Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / May 18.
Homeન્યૂઝICC Test Rankings: રોહિત શર્માનો ધમાકો, પ્રથમ વાર મેળવી આ ખાસ સિદ્ધિ

ICC Test Rankings: રોહિત શર્માનો ધમાકો, પ્રથમ વાર મેળવી આ ખાસ સિદ્ધિ

ICC Test Rankings
Share Now

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે આઇસીસી ટેસ્ટ રેન્કિંગ (ICC Test Rankings)જાહેર કરી છે. ભારતના બેટ્સમેન રોહિત શર્માએ ચોથા ટેસ્ટમાં શતક ફટકારતા તેને ફાયદો થયો છે. રોહિત શર્મા પાંચમાં નંબર પર યથાવત છે. પરંતુ તેના ટેસ્ટ કેરિયરમાં એવુ સૌ પ્રથમ વખત થયુ જ્યારે તેના પોઇન્ટ 800 ને પાર પહોંચ્યા છે. આઇસીસીની તાજા ટેસ્ટ રેન્કિંગમાં રોહિતને 813 પોઇન્ટ છે. વિરાટ કોહલી તેની નીચે જ છઠ્ઠા સ્થાન પર છે. રોહિત શર્માને 40 પોઇન્ટનો ફાયદો મળ્યો છે.

આઇસીસી ટેસ્ટ રેન્કિંગ (ICC Test Rankings)માં ખાસ સિદ્ધિ

રોહિત શર્માએ આ સાથે ખાસ ઉપલબ્ધિ હાંસિલ કરી છે. 21 મી સેન્ચુરીમાં તેના પહેલા માત્ર સાત ભારતીય બેટ્સમેને (Indian Batsmen)આ ખાસ સિદ્ધિ હાંસિલ કરી છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી, સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, ચેતેશ્વર પુજારા, ગૌતમ ગંભીર, વીરેન્દ્ર સેહવાગ અને અજિંક્ય રહાણે રોહિત શર્મા પહેલા આ સિદ્ધિ મેળવી ચુક્યા છે. બેટ્સમેનોની આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટ પ્રથમ સ્થાન પર છે. ત્યારબાદ ન્યુઝિલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન બીજા અને ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ ત્રીજા નંબર પર છે.

આ પણ વાંચો: Test Series બચાવવા માટે ઇંગ્લેન્ડને હવે ક્યા પ્લેયરની જરૂર પડી

મેચ અંગેની જો સંપુર્ણ વાત કરીએ તો આ મેચમાં ઈંગ્લેન્ડની ટીમ એક અલગ જ આત્મવિશ્વાસ સાથે આવી હતી. તેણે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રીત કર્યુ હતું. જેમાં ઇંગ્લેન્ડ ટીમની મજબુત બોલિંગ સામે ટીમ ઈન્ડિયા પ્રથમ દાવમાં માત્ર 191 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

જવાબમાં ઈંગ્લેન્ડની ટીમે (England Team)શાનદાર રમત બતાવી અને 290 રન બનાવ્યા. એટલે કે ભારત વિરૂદ્ધ પ્રથમ ઇનિંગ્સ (Innings)સામે 99 રનની લીડ મેળવી લીધી હતી. પરંતુ લીડ હોવા છતાં પણ ભારતીય ટીમ (Indian Team)મેચમાં પરત ફરી હતી. રોહિત શર્માએ શાનદાર સદી ફટકારી હતી. તો ઉપરાંત ચેતેશ્વર પુજારા, શાર્દુલ ઠાકુર અને ઋષભ પંતે શાનદાર ઇનિંગ રમી હતી. જેના સહારે ભારતે બીજા ઇનિંગ્સમાં 466 રનનો ટાર્ગેટ ઉભો કરી લીધો હતો.  ઈંગ્લેન્ડ સામે 368 રનનો મોટો ટાર્ગેટ ચેજ કરવાનો પડકાર હતો.

મેચના ચોથા દિવસે આ લક્ષ્યનો પીછો કરતા ઈંગ્લેન્ડ ટીમ (Team)ના ઓપનરોએ 77 રન ઉમેર્યા હતા. પરંતુ છેલ્લા દિવસે ઈંગ્લેન્ડની ટીમ ભારત સામે લડી શકી નહીં અને ભારતે આ મેચમાં જીત મેળવી લીધી હતી. આ જીત સાથે ભારતીય ટીમ 14 વર્ષ બાદ ઇંગ્લેન્ડમાં સિરીઝ જીતનાથી માત્ર એક મેચ દૂર છે.

મેચ અંગેની વિશેષ માહિતી મેળવો અહીં વીડિયો દ્વારા:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment