Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 1.
Homeન્યૂઝઆવાસ યોજનામાં ગેરકાયદેસર કબજો કરી રહેતા આસામીઓ સામે મનપાની કડક કાર્યવાહી

આવાસ યોજનામાં ગેરકાયદેસર કબજો કરી રહેતા આસામીઓ સામે મનપાની કડક કાર્યવાહી

RMC ACTIONS AGAINST ILLEGAL HOUSING
Share Now

રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના આવાસોમાં ગેરકાયદેસર કબજો કરેલ આવાસોમાં મહાનગરપાલિકા દ્વારા સઘન ચકાસણી હાથ ધરાઈ હતી. વામ્બે આવાસ યોજના અને BSVP-1 આવાસ યોજનામાં RMC હસ્તકના કુલ ૬૯ આવાસ પૈકી ૪૧ આવાસમાં તાળા તૂટેલા મળી આવતા સામાન સાથે મહાનગરપાલિકાના તાળા લગાવાયા.

૪૧ આવાસોમાં તાળા તૂટેલા અને અમુક આવાસમાં દરવાજાના નકુચા પણ તૂટેલા મળી આવ્યા

RMC ON ACTIONરાજકોટ શહેરમાં બનાવવામાં આવેલ વિવિધ આવાસ યોજનાઓમાં ખાલી રહેલા આવાસમાં ગેરકાયદેસર કબજો કરેલ આવાસોમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સધન ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં તા. ૦૭-૦૯-૨૦૨૧ના રોજ વૃંદાવન પાછળ આવેલ વામ્બે આવાસ યોજના અને પુષ્કરધામ મેઈન રોડ પર આવેલ BSVP-1 આવાસ યોજના ખાતે ચેકિંગ કરવામાં આવ્યું હતું. ચકાસણી દરમ્યાન બંને આવાસ યોજનામાં કુલ ૬૯ આવાસો રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના છે જેમાં ૪૧ આવાસોમાં તાળા તૂટેલા અને અમુક આવાસમાં દરવાજાના નકુચા પણ તૂટેલા મળી આવ્યા છે. જે તમામ આવાસોમાં રાજકોટ મહાનગરપાલિકાના તાળા લગાવી દેવામાં આવ્યા છે. હાલ શહેરની જુદીજુદી આવાસોમાં ચકાસણી કામગીરી ચાલી રહી છે.

આ પણ વાંચો : હવે મૂર્તિઓ અને સ્મારકો નહિ બનાવીયે પરંતુ માત્ર વિકાસ જ – માયાવતી

આવાસ યોજનામાં ગેરકાયદેસર કબજો કરી રહેતા આસામીઓ સામે કડક કાર્યવાહી કરવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સધન કામગીરી હાથ ધરવામાં આવી છે. જે દરમ્યાન વામ્બે આવાસ યોજના ખાતે કુલ ૨૩ આવાસ કોર્પોરેશના હસ્તના છે જેમાંથી ૧૧ આવાસ કબજાવાળા મળેલ તેમજ BSVP-1 આવાસ યોજના ખાતે ૪૬ આવાસ કોર્પોરેશન હસ્તકના છે જેમાંથી ૩૦ આવાસ કબજાવાળા માલુમ પડતા તમામ કબજો કરેલ આવાસમાં સામાન સાથે રાજકોટ મહાનગરપાલિકાના તાળા લગાવી આપવામાં આવ્યા છે. અમુલ આવાસમાં દરવાજાના નકુચા પણ તૂટેલા માલુમ પડતા આવા આવાસના દરવાજાના સમારકામ કરી મહાનગરપાલિકાના તાળા લગાવવામાં આવશે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment