Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝદિવાળી પર ટ્રેન બસો અને ફ્લાઇટના ભાડામાં ધરખમ વધારો..પરપ્રાંતિય લોકોની દિવાળી બની મોંઘી

દિવાળી પર ટ્રેન બસો અને ફ્લાઇટના ભાડામાં ધરખમ વધારો..પરપ્રાંતિય લોકોની દિવાળી બની મોંઘી

diwali
Share Now

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યાો છે.ત્યારે લોકો પોતાન વતન તરફ જવા માટે નિકળી પડતા હોય છે. તો આ વર્ષના એવું લાગી રહ્યું છે કે પરપ્રાંતીઓની દિવાળી મોંધવારીમાં ડૂબી જશે.કેમકે આ વર્ષમાં દિવાળી પર બસો, ટ્રેનો અને ફલાઇટના ભાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. જેનો ભાવ 3 ગણો વઘારો થઇ ભાડાઓ જોવા મળી રહ્યા છે. જેના કારણે આ વખતે લોકો મુજાયા હોય તેવું જોવા મળી રહ્યું છે.તો એક બાજુ મોંધવારીએ માજા મૂકી છે. તો બીજી બાજુ લોકો પોતના ધરે પણ દિવાળી પર જઇ શકતા નથી. તો છેલ્લા 2 વર્ષથી લોકો કોઇ તહેવાર ઉજવીણી કરી શકયા નહતા.જેના કારણે આ વખતે કોરોનાના કેસોમાં ધટાડો જોવા મળ્યો હતો. જેને લઇને લોકોમાં દિવાળી પર્વને લઈ ઉત્સાહ જોવા મળ્યો હતો,, પરંતુ સરકારની જનતાને મોંધવારી રૂપે બોનસ લોકોના હાલ બે હાલ કરી મુક્યા છે. તો તેની સાથે લોકના મન પડી ગયા હતા. એક બાજુ કુદરત તો એક બાજુ સરકાર જનતાને મોધવારીનો માર મરી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે.

ટ્રેન બસો અને ફ્લાઇટના ભાડામાં ધરખમ વધારો

ગુજરાત હોય કે પછી બહારના રાજયો બધી જગ્યાઓ પર ભાડાઓમાં વધારો થયો છે.તો તેની સાથે જ દિવાળી પર જતી સુરતથી ગોવાની ફલાઇટમાં પણ વેઇટિંગ સાથે ભાવમાં વધારો થયો જોવા મળ્યો છે.તો અલગ અલગ એનેકો બસો અને વાહનોના ભાડાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. તો નવી ટ્રેનો ચાલુ કરવામાં આવી હતી તે અતિયારથી જ ફુલ થયેલ જોવા મળી રહી છે.આ વખતે સુરતથી ગોવા જનારા લોકોની નોંધપાત્ર સંખ્યા જોવા મળી રહી છે.તો આ વખતે ટ્રેન, બસ ઉપરાંત ફ્લાઇટ મારફતે ગોવા જનારાની સંખ્યા વધી જતાં ફ્લાઇટનું ભાડું 12 હજારને પાર થઈ ગયું છે.લોકો પોતાના વતન તરફ જવા નીકળતા હોચ છે તો તેની સાથે ભાવોમાં વઘારો એ શું સરકારનું જાતે ઉભું કરેલું કારણ હોઇ શકે.તો સામાન્ય રીતે ભાડાઓમાં વઘારો તો થતો હોય છે પંરતુ વધુ પડતો વઘારો એટલે કે 3 ગણો વધારો જોવા મળી રહ્યો છે.બીજી બાજુ તહેવારોની સીઝનમાં લોકો અવાર નવાર બહાર ફરવા જવાનું વિચારતા હોય છે.તો તેની સાથો સાથ આ ભાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. તો વર્ષએ વધતા ભાવોને લઇને લોકો બહાર જવાનું પણ હવે ટાળી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. તો ટૂરીઝમને પણ મોંધવારીનો ધક્કો લાગશે તેવું જોવા મળી રહ્યું છે.સરકાર માત્ર મતદાન સમયે આવી પહોંચતી હોય છે. પણ કામના સમયે તે લોકોની સમસ્યાઓ સમજવામાં આવતી નથી .જેના કારણે લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. જો આવનારા સમયમાં પણ આવી સ્થતિ રહી તો લોકો પોતાનો રોષ ચુંટણી સમયે બતાવી શકે છે.

diwali

diwali

આ પણ વાંચો : આંખે પાણી લાવી ડુંગળી – દિવાળીના સમયે ડુંગળીના ભાવમાં વધારો

દિવાળી પર લોકોના ફુટશે ફટાકડા

ગુજરાતથી જતી અલગ અલગ ગામડાઓમાં રુટોની બસોમા પણ વધારો જોવા મળી રહ્યો છે. તો લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે સરકાર તહેવારોની સિઝનમાં ભાડાઓમાં ધટાડો કરે.જેના કારણે અમારી દિવાળીમા અમે અમારા વતન જઇ શકીએ. તો આ સાથે જ લોકોના બજેટખોરવાતા જોવા મળી રહ્યા છે.તો લોકોની અપક્ષાઓ છે કે ભાવમાં ધટાડો કરવામાં આવે આથી અમારી દિવાળી સામાન્ય બની શકે,તો હવે જોવાનું રહ્યું કે આવનારા દિવસોમાં ભાવ ધટાડો થશે કે નહી તે હવે આવનારા દિવસોમાં જ ખબર પડશે. હાલ તો મોંધવારીથી લોકોની હાલાત કફોડી બની છે.દિવાળી  પર લોકો ભાડાના વધારાથી હવે ધરે જવાનું પણ ટાળી રહ્યા છે. મોંધી દિવાળી બનતા લોકોનું બજેટ ખોંરવાય ગયું છે. તો દિવાળી પર સરકાર પોતાના ખીસા ભરવાનું વિચારી રહી છે. જાણે કે સામાન્ય લોકોની સમસ્યાઓ સરકાર ભૂલી ગઇ હતી.તો હવે આવનારા સમયમાં કેટલો વધારો થશે તે હવે આવનારા દિવસોમાં ખબર પડશે. 

 

 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

 

 

 

 

 

No comments

leave a comment