વડાપ્રધાને મોદી (PM Modi)એ આજે રાષ્ટ્ર જોગ સંબોધન કરતા આજે શુક્રવારે કૃષિ કાયદા (Agricultural laws)ઓને પરત ખેંચવાની જાહેરાત કરી છે. આ સાથે પીએમ મોદીએ આંદોલનકારી ખેડૂતો (Farmer)ને ખેતરમાં પરત ફરવાની અપીલ કરી છે. આ તમામ વચ્ચે પણ ખેડૂતો પરત ફરવાના મુડમાં નથી.
Three agricultural laws ને રદ કરવાની જાહેરાત કર્યા બાદ પણ ખેડૂતો અડગ
આજે વડાપ્રધાન મોદીએ ત્રણ કૃષિ કાયદાને રદ કરવાની જાહેરાત કર્યા બાદ પણ આંદોલનકારી ખેડૂતો લડી લેવાના મુડમાં છે અને પોતાના પર અડગ છે. આંદોલનકારી ખેડૂત નેતા રાકેશ ટિકૈતે (Rakesh Tikait)કહ્યુ છે કે, આંદોલન (Movement)તુરંત પરત નહીં ખેંચાય. આ આંદોલન ત્યારે જ સમાપ્ત થશે જ્યારે ત્રણ કૃષિ કાયદાને સંસદમાં રદ કરવામાં આવે.
આ પણ વાંચો: મોદી સરકારે ખેડૂતો સામે ઝુકવુ પડ્યુ! પહેલા જમીન સંપાદન અને હવે ત્રણ કૃષિ કાયદા પરત લેવાની જાહેરાત
Three agricultural laws પદ કરવામાં આ પ્રક્રિયામાંથી પસાર થવુ પડશે
- પ્રસ્તાવ મોકલવો- જે કાયદાને રદ કરવામાં આવે છે, તેનાથી સંબંધિત એક પ્રસ્તાવ તૈયાર કરવામાં આવે છે અને તે કાયદા મંત્રાલયને મોકલવામાં આવે છે.
- સ્ક્રૂટની- કાયદા મંત્રાલય પ્રસ્તાવનું અધ્યયન કરે છે અને તમામ કાયદાકીય પાસાઓની તપાસ કરે છે.
- પ્રસ્તાવ સદનમાં રજૂ કરવો- જે મંત્રાલય સંબંધિત કાયદો છે. તેના તરફથી તેને પરત લેવા સંબંધિત બિલ સદનમાં રજૂ કરવામાં આવે છે.
- ચર્ચા પર મતદાન- બિલ પર સદનમાં ચર્ચા અને વિચારણા કર્યા બાદ મતદાન કરાવામાં આવે છે. જો કાયદો પરત લેવાના સમર્થનમાં વધારે મત પડે તો, કાયદો લેવામાં આવે છે.
- ગેજેટ- જો સદનમાં પ્રસ્તાવ પસાર થઈ જાય છે, તો રાષ્ટ્રપતિની મંજૂરી દ્વારા કાયદો રદ કરવાનું નોટિફિકેશન જાહેર કરવામાં આવે છે.
ખેડૂતે બનાવ્યું આધુનિક મશીન જુઓ વીડિયો
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4