Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 29.
Homeન્યૂઝતેલંગાણા કોંગ્રેસ પ્રમુખે શશી થરૂરની માફી શું કામે માંગવી પડી?

તેલંગાણા કોંગ્રેસ પ્રમુખે શશી થરૂરની માફી શું કામે માંગવી પડી?

Shashi Tharoor
Share Now

તેલંગાણા (Telangana)પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ રેવંથ રેડ્ડી (Revanth Reddy)એ દિગ્ગજ નેતા શશિ થરૂર (Shashi Tharoor)વિરૂદ્ધ કરેલી અપમાનજનક ટિપ્પણીને લઇને માફી માગી છે. રેડ્ડીએ પોતાની જ પાર્ટીના સીનિયર નેતા શશિ થરૂરને ગધેડો (Donkey)કહ્યો હતો અને તેની પાર્ટીમાંથી કાઢી નાખવાની વાત કહી હતી. ત્યારબાદ રેડ્ડીની અપમાનજનક ટિપ્પણીના મીડિયા રિપોર્ટને લઇને કોંગ્રેસના કેટલાક નેતાઓએ નારાજગી દર્શાવી હતી. આ તમામ બાદ રેડ્ડીએ શશી થરૂરની માફી માગી હતી.

કોંગ્રેસ પ્રમુખે શશિ થરૂર (Shashi Tharoor)ની માફી માગી

મલ્કાગિરી સાંસદ રેવંથ રેડ્ડી (Revanth Reddy)એ ફોન પર શશિ થરૂરની માફી માગી છે. રેડ્ડીએ ટ્વિટ કરી કહ્યું કે, મે શશી  થરૂર જી સાથે વાતચીત કરી એ જણાવ્યું કે, હું મારુ નિવેદન પરત લઇ રહ્યો છું અને પુનરાવર્તન કરુ છુ કે હું અમારા દિગ્ગજ નેતાને સર્વોચ્ચ સમ્માન આપુ છું. તેને શશૂ થરૂરને તેના શબ્દોથી પહોંચેલી કોઇ પણ પ્રકારની નારાજગીને લઇને ખેદ વ્યક્ત કર્યો છે.

આ પણ વાંચો: યુવા નેતાઓની નવી ટીમ તૈયાર કરી રહ્યા છે રાહુલ ગાંધી, કન્હૈયા કુમાર જોડાઈ શકે છે કોંગ્રેસમાં

શશિ થરૂરે આપ્યો ટ્વિટનો જવાબ

બાદમાં ટ્વિટનો જવાબ આપતા તિરૂવનંતપુરમથી સાંસદ શશિ થરૂરે ટ્વિટર પર કહ્યું કે, મને રેવંથ રેડ્ડીએ ફોન કરી જે કહ્યું હતુ, તેના માટે માફી માગી છે. હું તેમના ખેદની અભિવ્યક્તિનો સ્વિકાર કરુ છું અને આવા કમનસિબી મુદ્દાને પાછળ છોડતા ખુશ છું.

શું હતો સમગ્ર મામલો

હકીકતમાં ગત્ત દિવસોમાં રેડ્ડીએ શશિ થરૂરને ગધેડો કહ્યું હતુ અને તેને પાર્ટીમાંથી નિકાળવા અંગેની વાત કહી હતી. હૈદરાબાદમાં એક બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના આરોપીની ધરપકડને લઇને ખોટી ટ્વિટ પોસ્ટ કરવા મામલે તેલંગણા (Telangana)ના આઇટી મંત્રી કેટી રામારાવ (K. T. Rama Rao)પર આકરો પ્રહાર કરતા પીસીસી પ્રમુખ રેડ્ડીએ કહ્યું હતુ કે, જેને આઇટી મંત્રીની પ્રશંસા કરી છે તેને પણ રાજ્યની સ્થિતિની જાણ હોવી જોઇએ. મંત્રીના ખોટા ટ્વિટમાં એ ગધેડા (Donkey)ને પણ ટેગ કરવાની જરૂર હતી. જો બંને એક બીજા અંગ્રેજીમાં વાત કરે છે, તો તેનાથી અહીં કોઇ ફર્ક નહીં પડે.

શશિ થરૂર (Shashi Tharoor)વિરૂદ્ધ કરેલી ટિપ્પણી પરત લેવા આ નેતાએ વિનંતી કરી

રેડ્ડીએ કહ્યું હતુ કે, તેઓએ આગળ કહ્યું હતુ કે ભાષા જ્ઞાન નથી, પરંતુ માત્ર એક સંચાર કૌશલ છે અને તેઓએ કહ્યું હતુ કે તે આશા રાખે છે કે શશિ થરૂરને પાર્ટીમાંથી કાઢી નાખવામાં આવશે કારણ કે તે પાર્ટી માટે બોજ સાબિત થઇ રહ્યાં છે. આ તકે મનીષ તિવારી (Manish Tiwari)એ પણ સવાલ ઉઠાવ્યો હતો કે ડિયર રેવંથ રેડ્ડી, શશિ થરૂર તમારા અને મારા એક મૂલ્યવાન સાથીદાર છે. તેના કથિત નિવેદન વિશે તમને થોડી શંકા હોય તો સારું. તમે જે કહ્યું તે અયોગ્ય છે. તમારા શબ્દો પરત લેવા વિનંતી.

મંત્રીઓની શપથવિધિ જુઓ વીડિયો દ્વારા:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment