Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / May 18.
Homeન્યૂઝભરતસિંહની નોટિસ અંગે રેશ્મા પટેલે કર્યો મોટો ખુલાસો

ભરતસિંહની નોટિસ અંગે રેશ્મા પટેલે કર્યો મોટો ખુલાસો

BHARATSINH SOLANKI, BHARAT SOLANKI, RESHMA PATEL, GUJARAT NEWS
Share Now

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી(BHARATSINH SOLANKI) છેલ્લા બે દિવસથી ચર્ચામાં છે. આ વખતે તેઓ રાજકારણને લઈને નહીં પરંતુ પોતાના ફેમિલી મેટરને લઈને ચર્ચામાં છે. ભરતસિંહે ગઈ કાલે 13 જુલાઇના રોજ વકીલ મારફતે તેમની પત્ની રેશ્મા પટેલને જાહેર નોટિસ મોકલી હતી. જેમાં તેમણે સ્પષ્ટ પેન કહ્યું હતું કે મારી પત્ની મારા કહ્યામાં નથી. અને મારા નામથી મારી પત્ની સાથે કોઈ પણ પ્રકારનો નાણાકીય વ્યવહાર કરવો નહીં. ત્યારે આજે ભરતસિંહની પત્નીએ પોતાના વકીલ મારફતે આ નોટિસ અંગે ખુલાસો કર્યો છે.

ભરતસિંહ રાજકારણના હોદ્દાનો દૂરપયોગ કરે છે 

ભરતસિંહ સોલંકીએ તેમની પત્ની રેશમ પટેલને મોકલેલી નોટિસ અંગે રેશ્મા પટેલે પોતાના વકીલ નિખિલ જોશી મારફતે મોટો ખુલાસો કર્યો છે. ભરતસિંહની નોટિસ અંગે ખુલાસો કરતાં તેમની પત્ની કહ્યું છે કે, ભરતસિંહ જ્યારે કોવિડ પોજીટીવ થયા હતા ત્યારે મે તેમની સેવા કરી કરી હતી. અને તેમને નવું જીવન આપ્યું છે. અને કોરોનાથી સાજા થયા બાદ તેમનું વર્તન બદલાઈ ગયું છે. વધુમાં રેશમ પટેલના વકીલે કહ્યું છે કે, ભરતસિંહ તેમના પત્ની રેશ્મા પટેલ સાથે ગેરવર્તન કરતાં હતા. તેમણે તેમની પત્નીને પહરેલ કપડેજ ઘરમાંથી કાઢી મૂક્યા હતા. તેમજ રેશમ પટેલે ભરતસિંહ પર આક્ષેપ કરતાં વકીલ મારફતે કહ્યું છે કે તેઓ રાજકારણના હોદ્દાનો દુરુપયોગ કરી રહ્યા છે.

BHARATSINH SOLANKI, BHARAT SOLANKI, RESHMA PATEL, GUJARAT NEWS

PC- TWEETER

આ પણ વાંચો:સુરતના માર્શલ આર્ટિસ્ટએ દેશના BSF જવાનોને આપી ટ્રેનિંગ

છૂટાછેડા માટે કરે છે દબાણ 

ભરતસિંહની નોટિસ અંગે તેમની પત્ની રેશ્મા પટેલે વકીલ મારફતે મોટા ખૂલસાઓ કર્યા છે. તેમણે વકીલ મારફતે જણાવ્યું છે કે ભરતસિંહ તેમને  છૂટાછેડા માટે દબાણ કરી રહ્યા છે. તેમજ તેમણે જણાવ્યું છે કે ભરતસિંહે રેશ્મા પટેલને છૂટાછેડા માટે દબાણમાં લાવવા નોટીસ આપી છે. રેશમ પટેલના વકીલ નિખિલ જોશી જણાવ્યું હતું કે,  રેશ્મા પટેલ એક સારા પત્ની બનીને રહેવા માટે તૈયાર છે.  પરંતુ રેશ્મા પટેલને ખુબજ માનસીક ત્રાસ આપવામાં આવે છે. તેમજ ભરતસિંહ પર આક્ષેપ કરતાં કહ્યું કે  રેશમ પટેલને ઘરમાંથી કાઢવા માટે જુદી-જુદી વ્યક્તિઑ દ્વારા ધમકી આપવામાં આવે છે.  ભરતસિંહની નોટિસ અંગે ખુલાસો કરતાં રેશમ પટેલના વકીલે કહ્યું કે ભરતસિંહે મોકલેલ નોટિસ તદ્દન પાયા વિહોણી છે. તેમજ આક્ષેપ કરતાં કહ્યું કે ભરતસિંહે રેશમ પટેલ પર છુટાછેડાનું દબાણ લાવવા માટે થઈને નોટિસ મોકલી હતી. 

રેશ્મા પટેલ ભરતસિંહના બીજા પત્ની

ભરતસિંહ સોલંકીએ(BHARATSINH SOLANKI) તેમના પત્ની રેશ્મા પટેલ વિરુદ્ધ જાહેર નોટિસ પાઠવી છે. ત્યારે તમને જણાવી દઈએ કે, રેશ્મા પટેલ ભરતસિંહ સોલંકીના બીજા પત્ની છે. ભરતસિંહ સોલંકીએ તેમની પહેલી પત્નીને છૂટાછેડા આપ્યા બાદ બીજા લગ્ન કર્યા હતા. આમ, રેશ્મા પટેલ તેમના બીજા પત્ની છે. 

BHARATSINH SOLANKI, BHARAT SOLANKI, RESHMA PATEL, GUJARAT NEWSશું છે સમગ્ર બાબત?

ભરતસિંહ સોલંકીએ(Bharatsinh Solanki) ગઈ કાલે વકીલ દ્વારા તેમની પત્નીને એક જાહેર નોટિસ પાઠવી હતી.જેમાં ભરતસિંહ સોલંકીએ કહ્યું હતું કે, તેઓ છેલ્લા 4 વર્ષથી તેમની પત્ની રેશ્મા પટેલથી અલગ રહે છે. અને તેમના પત્ની કહ્યામાં રહ્યા નથી. જેથી મારી પત્ની  સાથે જે કોઈ પણ વ્યક્તિ નાણાકીય લેવડ દેવડ કરશે તો તેમાં મારી કોઈજ જવાબદારી રહેશે નહીં. તેમજ જો મારા નામનો ઉપયોગ કરીને કોઈપણ પ્રકારની લેવડ-દેવડ કરવામાં આવી તો તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વડહૂમઆ ભરતસિંહે કહ્યું હતું કે, મારી પત્ની સાથે સાથે મારે મનમેળ ન હોવાથી મી છૂટાછેડા લેવાની પણ વાત કરી હતી. પરંતુ તે છૂટાછેડા માટે સંમત નથી. અને મને ડર છે કે મારી પત્ની ભવિષ્યમાં મને કોઈ મોટું નુકશાન પહોંચાડશે. ત્યારે કોઈ રસ્તો ન બચતા મારે આ નોટિસ મોકલવી પડી છે. એમ ભરતસિંહે જણાવ્યું હતું.  

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment