લખીમપુર ખેરી હિંસા કેસમાં સુપ્રીમ કોર્ટમાં આજે ફરી સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન, ઉત્તર પ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે આ કેસની તપાસ માટેકોર્ટને યોગ્ય લાગે તે રીતે SITની નિમણૂક કરી શકે છે. જેના પર સુપ્રીમ કોર્ટે સુનાવણી બુધવાર સુધી ટાળી દીધી છે. સુપ્રીમ કોર્ટ 17 નવેમ્બર (બુધવાર)ના રોજ આ મામલે નિષ્પક્ષ તપાસ માટે નિવૃત્ત જજની નિમણૂક પર આદેશ આપશે. ઉત્તર પ્રદેશ સરકાર કેસની તપાસની દેખરેખ માટે રાજ્યની બહારના હાઇકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશની નિમણૂક કરવા સંમત થઈ છે.
કોઈપણ હાઈકોર્ટના પૂર્વ જજની નિમણૂક થઈ શકે છે
રાજ્ય સરકાર વતી હરીશ સાલ્વેએ કોર્ટમાં કહ્યું કે કોઈપણ હાઈકોર્ટના જજ એ જજ જ હોય છે. આવી સ્થિતિમાં કોઈપણ હાઈકોર્ટના પૂર્વ જજની નિમણૂક થઈ શકે છે. સુપ્રીમ કોર્ટે આ માટે સંમતિ આપી હતી. કોર્ટે મંગળવાર સુધીનો સમય માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે અગાઉ રાજ્યને હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશની નિમણૂક કરવાનો નિર્દેશ આપ્યો હતો અને ન્યાયમૂર્તિ રાકેશ કુમાર જૈન, રણજીત સિંહના નામ સૂચવ્યા હતા. સુપ્રીમ કોર્ટે રાજ્યના કેટલાક વરિષ્ઠ પોલીસ અધિકારીઓને પણ SITમાં સામેલ કરવા જણાવ્યું હતું.
Lakhimpur Kheri case: Uttar Pradesh government agrees to appoint of a former High Court judge from outside the State to oversee the probe into the case
SC had earlier directed State to appoint an ex- HC judge, and suggested names of Justices Rakesh Kumar Jain, Ranjit Singh.
— ANI UP (@ANINewsUP) November 15, 2021
આ પણ વાંચો:મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા
સાક્ષીઓની સુરક્ષા સૌથી મહત્વપૂર્ણઃ સુપ્રીમ કોર્ટ
છેલ્લી સુનાવણીમાં CJIએ કહ્યું હતું કે ત્યાં એકઠી થયેલી ભીડમાં ઘણા લોકો યોગ્ય રીતે માહિતી આપતાં સંકોચાશે. મજબૂત સાક્ષીઓની ઓળખ જરૂરી છે. શું કોઈ સાક્ષી ઘાયલ છે? ઝડપથી વિડિયો ટેસ્ટ કરાવો. નહિ તો અમારે લેબને સૂચના આપવી પડશે. આ કેસમાં, સાક્ષીઓની સુરક્ષા સર્વોચ્ચ મહત્વ ધરાવે છે. અમે સાક્ષીઓને રક્ષણનું નિર્દેશ કરીએ છીએ. મેજિસ્ટ્રેટ સમક્ષ તમામ સાક્ષીઓના નિવેદન નોંધવા જોઈએ.
ઉલ્લેખનીય છે કે, લખીમપુર ખેરી હિંસા કેસમાં સુપ્રીમ કોર્ટમાં આજે ફરી સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન, ઉત્તર પ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે આ કેસની તપાસ માટેકોર્ટને યોગ્ય લાગે તે રીતે SITની નિમણૂક કરી શકે છે. જેના પર સુપ્રીમ કોર્ટે સુનાવણી બુધવાર સુધી ટાળી દીધી છે. સુપ્રીમ કોર્ટ 17 નવેમ્બર (બુધવાર)ના રોજ આ મામલે નિષ્પક્ષ તપાસ માટે નિવૃત્ત જજની નિમણૂક પર આદેશ આપશે. ઉત્તર પ્રદેશ સરકાર કેસની તપાસની દેખરેખ માટે રાજ્યની બહારના હાઇકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશની નિમણૂક કરવા સંમત થઈ છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4