Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / October 17.
Homeન્યૂઝતમિલનાડુમાં મળ્યો “રાઈટ ટુ સીટ”નો અધિકાર, કેરળ બાદ બન્યું બીજુ રાજ્ય

તમિલનાડુમાં મળ્યો “રાઈટ ટુ સીટ”નો અધિકાર, કેરળ બાદ બન્યું બીજુ રાજ્ય

Right to seat
Share Now

તમિલનાડુમાં (Right to seat) “રાઈટ ટુ સીટ”નો કાયદો અમલમાં આવ્યું. (Right to seat) “રાઈટ ટુ સીટ”   ખાસ કરીને મહિલા કર્મચારીઓ માટે ફાયદાકારક સાબિત થઈ રહ્યું છે. મહીલાઓ કેટલાક કલાકો સુધી ઉભા રહે છે અને દુકાનો અને છૂટક સ્ટોર્સમાં કામ કરે છે.રિટેલ દુકાનોમાં કામ કરતી મહીલાઓ સતત 10 કલાક ઊભી રહે છે. જ્યારે આ મહીલાઓ ઘરે જાય ત્યારે તેમના પગના તળીયા અને ઘૂંટણમાં સખત દુખાવો થતો રહે છે.

રિટેલ કામદારોને પડતી મુશ્કેલીઓ જોઈને તમિલનાડુએ કર્મચારીઓને છૂટક સ્ટોર્સ અને દુકાનોમાં “બેસવાનો અધિકાર” (Right to seat) કાયદેસર આપનાર બીજું રાજ્ય બન્યું છે. કાયદા અનુસાર, સ્ટોર માલિકોને કર્મચારીઓ માટે બેઠક વ્યવસ્થા કરવા અને કામ દરમિયાન જ્યારે પણ શક્ય હોય ત્યારે આરામ કરવાની મંજૂરી આપવા માટેનો આદેશ કર્યો છે.

TN tables bill making it must for shop owners to provide seating for staff | Latest News India - Hindustan Times

કપડાંની દુકાનોમાં કામ કરતાં કામદારોનું કહેવું છે કે, પુરી શિફ્ટ દરમિયાન માત્ર 20 મિનિટનો જ લંચ બ્રેક મળે છે. અમારા પગને આરામ આપવા માટે આ 20 મિનિટ જ મળતા હતા. આ સાથે જ દુકાનમાં કામ કરતાં લોકોની બીજી મુશ્કેલીઓની વાત કરવામાં આવે તો આ કામદારોને જો દુકાનમાં ગ્રાહક હોય તો દુકાનના ફ્લોર પર બેસવાની મંજૂરી પણ આપવામાં આવતી નથી.

દેશમાં ઘણી દુકાનો અને રિટેલ સ્ટોર્સમાં કામ કરતા કર્મચારીઓને ઉભા રહીને કામ કરવું પડે છે. પણ હવે આ પરીદ્રશ્ય બદલાય જશે. તમિલનાડુ સહિત દક્ષિણના રાજ્યોમાં જ્વેલરી, સાડી અને કપડાંના છૂટક સ્ટોર્સ મોટા પરિવારો દ્વારા ચલાવવામાં આવે છે. તેઓ ઓછી આવક ધરાવતા ગરીબ પરિવારોમાંથી મહિલાઓને ગ્રાહકોને સામાન આપવા માટે રાખે છે.

આ પણ વાંચો: Jammu Kashmir Encounter: જમ્મુના પૂંછ જિલ્લામાં એક JCO અને ચાર જવાન શહિદ

વર્ષ 2018માં કેરળે આવો જ એક કાયદો અમલમાં મૂક્યો હતો. કાપડ સ્ટોરમાં કામ કરતા કર્મચારીઓએ આ અધિકાર માટે પ્રદર્શન કર્યું હતું. કામદારોના સ્વાસ્થ્યનું રક્ષણ કરવા આ કાયદો અમલમાં આવ્યો હતો. તમિલનાડુમાં પણ કામદારોની લાંબા સમયથી આ માંગ હતી. 10થી 14 કલાક સુધી દુકાનમાં કામ કરતાં લોકો ઉભા રહે છે બાદમાં ઘરે જઈને તેના કામ કરે જેથી તેમને આરામનો સમય જ મળતો નહતો. પરંતુ આ કાયદાથી હવે આ કામદારોને રાહત થશે.

કેરળથી આંદોલન શરૂ થયું

વ્યવસાયે દરજી પી.વિજીએ કેરળમાં રાઇટ ટુ સીટ (Right to seat) મુવમેન્ટ શરૂ કરી છે. તેમણે યુનિયનની રચના કરી હતી. આ યુનિયન એવા કર્મચારીઓ માટે હતું, જે દુકાનો જેવા અસંગઠિત ક્ષેત્રમાં મદદનીશ તરીકે કામ કરે છે. જેમને કામ માટે બેસવા દેવામાં આવતાં નથી. આ માટે આ યુનિયન દુકાનોએ જઈ અને બેઠકની સુવિધાની તપાસ કરે છે. જો બેઠક ન હોય તો ફરિયાદ નોંધાવીને આ કાયદાનો અમલ કરાવે છે. આજે તેમની મુવમેન્ટ કેરળમાં રંગ લાવી છે અને આ કાયદોનો અમલ દરેક જગ્યાએ થઈ રહ્યો છે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment