Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeએન્ટરટેઈન્મેન્ટRicha Chadha એ હિન્ટ આપી છે કે, હવેે તે હોલિવૂડ તરફ પ્રયાણ કરી શકે છે…

Richa Chadha એ હિન્ટ આપી છે કે, હવેે તે હોલિવૂડ તરફ પ્રયાણ કરી શકે છે…

Richa Chadda
Share Now

બોલિવૂડમાંથી હોલિવૂડ તરફ પ્રયાણ કરવુ એ લગભગ બધા જ બોલિવૂડ સેલિબ્રિટિઝની તીવ્ર ઈચ્છા હોય જ છે. જેમાંથી ઘણા બધા સ્ટાર્સ તો હોલિવૂડમાં એન્ટ્રી લઈ ચૂક્યા છે જેમકે, ઈરફાન ખાન, પ્રિયંકા ચોપરા જોનાસ, અલી ફઝલ વગેરે… હવે અટકળો એવી મળી રહી છે કે, ઋચા ચઢ્ઢા (Richa Chadha) પણ હોલિવૂડ તરફ પ્રયાણ કરવાનું પ્લાનિગ કરી રહી છે. ઘણા બધા સેલિબ્રિટિઝને આજકાલ સોશિયલ મીડિયા એકાઉન્ટ વાપરવાનો શોખ થયો છે. તેઓ તેમના ફેન્સની સાથે સમય પસાર કરવાનું પસંદ કરતા હોય છે. આથી તેઓ સોશિયલ મીડિયાના પ્રત્યેક ફીચર્સ વાપરતી વખતે એન્જોય કરતા હોય છે.

બોલિવૂડ એક્ટ્રેસ ઋચા ચઢ્ઢાએ તેની દરેક ફિલ્મમાં સખત પરિશ્રમ કરીને પોતાનું વર્ચસ્વ બોલિવૂડ જગતમાં હાંસલ કર્યું છે. ઋચા ચઢ્ઢાએ દરેક પ્રકારના પાત્રો ભજવ્યા છે અને દરેક પાત્રોમાં પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે. પણ એવુ જાણવા મળી રહ્યું છે કે, ઋચાનું હવે બોલિવૂડમાં મન લાગતુ નથી. હવે લાગે છે કે ઋચા ચઢ્ઢા (Richa Chadha) હોલિવૂડ તરફ પ્રયાણ કરી રહી છે. આ વિશે ઋચા ચઢ્ઢાએ હિન્ટ આપી છે. જોકે આ વાતમાં સત્યતા કેટલી છે તે કહેવું મુશ્કેલ છે…

જોકે, ઋચા ચઢ્ઢા (Richa Chadha) તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર વધારે એક્ટિવ રહેતી જોવા મળે છે. તે હંમેશા તેની ઘણી તસવીર અને વીડિયો ફેન્સની સાથે શેર કરતી રહે છે. તાજેતરમાં તેણે તેના ફેન્સની સવાલ જવાબોની પ્રક્રિયા શરૂ કરી હતી. ઋચાએ તેના ઈન્સ્ટાગ્રામ પર ફેન્સની સાથે આસ્ક મી એનિથિંગનું સેશન શરૂ કર્યું હતુ. જેમાં તેના ઘણા ફેન્સે તેને ઘણા બધા સવાલો કર્યાં હતા જેના જવાબો ઋચા ચડ્ડાએ આપ્યા હતા.

આ સેશન દરમિયાન એક ફેન્સે ઋચા ચઢ્ઢાને સવાલ કર્યો કે, હવે તમે કઈ ફિલ્મમાં જોવા મળશો? આ સવાલના જવાબમાં ઋચાએ કહ્યું, “તાજેતરમાં કેટલીક સ્ક્રિપ્ટ્સ માટે ના પાડી છે. અત્યારે હું કંઈક લખી રહી છું અને નિર્માણ કરી રહી છું. હા, એક ફિલ્મ છે પણ તે વિદેશી છે.” ઋચાના આ જવાબથી અંદાજ આવી શકે છે કે, ઋચા ખૂબ જલદી હોલિવૂડ ફિલ્મમાં જોવા મળશે.

Richa Chadha ને ફેન્સે પૂછ્યો સવાલ અલી ફઝલ વિશે…

Richa Chadda

IMAGE CREDIT: GOOGLE

આ સવાલ જવાબના સેશન દરમિયાન ઘણા લોકો ઋચા ચઢ્ઢા  (Richa Chadha)ને અલી ફઝલ વિશે પણ સવાલ કર્યા. જેના જવાબ પણ ઋચાએ તેના અલગ અંદાજમાં આપ્યા. આ સેશન દરમિયાન ઘણા રસપ્રદ સવાલ પણ લોકોએ ઋચાને કર્યા હતા. તો ઘણા લોકોએ તેના અપકમિંગ પ્રોજેક્ટ્સ વિશે પણ વાતચીત કરી હતી. ઋચાએ તે સમયે કહ્યું, તેની ફિલ્મ ‘ફુકરે’ને લઈને પણ કેટલાક ખાસ પ્લાનિંગલ ચાલી રહ્યાં છે. જોકે, ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ના ત્રીજા પાર્ટ વિશે પૂછવા પર ઋચાએ કહ્યું કે ફિલ્મમાં તેનું પાત્ર ‘નગમા’ મરી ચૂકી છે તો હવે તેનાથી કોઈ નિશબધ નથી.

આ પણ વાંચો:- Gaurav Dixit NCBને પોતાના ઘરે જોઈને ફ્લેટના નીચેેથી જ ભાગી ગયો…

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment