Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / August 10.
Homeન્યૂઝAfghanistan : અમેરિકાના અફઘાન છોડ્યા પહેલા કાબુલ એરપોર્ટ પર રોકેટ હુમલો

Afghanistan : અમેરિકાના અફઘાન છોડ્યા પહેલા કાબુલ એરપોર્ટ પર રોકેટ હુમલો

Afghanistan
Share Now

અફઘાનિસ્તાન (Afghanistan)થી પોતાના નાગરિકોને પરત લઇ આવવા માટે અમેરિકા અડગ છે. અફઘાનિસ્તાન (Afghanistan)થી નાગરિકોને અમેરિકા પરત લઇ જવા માટે રાષ્ટ્રપતિ જો બાઇડને 31 ઓગષ્ટ અંતિમ તારીખની જાહેરાત કરી હતી. આ પહેલા આજે સોમવારે રોકેટથી અફઘાનની રાજધાની કાબુલ પર હુમલો થયો છે. અમેરિકી અધિકારીએ ખાનગી ન્યુઝ એજન્સી સાથે વાતચીત કરતા જણાવ્યું હતુ કે, કાબુલ એરપોર્ટ પર 5 રોકેટ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, જેને અમેરિકી મિસાઇલ (Rocket)રોધી સિસ્ટમ દ્વારા ઇન્સ્પેક્ટ કરવામાં આવ્યા છે. જોકે હાલમાં આ હુમલાની જવાબદારી કોઇએ લીધી નથી.

કટ્ટરપંથી ઇસ્લામવાદી તાલિબાને અફઘાનિસ્તાનની સત્તા પર કબજો મેળવ્યા બાદથી અમેરિકા પોતાની ફ્લાઇટ (Flight)દ્વારા અમેરિકી નાગરિકોને અમેરિકા પરત લઇ જઇ રહ્યા છે. અમેરિકાએ કાબુલ એરપોર્ટ પરથી 1,14,000 થી પણ વધુ નાગરિકોનું રેસ્ક્યુ કર્યુ છે. જોકે સત્તાવાર રીતે ગઇકાલે મંગળવારે આ અભિયાન સમાપ્ત થઇ જશે અને હજારો અમેરિકી સૈનિક અફઘાન છોડી દેશે.

ઉલ્લેખનિય છે કે આ પહેલા અફઘાનિસ્તાન ના કાબુલ (Kabul)એરપોર્ટ પાસે ગુરૂવારે એક બાદ એક જોરદાર વિસ્ફોટ (Blast)થયા હતા. અમેરિકી સંરક્ષણ મંત્રાલય અનુસાર, આ હુમલાઓમાં 13 અમેરિકન સૈનિકો શહીદ થયા છે જ્યારે લગભગ 18 નાગરિકો ઘાયલ થયા છે. આ ઉપરાંત 60 અફઘાનના મોતના સમાચાર પણ સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ કુલ 100 થી વધુ લોકો ઘાયલ થયા હતા.

આ પણ વાંચો : કાબુલ એરપોર્ટ બહાર બ્લાસ્ટમાં 13 અમેરિકી સૈનિક સહિત 60 થી વધુના મોત

મળતી માહિતી મુજબ પ્રથમ બ્લાસ્ટ કાબુલના હામીદ કરજઇ ઇન્ટરનેશનલ એરપોર્ટના એબી ગેટ પર થયો હતો. તે સમયે દેશ છોડવાનો પ્રયાસ કરનારા લોકોની ભારે ભીડ એરપોર્ટ પર જમા હતી. થોડા જ સમય બાદ, એરપોર્ટ નજીક બેરોન હોટલ પાસે બીજો બ્લાસ્ટ (Blast) થયો. અમેરિકાના સંરક્ષણ સચિવ જોન કિર્બીએ કાબુલ એરપોર્ટના ગેટ પાસે બ્લાસ્ટની જાહેરાત કરી હતી. અમેરિકી સંરક્ષાલય અનુસાર મૃત્યુ પામેલા અમેરિકનોમાં 13 સૈનિક સામેલ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હુમલા (Attack)ઓ કરવામાં ફિદાયીન પણ સામેલ હતા. એક ખાનગી ન્યુઝ મીડિયાએ બે અમેરિકી અધિકારીઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે હુમલાખોરોમાંથી એક આત્મઘાતી હતો. હુમલામાં માર્યા ગયેલાઓમાં મહિલાઓ અને બાળકો પણ હતા.

તાલિબાન (Taliban)ના પરત ફર્યા બાદથી કાબુલ એરપોર્ટ (Kabul Airport)પર સતત અફરા તફરી મચી છે. હવે ત્યાં બ્લાસ્ટ (Blast)થયા બાદ પરિસ્થિતિ વધુ ખરાબ બની ગઇ છે. આ પહેલા એવી આશંકા હતી કે એરપોર્ટ પર ટૂંક સમયમાં આતંકવાદી હુમલો થઈ શકે છે, જે હવે સાચો સાબિત થયો છે.

જણાવી દઈએ કે ભલે અમેરિકા ધીમે ધીમે અફઘાનિસ્તાનથી પોતાની સેના પરત બોલાવી રહ્યું છે, પરંતુ કાબુલ એરપોર્ટ હજુ પણ યુએસ આર્મી હેઠળ છે.

એરપોર્ટ નજીક થયા બે બ્લાસ્ટ

મળતી માહિતી મુજબ પ્રથમ બ્લાસ્ટ કાબુલના હામીદ કરજઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ (Airport)ના એબી ગેટ પર થયો હતો. તે સમયે દેશ છોડવાનો પ્રયાસ કરનારા લોકોની ભારે ભીડ એરપોર્ટ પર જમા હતી. થોડા જ સમય બાદ, એરપોર્ટ નજીક બેરોન હોટલ પાસે બીજો બ્લાસ્ટ (Blast) થયો. અમેરિકાના સંરક્ષણ સચિવ જોન કિર્બીએ કાબુલ એરપોર્ટના ગેટ પાસે બ્લાસ્ટની જાહેરાત કરી હતી. અમેરિકી સંરક્ષાલય અનુસાર મૃત્યુ પામેલા અમેરિકનોમાં 13 સૈનિક સામેલ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હુમલા (Attack)ઓ કરવામાં ફિદાયીન પણ સામેલ હતા. એક ખાનગી ન્યુઝ મીડિયાએ બે અમેરિકી અધિકારીઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે હુમલાખોરોમાંથી એક આત્મઘાતી હતો. હુમલામાં માર્યા ગયેલાઓમાં મહિલાઓ અને બાળકો પણ હતા.

તાલિબાન (Taliban)ના પરત ફર્યા બાદથી કાબુલ એરપોર્ટ પર સતત અફરા તફરી મચી છે. હવે ત્યાં બ્લાસ્ટ (Blast)થયા બાદ પરિસ્થિતિ વધુ ખરાબ બની ગઇ છે. આ પહેલા એવી આશંકા હતી કે એરપોર્ટ પર ટૂંક સમયમાં આતંકવાદી હુમલો થઈ શકે છે, જે હવે સાચો સાબિત થયો છે.

જણાવી દઈએ કે ભલે અમેરિકા ધીમે ધીમે અફઘાનિસ્તાનથી પોતાની સેના પરત બોલાવી રહ્યું છે, પરંતુ કાબુલ એરપોર્ટ હજુ પણ યુએસ આર્મી હેઠળ છે.

બ્લાસ્ટના થોડા સમય પહેલા, કાબુલ એરપોર્ટ પરથી ઉડાન ભરતી ઇટાલિયન લશ્કરી વિમાન (Plane)પર પણ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ઇટાલીના સંરક્ષણ સૂત્રોએ આ વાતની જાહેરાત કરતા કહ્યું કે આ ફાયરિંગમાં વિમાન કે કોઇ મુસાફરને નુકસાન થયું નથી.

સવારે જ ચેતવણી આપવામાં આવી હતી

ગઇકાલે ગુરૂવારના રોજ સવારે અમેરિકા (America), બ્રિટન અને ઓસ્ટ્રેલિયાએ કાબુલ એરપોર્ટની આસપાસ એકઠા થયેલા લોકોને દૂર જવાની અપીલ કરી હતી. અમેરિકાએ તેના નાગરિકોને આ સમયે કાબુલ એરપોર્ટ તરફ ન આવવા કહ્યું હતું. તો બ્રિટને લોકોને સલામત સ્થળે જવાનું પણ કહ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ એક એડવાઈઝરી બહાર પાડતા સમયે કહ્યું હતુ કે એરપોર્ટ પર મોટા આતંકવાદી હુમલા (Attack)નો ખતરો તોળાઇ રહ્યો છે.

કેટલાક દેશોની ગુપ્તચર એજન્સીઓએ પણ માહિતી આપી હતી કે ઇસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસન પ્રાંત (ISKP) એરપોર્ટ પર હુમલાની યોજના બનાવી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે એરપોર્ટ પર એકઠી  થયેલી ભીડ અનુસાર આતંકવાદીઓ માટે આ સ્થળને નિશાન બનાવવું સરળ હતું.

અફઘાનિ નાગરિક દેશ નહીં છોડી શકે

ઉલ્લેખનિય છે કે મંગળવારે તાલિબાન પ્રવક્તા જબિઉલ્લાહ મુજાહિદે પ્રેસ કોન્ફરન્સ (Press Conference)ને સંબોધન કરતા કહ્યુ હતુ કે, હવે અમે કોઇ પણ અફઘાનિ નાગરિકને દેશ બહાર નહીં જવા દઇએ. આ રોક માત્ર અફઘાનિ નાગરીકો માટે જ છે. વિદેશી નાગરિક એરપોર્ટ (Airport)જઇ શકે છે અને પોતાના દેશ પરત ફરી શકે છે. એક ખાનગી મીડિયા સાથે મુજાહિદે વાતચીત કરતા કહ્યું કે, એરપોર્ટ તરફના રસ્તા (Road)ઓ હાલમાં તાલિબાને (Taliban)બ્લોક કરી દીધા છે. એરપોર્ટ સુધી જનારા અફઘાન સ્થાનિક તે રસ્તેથી પસાર નહીં થઇ શકે, પરંતુ વિદેશી નાગરિકને તે રસ્તા પરથી પસાર થવાની મંજૂરી છે.

આ લોકોએ પણ દેશ ન છોડવો જોઇએ-  તાલિબાન પ્રવક્તા

મુજાહિદે વધુમાં કહ્યુ કે, હવે અફઘાનિ નાગરિકોને દેશની બહાર જવાની મંજૂરી નહીં મળે અને અમે તેનાથી ખુશ પણ નથી. અફઘાનિસ્તાનના ડોક્ટર (Doctor)અને શિક્ષણવિદે પણ દેશ ન છોડવો જોઇએ, તેઓએ પોતાના ક્ષેત્રમાં કામ કરવુ જોઇએ. મુજાહિદે વધુમાં કહ્યુ કે, હાલના દિવસોમાં કાબુલ એરપોર્ટ (Kabul Airport)પર ભીડને રોકવા માટે અફઘાનિઓને રોકવામાં આવશે.

તાલિબાને ફરી વચન આપ્યુ

તાલિબાને ફરી એક વાર વચન આપ્યુ છે કે, નાગરિકોએ તાલિબાન સામે સામનો નહીં કરવો પડે. કાબુલમાં તાલિબાની કબજા બાદ અને અમેરિકી સૈનિકોના પરત ફર્યા બાદ કાબુલ એરપોર્ટ પર લોકોનો જમાવડો રહે છે. જણાવી દઇએ કે તાલિબાને આ પહેલા ઘણી વખત કહ્યુ છે કે તે કોઇની સાથે બદલો નહીં નીકાળે. આ વચ્ચે તાલિબાને કહ્યુ કે, સંયુક્ત રાજ્ય અમેરિકા (America)ને પોતાની નિકાસી પૂરી કરવી જોઇએ અને 31 ઓગષ્ટ સુધી અફઘાનિસ્તાનથી હટી જવુ જોઇએ. ધમકી ભર્યા અંદાજમાં તાલિબાની પ્રવક્તા મુજાહિદે કહ્યુ કે, તેનો સમુહ સમય મર્યાદામાં વધારો કરવાનું સ્વિકારશે નહીં, ત્યારબાદ અફઘાનોને પ્લેન (Plane)દ્વારા નિકાસની પણ મંજૂરી નહીં આપવામાં આવે.

મુજાહિદે વધુમાં કહ્યુ કે, નક્કી થયેલા સમય બાદ એરપોર્ટને તાલિબાન પોતાના કબજામાં લઇ લેશે. જોકે તેને કહ્યુ કે, હજુ સુધી સ્પષ્ટ નથી કે કાબુલ એરપોર્ટ પરથી પ્લેન ક્યા સુધી ઉડાન ભરશે. આ તમામ વચ્ચે વ્હાઇટ હાઉસે (White House)મંગળવારે સવારે જણાવ્યુ હતુ કે, છેલ્લા 24 કલાકમાં 21,600 લોકોને અફઘાનિસ્તાનથી બહાર લઇ આવ્યા છે.

મહિલા અને બાળકો પર હુમલો કર્યો

ઉલ્લેખનિ ય છે કે, કાબુલથી સામે આવેલા કેટલાક ફોટોમાં સામે આવ્યુ છે કે તાલિબાને દેશ છોડવા જઇ રહેલા મહિલાઓ (Women)અને બાળકો (child) પર ઘાતક હુમલો કર્યો હતો. તાલિબાની લડવૈયાઓએ ભીડને પરત મોકલવા ફાયરીંગ પણ કર્યુ હતુ. એક રિપોર્ટ મુજબ તાલિબાનોના આ હુમલા (Attack)માં ઘણા લોકો ઘાયલ થયા છે.

તાલિબાને પ્રેસ કોન્ફરન્સ સંબોધી

નોંધનીય છે કે, અફઘાનિસ્તાન પર સંપૂર્ણ કબજો કર્યા બાદ તાલિબાન (Taliban)પ્રથમ વખત સત્તાવાર રીતે મીડિયા સામે આવ્યા હતા. તાલિબાન પ્રવક્તાએ દેશના તમામ સમુદાયો સાથે મળીને સરકાર બનાવવા અંગેની વાત કરી હતી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ ડોક્ટર અબ્દુલ્લા, હિકમત્યાર અને હામિદ કરઝાઈના સંપર્કમાં છે, તો તાલિબાનના પ્રવક્તાએ જવાબ આપતા કહ્યું હતુ કે, અમે ટૂંક સમયમાં જ સરકાર બનાવવાની પ્રક્રિયા શરૂ કરીશું જેમાં અમે દરેકનો શક્ય બને એ રીતે સંપર્ક કરવાનો પ્રયાસ કરીશું. હાલમાં પણ અમે શક્ય પ્રયાસો કરી અને સંપર્ક કરી રહ્યા છીએ. અમે અમારા તમામ પ્રયાસ કરીશું કે તમામ અફઘાન સામેલ થાય. કોઈને છોડવામાં નહીં આવે. જે કોઈ દેશની સેવા કરવા માગે છે તેને અવગણવામાં આવશે નહીં. ટૂંક સમયમાં સરકાર (Government) જાહેરાત કરશે અને સમસ્યાઓ સમાપ્ત થશે.

કાયદો વ્યવસ્થા

કાયદો અને વ્યવસ્થાને લઇને તાલિબાન પ્રવક્તાએ કહ્યું કે, તાલિબાનની પ્રાથમિકતા કાયદો અને વ્યવસ્થા બનાવવાની છે. ત્યારબાદ લોકો શાંતિથી રહી શકશે. કોઈ તમને નુકસાન નહીં કરે. કોઈ તમારા દરવાજા નહીં ખટખટાવે.

