Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / August 10.
Homeન્યૂઝરાંધવું કે રંધાવુઃ LPG સિલિન્ડરની કિંમત 15 દિવસમાં 50 રૂપિયા વધી

રાંધવું કે રંધાવુઃ LPG સિલિન્ડરની કિંમત 15 દિવસમાં 50 રૂપિયા વધી

LPG
Share Now

ઘરેલુ રસોઇ ગેસ (LPG)ની કીંમતમાં ફરી એકવાર વધારો થયો છે. સબસીડીવાળા એલપીજી (LPG )સિલેન્ડર (Cylinder)ના ભાવમાં 25 રૂપિયાનો વધારો થયો છે. દિલ્હીમાં 14.2 કિલોના સિલેન્ડરની કિંમત હવે 884.50 રૂપિયા થઇ ગઇ છે. જ્યારે 19 કિલોનો કોમર્શિયલ ગેસ સિલેન્ડર 75 રૂપિયા મોંઘો થયો છે. દિલ્હી (Delhi)માં હવે તેની કિંમત 1693 રૂપિયા થઇ ગઇ છે. માત્ર 15 દિવસમાં જ સબસીડી (Subsidy)વિનાના એલપીજી (LPG)સિલેન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો થયો છે. આ પહેલા 17 ઓગષ્ટના રોજ કિંમત વધી હતી.

મુંબઇમાં 14.2 કિલોના એલપીજી સિલેન્ડર (LPG Cylinder)ની કિંમત 884.5 રૂપિયા થઇ ગઇ છે. ચેન્નઇમાં 900.5 અને કોલકત્તામાં 911 રૂપિયામાં મળશે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં રસોઇ ગેસ સિલેન્ડર પર 897.5 રૂપિયાની ચુકવણી કરવી પડશે.

9 મહીનામાં 190 રૂપિયાના વધારો

1 જાન્યુઆરીથી 1 સપ્ટેમ્બર વચ્ચે રસોઇ ગેસ સિલેન્ડર (Gas Cylinder)ની કિંમતમાં 190 રૂપિયાનો વધારો થયો છે. ઘરેલુ રસોઇ ગેસની કિંમત ગત્ત 7 વર્ષોમાં બે ગણીથી પણ વધુ થઇ ગઇ છે. ગત્ત દિવસોમાં કેન્દ્રીય પેટ્રેલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સંસદમાં જણાવ્યું હતુ કે માર્ચ 2014 માં એલપીજી સિલેન્ડરનો ભાવ 410 રૂપિયા હતો.

ભાવ વધવા છતાં પણ લોકોને ઓછા ભાવમાં રસોઇ ગેસ મળ્યા છે, તેના માટે સરકાર સબસિડી આપતી હતી, જે હવે લગભગ બંધ થઇ ગઇ છે. નિયમ મુજબ માત્ર 10 લાખથી વધુ કમાણી કરનારા અથવા જેને સબસિડી સ્વેચ્છાએ છોડી દીધી હોય તેને જ મળવી ન જોઇએ. બાકી તમામ સબસીડીના હકદાર છે. પરંતુ સરકારે ખબર ન પડે તે રીતે લગભગ સબસિડી બંધ કરી દીધી છે.

આવી રીતે નક્કી થાય છે ગેસના ભાવ

સરકાર આ મોંઘવારી માટે આંતરરાષ્ટ્રીય કિંમતોનું કારણ બતાવી બચવાનો રસ્તો શોધી રહી છે. પરંતુ વધતી કીંમતો પર સબસીડી વાળી રાહત આપવી સરકારનું જ કામ છે. એ વાત સાચી છે કે, એલપીજી ગેસની કીંમત આંતરરાષ્ટ્રીય બજારના હિસાબે નક્કી થાય છે. દેશમાં અડધાથી પણ વધુ રસોઇ ગેસ બહારથી આયાત થાય છે. ગેસના ભાવ ઇમ્પોર્ટ પૈરિટી કીંમતની ફોર્મ્યુલાથી નક્કી થાય છે. આ ફોર્મ્યુલામાં આંતરરાષ્ટ્રીય બજારમાં એલપીજીના ભાવ સાથે જ સમુદ્રી ભાડુ, પોર્ટ ડ્યુટી, કસ્ટમ ડ્યુટી આ તમામનો સમાવેશ કરીને ડોલરમાં ભાવ નક્કી થાય છે. ડોલર વાળા ભાવ બાદમાં ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરીને ભાવ નક્કી થાય છે.

આ તમામ બાદ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દેશના અલગ અલગ ભાગોમાં ગેસ (Gas)પહોંચાડવાનું ભાડુ, સિલેન્ડરમાં ભરવાનો ખર્ચ, ડીલરનું કમિશન, જીએસટી (GST)આ તમામને જોડીને પ્રતિ સિલેન્ડરનો ભાવ નક્કી કરે છે. ત્યારે જો ડોલર સામે રૂપિયો નબળો પડે અથવા પછી આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવ વધે તો ભારતમાં પણ કંપની (Company)ઓ એલપીજીના ભાવ વધારે છે.  

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment