Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeન્યૂઝકોરોના બાદ વધતું વાઇરલ ઇન્ફેક્શન !

કોરોના બાદ વધતું વાઇરલ ઇન્ફેક્શન !

viaral infaction
Share Now

કોરોના શાંત પડ્યો ત્યાં વાયરલ ઇન્ફેકશન વધ્યું 

કોરોનાની બીજી લહેર હજુ શાંત પડી રહી છે ત્યાં વાઇરલ ઇન્ફેક્શનનું પ્રમાણ વધી રહ્યું છે. અત્યારના સમયમાં ચોમાસુ અને ફલૂ વાઇરસની મહામારી હોવાથી શરદી, ઉધરસ, ઠંડી લાગી તાવ જેવા અનેક કેસો જોવા મળી રહ્યા છે. ખાનગી તથા સરકારી હોસ્પિટલમાં આ પ્રકારના કેસનો સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ક્યાંક કોરોનાના આંશિક જોવા મળી રહ્યા છે અને તેની સાથે વાઇરલ ઇન્ફેકશનના કેસ પણ વધી રહ્યા છે. આ મુદ્દે જયારે રાજકોટ IMA પ્રમુખ ડો. પ્રફુલ કમાણી સાથે વાત કરી ત્યારે તેઓના જણાવ્યા અનુસાર વધી રહેલા ઇન્ફેક્શનના કેસમાં કોઈએ જતું ના કરી કોવીડ ટેસ્ટ કરાવી જરૂર પડ્યે આઇસોલેટ થઇ જવું જરૂરી છે.

viral infactions

your health metters

વાયરલ ઇન્ફેકશનથી બચવું જરૂરી

શાળા – કોલેજમાં પ્રત્યક્ષ રીતે અભ્યાસ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે બાળકોએ આ વાઇરલ ઇન્ફેક્શનથી બચવું ખુબ જ જરૂરી છે. ડો. પ્રફુલ કમાણીના કહેવા અનુસાર આ ઇન્ફેક્શનમાં પણ ફેમિલી બંચિંગ પેટર્ન જોવા મળતી હોવાથી બાળકોનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે.

viral infactions

zee news

આ પણ વાંચો : ડેન્ગ્યુંનો ફેલાવો વધશે

માસ્ક પહેરવું ફરજીયાત 

સરકાર દ્વારા કોરોના માર્ગદર્શિકામાં છૂટછાટો આપવામાં આવી રહી છે. પરંતુ તે બાબતને ઘણા લોકો હળવાશથી લઈને માસ્ક પહેરવા પર પણ છૂટછાટ આપી રહ્યા છે. પરંતુ ડોકટરના કહેવા મુજબ વર્ષ ૨૦૨૨ સુધી માસ્ક પહેરવું ખુબ જ જરૂરી છે. જે દેશમાં માસ્ક પહેરવા પર છૂટછાટ આપવામાં આવી હતી ત્યાં ફરી માસ્ક ફરજીયાત કરવામાં આવી રહ્યું છે.

viral infactions

iamgujarati

નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી 

એક પ્રકારે સારા સંકેત એ પણ છે કે વાઇરલ ઇન્ફેક્શન બાદ કોવીડ રિપોર્ટ કરતા બહુ ઓછા કેસમાં રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યો છે. પરંતુ આ ઇન્ફેક્શનને હળવાશથી ના લઇ વધતા વાઇરલ ઇન્ફેક્શન સામે લડવા માટે અત્યારે માસ્ક જ એક હથિયાર છે અને નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર માસ્ક પહેરવું ખુબ જ જરૂરી છે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment