Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 29.
Homeન્યૂઝકેસર કેરીના સાત હજાર બોક્સની આવક

કેસર કેરીના સાત હજાર બોક્સની આવક

Talala photo
Share Now

ગીરનું હિર કહેવાતી વિશ્વ પ્રસિદ્ધ કેસર કેરીની આજથી વિધિવત બજારમાં એન્ટ્રી થઇ છે. તાલાલા માર્કેટિંગ યાર્ડ ખાતે હરાજીનો પ્રારંભ થયો છે. જો કે, કોરોના કહેરની કેસર કેરીને પણ માઠી અસર થઈ છે. કેસર કેરીની હરાજીમાં જિલ્લા બહારના વેપારીઓની ખરીદી માટે પાંખી હાજરી જોવા મળી રહી છે. જેનો 10 કી.લો.ના બોક્સના ૪૦૦ થી ૭૦૦ સુધીનો ભાવ અત્યારે બોલાઈ રહ્યો છે. પ્રથમ દિવસે પાંચથી સાત હજાર બોક્સની આવક થવા પામી છે.

Talala yard photo

દેશ અને દુનિયામાં કેરી રસિકોની પહેલી પસંદ બનેલી કેસર કેરીની આખરે શાનદાર એન્ટ્રી થઇ ચુકી છે. ગયા વર્ષે લોકડાઉન અને આ વર્ષે કમોસમી વરસાદના કારણે કેરીના રસિયાઓમાં નિરાશા છવાઈ હતી તો, કેરીનું ઉત્પાદન કરતા ખેડૂતોને પણ કેરીના પાકમાં અનેક ગણું નુકસાન થયું છે. તાલાલા મેંગો માર્કેટ એક વર્ષ પછી કેરીની હરાજી શરુ થતા ફરી ધમધમતું થયું છે. પ્રથમ દિવસે સાત હજાર જેટલા કેરીનાં બોક્સની હરાજીમાં આવક થઈ છે. કાચી કેસર કેરીનાં ૧૦ કિલોએ ૪૦૦ થી ૭૦૦ રૂપિયા ભાવ આંકવામાં આવ્યો છે.

Talala photo

 

 

કેસરની હરાજીનાં પ્રથમ રાઉન્ડમાં ગાયોનાં ફાળા માટે ૧૦ કિલો કેરીનાં બોક્સની બોલી લગાવાઈ હતી.

 

Talala yard photo

ખેડૂતોના કહેવા મુજબ, વર્તમાન કોરોના મહામારીના કહેરે કેસર કેરી પકાવતા બાગાયતી ખેડૂતોની કમર ભાંગી નાખી છે. ગત વર્ષે પણ કેસર કેરીમાં ખરાબ વાતાવરણ અને કોરોનાના ગ્રહણે ખેડુતોને નુકસાનનો સામનો કરવો પડ્યો હતો ત્યારે ચાલુ વર્ષે પણ બાગાયતી ખેડુતોના કહેવા પ્રમાણે, કેસર કેરીને અનુકુળ વાતાવરણ ન મળતા ૪૦% પાકનું ઓછું ઉત્પાદન છે અને એમા પણ કોરોનાનો કહેર એટલે ખેડુતોને પોષણક્ષમ ભાવમાં કેરીનો નીકાલ થાય તેવી સરકાર પાસે માંગણી થઇ રહી છે. ખેડૂતોનાં કહેવા મુજબ, ૪૦૦થી ૭૦૦ રૂપિયા ૧૦ કિલો કેસર કેરીનાં ભાવ મળવા જોઈએ સરકારે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે પણ અમલવારી કરવી જોઈએ.

 

વધુ માહિતી માટે ક્લિક કરો: કેસર કેરીના સાત હજાર બોક્સની આવક

 

Talala yard photo

કોરોના મહામારી વચ્ચે આજે તાલાળા મારકેટીગ યાર્ડમાં હરાજીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કોરોના મહામારીના પગલે ખેડુતોની પાંખી હાજરી જોવા મળેલી પરંતુ, આવનારા દિવસોમા ખેડુતોને નુકશાન ન જાય તેવા રાજય સરકાર દ્વારા વિશેષ છુટછાટ આપવાની સરકાર દ્વારા હૈયાધારણા આપવામા આવી છે. ગીરની કેસર કેરી મોટા ભાગે બહાર અમદાવાદ-બરોડા જેવા શહેરોમાં જાય તો ખેડુતોને સારા ભાવ મળતા હોય છે, પણ હાલના સમય સંજોગોને લીધે બહારના શહેરોમાં કેસર કેરીનો નીકાલ કરવો મુશ્કેલ બન્યો છે.

 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Androidhttp://bit.ly/3ajxBk4

IOShttp://apple.co/2ZeQjTt

No comments

leave a comment