Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeન્યૂઝATMમાં જો પૈસા નહિ હોય તો બેન્કને લાદવામાં આવશે દંડ, RBIએ કરી જાહેરાત

ATMમાં જો પૈસા નહિ હોય તો બેન્કને લાદવામાં આવશે દંડ, RBIએ કરી જાહેરાત

Share Now

અત્યારે ડીજીટલ જમાનો છે. લગભગ બધી જગ્યાએ લોકો ઓનલાઈન પેમેન્ટનો જ વધારેમાં વધારે ઉપયોગ કરે છે. ત્યારે હજુ પણ એવી ઘણી જગ્યાઓ છે, જ્યાં કેશમાં જ પેમેન્ટ કરતા હોય છે. ત્યારે એવા સમયે તાત્કાલિક ATM મશીનમાંથી પૈસા કાઢવા જવા પડે છે. ત્યારે ઘણી વાર એવું બને છે કે બે ત્રણ ATMમાં જવા છતાં એક પણ જગ્યાએ પૈસા જ નથી હોતા. ત્યારે ખુબ ગુસ્સો આવે છે. તો હવે RBI (Reserve Bank of India) દ્વારા નવો નિયમ બહાર પાડવામાં આવ્યો છે. જેમાં જો ATM મશીનમાં પૈસા નહિ હોય, તો તે બેન્કને દંડ ચૂકવવો પડશે. 

  • ATMમાં જો પૈસા નહિ હોય તો બેન્કને દંડ લાદવામાં આવશે
  • રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જાહેરાત
  • 10 કલાકથી વધારે સમય સુધી કેશ ઉપલબ્ધ નહીં હોય તો દંડને પાત્ર
  • લોકોને પર્યાપ્ત પૈસા મળી શકે, તે માટે નિર્ણય 

Reserve Bank of India

RBI (RBI Reserve Bank of India)નો નવો નિર્ણય

આ નિયમ 1 ઓક્ટોબર 2021થી લાગુ પાડવામાં આવશે. જેમાં જે તે બેંકના ATMમાં જો પૈસા નહિ હોય તો એ બેન્કને દંડ લાદવામાં આવશે, તેવો નિર્ણય RBI (RBI Reserve Bank of India) દ્વારા લેવામાં આવ્યો છે. આ માટે બેન્કને 10 કલાક સુધીનો સમય પણ આપવામાં આવશે. જો તેનાથી વધારે સમય સુધી કેશ ઉપલબ્ધ નહિ હોય ATMમાં તો એ બેન્કને દંડ લાદવામાં આવી શકે છે.

રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI Reserve Bank of India) દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે, જેમાં તેમણે કહ્યું હતું કે આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે, કે ATM દ્વારા લોકોને જયારે જરૂર હોય ત્યારે પર્યાપ્ત પૈસા મળી શકે. કેટલીક બેંક ATMમાં કેશ નાખવા માટે કંપનીઓની સેવા લે છે. આવા કિસ્સામાં બેંકોને દંડ ચૂકવવો પડશે. તેના બદલે બેંક તે વ્હાઈટ લેબલ ATM કંપની પાસેથી દંડની ભરપાઈ કરી શકે છે.

આ પણ વાંચો: “દેશ માટે એક દિવસ મેડલ લાવીને જ રહીશ…” : દિવ્યાંગ “રઈશ

જો પૈસા ATMમાં નહિ હોય અને પૈસા કાઢતી વખતે ટ્રાન્ઝેક્શન ફેલ થશે તો બેંક એ, ખાતાધારકો પાસેથી દંડની રકમ તરીકે 20 રૂપિયા અને સાથે જ GST અલગથી વસૂલે છે. જેને અટકાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment