Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝરાજકોટના હાર્દ સમાં યાજ્ઞિક રોડ પર ધોળા દિવસે લૂંટ

રાજકોટના હાર્દ સમાં યાજ્ઞિક રોડ પર ધોળા દિવસે લૂંટ

Robbery
Share Now

ધોળા દિવસે લૂંટ 

રાજકોટના હાર્દ સમાન વિસ્તાર ડો. યાજ્ઞિાક રોડ (Robbery at dr. Yagnik Road) પર ગઈકાલે સાંજે એક ગઠીયા ટોળકીએ ધોળે દિવસે એક કાર માલિકને લુંટી લીધા હતા. આ ટોળકીએ લુંટને અંજામ આપવા કારખાનેદારને રસ્તે વેરેલી ચલણી નોટો લેવામાં વ્યસ્ત કરી તેની બીએમડબલ્યુ કારમાંથી ત્રણેક લાખની રોકડ ભરેલા થેલાની ઉઠાંતરી કરી ફરાર ગયા હતા. જેથી પોલીસમાં દોડધામ મચી ગઈ હતી. એ ડીવીઝન પોલીસ ઉપરાંત ક્રાઈમ બ્રાંચે સીસીટીવી ફુટેજનાં આધારે તપાસ જારી કરી છે.

Robbery at dr. Yagnik Road

sanj smachar

ઈમ્પીરીયલ હોટેલ સામેનો બનાવ 

યાજ્ઞિક રોડ પર આવેલ ઇમપિરિયલ હોટલ સામેથી કાર ચાલકની નજર ચૂકવીને રૂ. 4 લાખની લૂંટ ચલાવીને અજાણ્યા ત્રણ શખ્સો નાસી ગયા હતા. (Robbery at dr. Yagnik Road)ઇમપિરિયલ પેલેસ હોટલ સામે પ્રજેશ દક્ષિણી નામનો યુવક બીએમડબલ્યુ કાર લઈને આવ્યો હતો.અને તેની પાસે રૂ. 3 – 4 લાખથી વધુની રોકડ કારમાં હતી.

કાર ચાલકની નજર ચૂકવી ચોરીને અંજામ 

એ ડીવીઝન પોલીસનાં જણાવ્યા મુજબ, કાલાવડ રોડ પરની હરીહર સોસાયટી-૧માં રહેતાં પ્રજેશભાઈ કલ્પેશભાઈ દક્ષિણી મોરબીમાં પ્લાસ્ટીકનું કારખાનું ચલાવે છે. ગઈકાલે સાંજે તે ડો. યાજ્ઞિાક રોડ પર સ્વામિ વિવેકાનંદ આશ્રમ સામે આવેલી પોતાનાં મિત્રની મોબાઈલની દુકાને બેસવા ગયા હતાં. જો કે, થોડો સમય ત્યાં બેસી રવાના થયા હતાં. તે પહેલા કારનાં સેન્ટ્રલ લોક ખોલ્યા હતાં. દરવાજા પાસે પહોંચતા એક ગઠીયો તેની પાસે દોડી આવ્યો હતો અને કહ્યું કે, તમારા પૈસા નીચે પડી ગયા છે. જેથી નીચે જોતા રૂ. દસની બારેક નોટો રોડ પર વેરાયેલી પડી હતી. જે લેવા જતાં જ પાછળથી બીજો ગઠીયો ડ્રાઈવર સાઈડની વિરૂધ્ધ દિશાનો દરવાજો ખોલી સીટ પડેલી અંદાજે રૂ. ત્રણ લાખ સાથેની રોકડ ભરેલી બેગ ઉઠાવી ભાગી ગયો હતો. આ બનાવની જાણ થતા જ ત્યાં ભાગદોડ મચી ગઈ હતી.

Robbery at dr. Yagnik Road

gujarat samachar

એ ડીવીઝન પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ 

આ ઘટનાની જાણ થતાં એ ડીવીઝન પોલીસ સાથે ક્રાઈમ બ્રાંચનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જેના ફુટેજ મેળવી પોલીસે તપાસનો દોર શરુ કર્યો હતો. આ પ્રકારે અગાઉ પણ કારમાંથી કિંમતી માલમત્તા ઉઠાંતરી થયાની અનેક ઘટનાઓ બની ચુકી છે. આ પ્રકારનાં ગુના કરવા કઈ ટોળકી સક્રિય છે તે અંગે પણ પોલીસે માહિતી મેળવવા તજવીજ હાથ ધરી છે. આ ઘટનામાં ત્રણ કે તેથી વધુ ગઠીયાની સંડોવણીની શંકા પોલીસ દ્વારા હાલ દર્શાવવામાં આવી છે. એક ગઠીયાએ ચલણી નોટો રોડ પર વેરી હતી. જયારે બીજો કારનો દરવાજો ખોલી રોકડ સાથેનો થેલો લઈ ભાગી ગયો હતો. આ બન્ને ગઠીયાઓ સાથે વધુ એક કે તેથી વધુ ગઠીયાની સંડોવણી હોવાની શંકા પોલીસે દર્શાવી છે. આ ઘટના બાદ ગઠીયાઓ કઈ તરફ ગયા હતા અને કયાં વાહનમાં ભાગ્યા હતા તેનો રૂટ જાણવા માટે પોલીસે આસપાસનાં સમગ્ર વિસ્તારના તમામ સીસીટીવી ફુટેજ ચકાસી આ ટોળકીને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે.

Robbery at dr. Yagnik Road

worldorgs

કારમાં હતી 3-4 લાખની રોકડ 

યાજ્ઞિક રોડ (Robbery at dr. Yagnik Road) પર આવેલ ઇમપિરિયલ હોટલ સામેથી કાર ચાલકની નજર ચૂકવીને રૂ. 4 લાખની લૂંટ ચલાવીને અજાણ્યા ત્રણ શખ્સો નાસી ગયા હતા. ઇમપિરિયલ પેલેસ હોટલ સામે પ્રાંજલ દક્ષિણી નામનો યુવક બીએમડબલ્યુ કાર લઈને આવ્યો હતો.અને તેની પાસે રૂ. 3 – 4 લાખથી વધુની રોકડ કારમાં હતી.

આ પણ વાંચો : સ્કોર્પિઓ ચોરી કરતી ગેંગ ઝડપાઇ

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment