Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 7.
Homeન્યૂઝજળાશયોમાં પાણી ખૂટ્યા

જળાશયોમાં પાણી ખૂટ્યા

Hiran-2 Dam
Share Now

પાણીના સાંસા પડવાની ભીતિ

વાવાઝોડું આવ્યા બાદ ચોમાસું વહેલું શરુ થશે તેવું લોકો માની રહ્યા હતા. જો કે, શરૂઆતમાં થોડો ઘણો વરસાદ પડ્યો પણ ખરો. પણ બાદમાં વરસાદ ખેંચાયો..વધુ ખેંચાયો…અને હવે તો સૌરાષ્ટ્રમાં દુકાળ પડવાની સંભાવનાઓ વધી રહી છે. ત્યારે લોકો ચિંતામાં પડ્યા છે. ખેતી માટે તો ઠીક અમુક વિસ્તારોમાં તો પીવાના પાણી માટે પણ સાંસા પડે તેવી ભીતિ છે. 

Hiran-2 Dam

ગીર સોમનાથનો હિરણ-2 ડેમ તળિયા જાટક 

વરસાદ ખેંચાતા સૌરાષ્ટ્રભરના જળાશયો ખાલીખમ થઇ રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લાની જીવાદોરી સમાન હિરણ – 2 ડેમ તળિયા જાટક થઇ ગયો છે. ગત વર્ષે જુલાઈ માસમાં તો ડેમ છલોછલ થઇ ગયો હતો જયારે આ વર્ષે ઓગસ્ટ આવ્યો છતાં ડેમ હજુ ખાલીખમ છે. જિલ્લાના સૌથી મોટા અને મુખ્ય જળાશય હિરણ – 2 માંથી સાત સંસ્થાઓને પીવાનું પાણી પુરુ પાડવામાં આવે છે. ત્યારે જો વરસાદ નહીં થાય તો જળસંકટ તોળાવાની ભિતી હાલ સમગ્ર જીલ્લામાં વર્તાઈ રહી છે. સત્તાવાર રીતે અત્યારે ભર ચોમાસા બાદ સરવડાંનો સમય છે. આ સમયે નદી-નાળાં બે કાંઠે વહેતા હોવા જોઇએ. જેના બદલે હાલ જળાશયો ખાલીખમ છે. વેરાવળ અને સૂત્રાપાડાના લોકોને પીવાનું પાણી પૂરું પાડતો હિરણ- 2 ડેમ ચોમાસાની ઋતુ પચાસ ટકા પૂર્ણ થઈ ચૂકી ખાલીખમ છે.

Hiran-2 Dam

હિરણ સાત સંસ્થાને પૂરું પાડે છે પાણી 

ગીર સોમનાથ જિલ્લાના સૌથી મોટા અને મુખ્ય જળાશય હિરણ – 2 માંથી સાત સંસ્થાઓને પીવાનું પાણી પુરુ પાડે છે. જેમાં વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાને 3,00 એમજીડી, વેરાવળ જૂથ યોજનાને 2.00 એમજીડી, સુત્રાપાડા નગરપાલિકાને 0.18 એમજીડી, સોમનાથ ટ્રસ્ટને 0.15 એમજીડી, તાલાલા એજ્યુકેશન ટ્રસ્ટને 0.02 એમજીડી, ઈન્ડિયન રોયોન કંપનીને 0.50 એમજીડી અને જીએસસીએલ કંપની સુત્રાપાડાને એમજીડી 2.25 જેટલું પાણી પૂરું પાડવામાં આવે છે. વર્ષ 2012 માં આ ડેમ તળિયા જાટક થયો હતો અને હવે આઠ વર્ષ બાદ ફરી આ સ્થિતિ સર્જાઈ લોકો પાણી વગરની ભયંકર જિંદગીથી ડરી રહ્યા છે. સોમનાથ જિલ્લાની જીવાદોરી સમા જળાશયોમાં ગણત્રીના દિવસ ચાલે એટલું જ પાણી બચ્યું છે ત્યારે વેરાવળ સોમનાથ અને સુત્રાપાડાના નાગરિકો માથે જળસંકટ તોળાઈ રહ્યું છે.

Hiran-2 Dam

જુઓ આ વિડીયો : ભાદર તારા ખૂટતા પાણી

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment