Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝરેશ્મા પટેલે વધુ એક જાહેર નોટિસ પાઠવી, ભરતસિંહ પર લગાવ્યો આરોપ

રેશ્મા પટેલે વધુ એક જાહેર નોટિસ પાઠવી, ભરતસિંહ પર લગાવ્યો આરોપ

bharatsinh solanki,congress,news in gujarati
Share Now

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી અને તેમની પત્ની રેશ્મા પટેલ વચ્ચેનો વિવાદ હવે જગ જાહેર છે. થોડા સમય પહેલા ભરતસિંહ સોલંકી જાહેર નોટિસ પાઠવીને તેમની પત્ની સાથે તેમના નામથી કોઈ પણ વ્યવહાર ન કરવા જણાવ્યું હતું. અને ત્યારબાદ ભરતસિંહ સોલંકીના પત્નીએ પણ આ અંગે ખુલાસો કરતી જાહેર નોટિસ પાઠવી હતી. ત્યારે હવે રેશ્મા પટેલે ફરી એકવાર ભરતસિંહને લઈને જાહેર નોટીસ પાઠવી છે. તેમણે આ નોટીસમાં જણાવ્યું છે કે, ભરતસિંહ સોલંકીની સંપતિમાં પોતાનો ભાગ રહેલો છે.  એટલે કોઈએ ભરતસિંહની મિલકત ખરદવી નહીં. 

અન્ય વ્યક્તિઓના ખાતામાં 3 લાખ ડોલર જમા કરવ્યનો આરોપ 

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી અને તેમની પત્ની વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. અને તેને લઈને બંને પતિ પત્ની પોતપોતાનાં વકીલ દ્વારા જાહેર નોટિસ પણ પાઠવી હતી. ત્યારે હવે ભરતસિંહન પત્નીએ આજે વધુ એક નોટિસ પાઠવી છે. જેમાં તેમણે ભરતસિંહની મિલકતમાં પોતાનો ભાગ છે જેથી કોઈ પણ વ્યક્તિએ ભરતસિંહ પાસેથી મિલકત ખરીદવી નહીં તેમ જણાવ્યું છે. વધુમાં તેમણે નોટિસમાં ભરતસિંહ પર આરોપ મૂક્યો છે કે તેમણે મનીષાબેન અને અન્ય વ્યક્તિઓના ખાતામાં 3 લાખ ડોલર જમા કરાવ્યા છે. 

bharatsinh solanki,reshma patel,congress,news in gujarati

આ પણ વાંચો:કોરોનાને લઈને કેન્દ્રએ રાજ્યોને આપી ચેતવણી

ભરતસિંહે ઘરમાંથી કાઢી મૂકતાં રેશ્મા પટેલ અમેરિકા જતાં રહ્યા  

રેશ્માપટેલે નોટિસમાં લખ્યું છે કે ભરતસિંહે મને અચાનક ઘરમાંથી બહાર કાઢી મૂકતાં મારી પાસે કોઈ આશરો નહોતો રહ્યો. અને એટલે હું અમેરિકા આવતી રહી છું. પરંતુ તેમની તમામ મિલકતમાં મત્રો ભાગ રહેલ છે. માટે જે પણ વ્યક્તિઓના ખાતામાં ભરતસિંહે નાણાં નાખ્યા હોય તે લોકો તમામ નાણાં પરત કરી દે અને કોઈ પણ વ્યક્તિ ભરતયસિંહ પાસેથી મિલકત ન ખરીદે તેવું પણ જણાવ્યું છે. 

છૂટાછેડા માટે કરે છે દબાણ 

તમને જણાવી દઈએ કે, રેશમ પટેલે આગાઉ વકીલ મારફતે એક જાહેર નોટિસ પાઠવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે ભરતસિંહ જ્યારે કોરોના સંક્રમિત થયા હતા ત્યારે મે તેમની સેવ ચાકરી કરી હતી. પરંતુ કોરોનાથી સાજા થયા બાદ તેમના સ્વભાવમાં બદલાવ આવી ગયો છે. અને હવે તેઓ છૂટાછેડા લેવા માટે દબાણ કરી રહ્યા છે. તેઓ પોતાના રાજકીય હોદ્દાનો દુરુપયોગ કરી રહ્યા છે. 

bharatsinh solanki,reshma patel,congress,news in gujarati

રેશ્મા પટેલ ભરતસિંહના બીજા પત્ની

ભરતસિંહ સોલંકીએ(BHARATSINH SOLANKI) તેમના પત્ની રેશ્મા પટેલ વિરુદ્ધ જાહેર નોટિસ પાઠવી છે. ત્યારે તમને જણાવી દઈએ કે, રેશ્મા પટેલ ભરતસિંહ સોલંકીના બીજા પત્ની છે. ભરતસિંહ સોલંકીએ તેમની પહેલી પત્નીને છૂટાછેડા આપ્યા બાદ બીજા લગ્ન કર્યા હતા. આમ, રેશ્મા પટેલ તેમના બીજા પત્ની છે. 

 ઉલ્લેખનીય છે કે,કોંગ્રેસના દિગ્ગજ નેતા અને કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી અને તેમની પત્ની રેશ્મા પટેલ વચ્ચેનો વિવાદ હવે જગ જાહેર છે. થોડા સમય પહેલા ભરતસિંહ સોલંકી જાહેર નોટિસ પાઠવીને તેમની પત્ની સાથે તેમના નામથી કોઈ પણ વ્યવહાર ન કરવા જણાવ્યું હતું. અને ત્યારબાદ ભરતસિંહ સોલંકીના પત્નીએ પણ આ અંગે ખુલાસો કરતી જાહેર નોટિસ પાઠવી હતી. ત્યારે હવે રેશ્મા પટેલે ફરી એકવાર ભરતસિંહને લઈને જાહેર નોટીસ પાઠવી છે. તેમણે આ નોટીસમાં જણાવ્યું છે કે, ભરતસિંહ સોલંકીની સંપતિમાં પોતાનો ભાગ રહેલો છે.  એટલે કોઈએ ભરતસિંહની મિલકત ખરદવી નહીં. 

No comments

leave a comment