પાકિસ્તાન (Pakistan)માં મોંઘવારીએ તમામ રેકોર્ડ પાર કર્યા છે. છેલ્લા એક વર્ષમાં પાકિસ્તાનમાં બહુ મોંઘવારી જોવા મળી છે. પાકિસ્તાનમાં માત્ર શહેરોમાં જ નહીં પણ ગામડાઓમાં પણ રોજબરોજની વસ્તુઓમાં ઉછાળો આવ્યો છે. ત્યાં સુધી કે પાકિસ્તાનના લોકો માટે ચા (Tea)નો સ્વાદ પણ હવે મોંઘો પડી ગયો છે. પાકિસ્તાન ઈચ્છે તો તેને ભારત પાસેથી ઓછા ભાવે ખાંડ (Sugar)મળી હોત, પરંતુ તેણે આ વર્ષે ભારત (India)માંથી ખાંડ આયાત કરવાનો ઈન્કાર કરી દીધો હતો.
પાકિસ્તાન (Pakistan)માં ચા ની કિંમત જાણી ચોંકી જશો
પાકિસ્તાનના બોલર શોએબ અખ્તરના શહેર રાવલપિંડીમાં પણ ચા મોંઘી થઇ છે. અહીં એક કપ ચાની કિંમત 40 રૂપિયા છે. મળતી માહિતી મુજબ, પહેલા એક કપ ચાની કિંમત 30 રૂપિયા હતી, જે હવે વધીને 40 રૂપિયા થઇ ગઇ છે. તાજેતરમાં ફરી એક વખત ચાના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ચાના પાન, ટી બેગ, દૂધ, ખાંડ અને ગેસના ભાવમાં થયેલા વધારાને પગલે ચાના ભાવમાં છેલ્લા કેટલાક વર્ષમાં 35 ટકાનો વધારો જોવા મળ્યો છે.
આ પણ વાંચો: પાકિસ્તાનમાં મોંઘવારીનો માર: મંત્રીની વિચિત્ર સલાહ- ‘રોટલા ઓછા ખાવ’
મોંઘવારી એ માઝા મુકી
નોંધનીય છે કે ચાના ભાવમાં વધારાને કારણે નાની ચાની દુકાનના વ્યવસાયને સૌથી વધુ ખોટનો સામનો કરવો પડે છે. તેનુ કારણ એ માત્ર છે કે ઘણા નિયમિત ગ્રાહકોએ ચાર કે ત્રણ કપને બદલે ત્રણ કે બે કપ પીવાનું શરૂ કર્યું છે. તે જ સમયે, કેટલાક લોકો એવા છે જે મોંઘવારીને કારણે ચાને સંપૂર્ણપણે છોડી દેવાનું વિચારી રહ્યા છે.
સરકારની જીદ લોકો માટે મુશ્કેલ બની
જણાવી દઈએ કે પાકિસ્તાન સરકારની જીદના કારણે આ દેશની જનતા ઘણું સહન કરી રહી છે. થોડા સમય પહેલા, ટ્રેડિંગ કોર્પોરેશન ઓફ પાકિસ્તાન દ્વારા આયાત કરાયેલી 28,760 મેટ્રિક ટન ખાંડનો જથ્થો પાકિસ્તાન પહોંચ્યો છે. આ ખાંડ માટે પાકિસ્તાને લગભગ 110 રૂપિયા પ્રતિ કિલોની ચૂકવણી કરી છે. તે જ સમયે, ગયા વર્ષે જ્યારે ટીસીપી (TCP)એ એક લાખ ટન ખાંડની આયાત કરી હતી, ત્યારે તેની કિંમત 90 રૂપિયા પ્રતિ કિલો હતી. ભારતીય અધિકારીઓના જણાવ્યાં અનુસાર, જો પાકિસ્તાન ઇચ્છે તો તેને ભારતથી ઘણી ઓછી કિંમત પર ખાંડ મળી શકે છે.
Pakistan ને ટણી કરવી પડી મોંઘી
ઉલ્લેખનિય છે કે, પાકિસ્તાને આ વર્ષે એપ્રિલમાં ભારત (India)માંથી ખાંડની આયાત કરવાની ના પાડી દીધી હતી. પાકિસ્તાને કહ્યું હતુ કે, જ્યાં સુધી ભારત કાશ્મીરમાં કલમ 370 પુન:સ્થાપિત નહીં કરે ત્યાં સુધી પાકિસ્તાન ભારતને ખાંડ અને ઘઉં જેવી આવશ્યક ચીજવસ્તુઓની આયાત કરવાની મંજૂરી આપી શકે નહીં. વર્ષ 2018 માં બહાર પાડવામાં આવેલા વર્લ્ડ બેંકના અહેવાલ મુજબ, જો ભારત-પાકિસ્તાન કડક વિઝા નીતિ, હાઇ ટેરિફ અને જટિલ પ્રક્રિયાઓને દૂર કરી શકે તો ભારત અને પાકિસ્તાન વચ્ચેનો વેપાર 2 અબજ ડોલરથી વધીને 37 અબજ ડોલર સુધી પહોંચી શકે તેમ છે.
સ્વતંત્રતા દિવસ વિશેષ, જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4