Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / June 30.
Homeન્યૂઝદિવાળી પર સાવચેતીરૂપ જાહેરનામું બહાર પાડ્યું રાજકોટ પોલીસ કમિશ્નરે

દિવાળી પર સાવચેતીરૂપ જાહેરનામું બહાર પાડ્યું રાજકોટ પોલીસ કમિશ્નરે

RAJKOT POLICE COMMIOSIONR
Share Now

રાજકોટમાં તા.૧ નવેમ્બર – રાજકોટ શહેર પોલિસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલે તા.૩૧ નવેમ્બર સુધી રાજકોટ શહેર પોલીસ કમિશ્નરેટની હદ સુધીના વિસ્તારમાં નીચે મુજબના હુકમો જારી કર્યા છે. રાજકોટ શહેરમાં રાત્રીના ૧ વાગ્યાથી સવારના ૫ સુધી રહેવાસીઓએ પોતાના મકાનની બહાર નીકળવુ નહી. તેમજ જાહેર માર્ગ, રાજ માર્ગો, શેરીઓ ગલીઓમાં ઉભા રહેવુ નહી કે રખડવુ નહી. રાત્રિના ૨૪ કલાક સુધી દુકાનો, વાણિજિયક સંસ્થાઓ, ચાની લારીઓ, પાનના ગલ્‍લાઓ, શોપીંગ કોમ્પલેક્ષ, માર્કેટ યાર્ડ સહિતની વેપારીક ગતિવિધિ ખુલ્લા રાખી શકાશે.

રેસ્‍ટોરન્‍ટ રાત્રીના ૨૪ કલાક સુધી બેસવાની ક્ષમતાના મહતમ ૭૫ ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે

રેસ્‍ટોરન્‍ટ રાત્રીના ૨૪ કલાક સુધી બેસવાની ક્ષમતાના મહતમ ૭૫ ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. જયારે કે હોમ ડિલેવરીની સુવિધા રાત્રીના ૧૨ કલાક સુધી ચાલુ રાખી શકાશે. સિનેમા હોલ ૧૦૦ ટકાની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે .નૂતનવર્ષે સ્નેહ મિલન ખુલ્લામાં મહતમ ૪૦૦ વ્યકતિઓ પરંતુ બંધ સ્થળોમાં જગ્યાની ક્ષમતાના ૫૦ ટકા (૪૦૦ થી વધુ નહી) વ્યકિતઓ એકત્રિત થઇ શકશે.

આ પણ વાંચો : “નવાબ મલિકના અંડરવર્લ્ડ સાથે સંબંધો, દિવાળી પછી બોમ્બ ફોડીશ” – દેવેન્દ્ર ફડણવીસ

જાણો શું છે તહેવારની રાજકોટ પોલીસની ગાઇડલાઇન

-લગ્‍ન સમારંભમાં બંધ કે ખુલ્‍લી જગ્‍યામાં ૪૦૦ વ્‍યક્તિઓની મંજુરી રહેશે. લગ્‍ન માટે ડીજીટલ ગુજરાત પોર્ટલ પર નોંધણીની જોગવાઇ યથાવત રહેશે. અંતિમક્રિયા/દફનવિધી માટે મહતમ ૧૦૦ વ્‍યક્તિઓની મંજુરી રહેશે
-સમગ્ર જિલ્‍લામાં તમામ પ્રકારના રાજકિય, સામાજિક, ધાર્મિક, સાંસ્‍કૃતિક, શૈક્ષણિક કાર્યક્રમો મેળાવડાઓમાં ખુલ્લામાં મહતમ ૪૦૦ વ્યકતિઓ પરંતુ બંધ સ્થળોમાં જગ્યાની ક્ષમતાના ૫૦ ટકા (૪૦૦ થી વધુ નહી) વ્યકિતઓ એકત્રિત થઇ શકશે.
– જિલ્લામાં પ્રેક્ષકોની ઉપસ્‍થિતિ વગર સ્‍પોર્ટસ કોમ્‍પલેક્ષ/ સ્‍પોર્ટસ સ્‍ટેડીયમ/ સંકુલમાં રમગ ગમત ચાલુ રાખી શકાશે. વોટરપાર્ક, સ્વિમંગ પુલ ૭૫ ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. સ્પા સેન્ટરો સવારના ૯ થી રાત્રીના ૨૧ કલાક સુધી ચાલુ રાખી શકાશે.
– પબ્‍લિક તથા પ્રાઇવેટ નોન એસી બસ ટ્રાન્‍સપોર્ટ મહતમ ૧૦૦ ટકા પેસેન્‍જર કેપેસીટીમાં ચાલુ રહેશે. મુસાફરો ઉભા રહી બસ પ્રવાસ કરી શકશે નહીં. નોન એસી બસ ૭૫ ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. બસ સેવાઓને કર્ફયુમાંથી મુકિત અપાઇ છે. અન્ય રાજયોમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતા મુસાફરોને સબંધમાં આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ દ્વારા આપવામાં આવેલ સુચનાઓ લાગુ પડશે.
– વાચનાલયો, ઓડિટોરિયમ, મનોરંજક સ્થળો ૭૫ ટકાની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. જયારે કે શૈક્ષણિક સંસ્થાઓ શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી સુચનાઓને આધિન રહેશે.
– શાળા કોલેજ, અન્ય સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક/ભરતી અંગેની પરીક્ષાઓ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે યોજી શકશે.
-તમામે ફેસ કવર, માસ્‍ક અને સોશિયલ ડિસ્‍ટન્‍સીંગનું ચુસ્‍તપણે પાલન કરવું. ઉપરાંત કોવિડ-૧૯ અન્‍વયે કેન્‍દ્રીય ગૃહ મંત્રાલય / રાજય સરકારશ્રીના ગૃહ વિભાગના વખતો વખતના હુકમથી આપવામાં આવેલ આદેશો તથા માર્ગદર્શક સુચનાઓ આખરી રહેશે તેનો તમામે ચુસ્‍ત રીતે અમલ કરવાનો રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
– આવશ્‍યક સેવાઓને આ જોગવાઇ લાગુ પડશે નહી. આ હુકમ બિમાર, સગર્ભા, અશકત વ્યકિતઓને સારવાર માટે અવરજવરની છુટ રહેશે. એસટી, રેલ્વે કે એકસપોર્ટની મુસાફરી કરનારને ટિકિટ રજૂ કર્યે અવરજવર પર મુકિત મળશે. મેડિકલ, પેરામેડિકલ સ્ટોર્સ, શાકભાજી માર્કેટ, મસાલા દળવાની ઘંટી, મિડિયા વગેરેને આ હુકમમાંથી મુકિત મળશે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

 

 

No comments

leave a comment