વિદેશી સુરક્ષા દળો (Force) સાથે કામ કરતા ઠેકેદારો અને અનુવાદકો વિશેના પ્રશ્નના જવાબમાં ઝબીહુલ્લાહ મુજાહિદે કહ્યું કે, અમે કોઈનો બદલો લેવા જઈ રહ્યા નથી. અમે નથી ઈચ્છતા કે અફઘાનિસ્તાનમાં ઉછરેલા યુવાનો (Youth) દેશને છોડી જાય. તેઓ અમારી સંપત્તિ છે. કોઈ તેમના દરવાજા ખટખટાવશે અને તેમને પૂછશે કે તેઓ શું માટે કામ કરી રહ્યા છે. આવા લોકો આપણા શાસનમાં સુરક્ષિત રહેશે. કોઈની પૂછપરછ કે પીછો કરવામાં નહીં આવે.

મહિલાના અધિકાર પર પણ વાત કરી 

તાલિબાન (Taliban)ના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે મહિલા અધિકારો અંગેના સવાલના જવાબ આપતા જણાવ્યું હતું કે, અમે અમારી વ્યવસ્થામાં મહિલાઓને કામ કરવા અને અભ્યાસ કરવાની છૂટ આપવા જઈ રહ્યા છીએ. મહિલાઓ હવે આપણા સમાજ અને અમારા માળખામાં ખૂબ જ સક્રિય બનવા જઈ રહી છે.

મુજાહિદે કહ્યું કે, અમે શરિયા વ્યવસ્થા હેઠળ મહિલા (Woman)ઓના અધિકારો નક્કી કરવા માટે પ્રતિબદ્ધ છીએ. મહિલાઓ અમારી સાથે જ કામ કરવા જઈ રહી છે. અમે આંતરરાષ્ટ્રીય સમુદાયને ખાતરી આપવા માગીએ છીએ કે તેમની સાથે કોણ પણ રીતે ભેદભાવ કરવામાં આવશે નહીં.

તાલિબાન પ્રવક્તાએ કહ્યું કે શરિયા કાયદા હેઠળ મહિલા (Women)ઓને અધિકારો અને સ્વતંત્રતા આપવામાં આવશે. મહિલાઓ આરોગ્ય ક્ષેત્ર અને શાળાઓમાં કામ કરી શકશે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું મહિલાઓ પણ મીડિયામાં કામ કરી શકશે? આ સવાલનો પ્રવક્તાએ ફરી ફરીને જવાબ આપ્યો હતો. તેણે કહ્યું કે, જ્યારે તાલિબાન સરકાર (Government) રચાશે, ત્યારે તે સ્પષ્ટપણે જણાવવામાં આવશે કે શરિયા કાયદા અનુસાર કઈ છૂટ મળશે.

નાગરિક કે સેના વિરૂદ્ધ કાર્યવાહી નહીં કરે

ઉલ્લેખનિય છે કે તાલિબાને એક નિવેદન બહાર પાડતા કહ્યુ હતુ કે તે જબરદસ્તીથી કાબુલમાં પ્રવેશ નહીં કરે. તાલિબાને એ પણ વચન આપ્યુ હતુ કે કોઇ પણ નાગરિક અથવા સેના (Force) વિરૂદ્ધ કાર્યવાહી નહીં કરે

તાલિબાનોએ સરકારી કર્મી અને સેનાને માફ કરી

નોંધનીય છે કે તાલિબાને જણાવતા કહ્યુ કે, અમારો ઇરાદો કોઇ સાથે બદલો લેવાનો નથી. કાબુલામાં સરકારી નોકરી કરનારા કર્મીઓ અને સેના (Force)ને અમે માફ કરી દીધા છે અને તે તમામ સુરક્ષિત છે. કોઇ પણ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં નહીં આવે. તમામ આપણા જ દેશના છે.

લોકો દેશ છોડવાની કોશિશ ન કરે

તાલિબાને પોતાના નિવેદનમાં એ પણ જણાવ્યું હતુ કે, તમામ લોકો ઘર પર જ રહે અને દેશ છોડવાની કોશિશ ન કરે. અમે ઇચ્છી રહ્યા છે કે તમામ અફઘાની પોતાને ભવિષ્યના ઇસ્લામી વ્યવસ્થામાં એક જવાબદાર સરકારને જોવે.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment