવું પડશે?

ભાડા કરારમાં અન્ય નિયમો અને શરતોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હોય છે. તેથી, ભાડા કરારને કાળજીપૂર્વક વાંચી તપાસો. ઘણા મકાનમાલિકો ભાડા કરારમાં પાળતુ પ્રાણી રાખવા અથવા નોન-વેજ ખાવાની તેમજ સોસાયટીમાં મોડેથી આગમન પર પ્રતિબંધોનો પણ ઉલ્લેખ કરે છે, જે ચોક્કસ ચકાસી લેવું. એ પણ ધ્યાનમાં રાખો કે તમે જે મકાન ભાડે રાખી રહ્યા છો તે ઘરના મકાનમાલિક દ્વારા જ ભાડા કરાર કરવામાં આવી રહ્યો છે કે તેમાં કોઈ અન્ય શામેલ છે.  આ સાથે જ ભાડા કરારમાં તે પણ લખવું જોઈએ કે જો મકાનમાલિક કરારના સમયગાળાની મધ્યમાં મકાન ખાલી કરવાનું કહેશે, તો પ્રક્રિયા શું હશે.

આ પણ વાંચો : દલાલ સ્ટ્રીટમાં તેજીનો અવિરત પ્રવાહ: સેન્સેક-નિફટી નવા ઓલટાઈમ હાઈ પર

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment