Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeસ્પોર્ટ્સરોનાલ્ડોને કારણે કોને થયું કરોડોનું નુકશાન ?

રોનાલ્ડોને કારણે કોને થયું કરોડોનું નુકશાન ?

CRISTIANO RONALDO
Share Now

યુરો કપ 2020માં રોનાલ્ડો ( RONALDO )હાલ એક વિડિઓના કારણે ચર્ચામાં આવ્યો છે. યુરો કપમાં પોર્ટુગલની પ્રથમ મેચ પેહલા સોમવારે ટીમના કેપ્ટન રોનાલ્ડોએ એક પ્રેસ કોન્ફરન્સ ભાગ લીધો હતો. પ્રેસ કોન્ફરન્સમાં કોલ્ડ ડ્રીંકની બોટલો જોયને રોષે ભરાયો હતો. તે બાદ તેણે બોટલોને ડેસ્ક પરથી હટાવી દીધી હતી. અને આ પ્રેસ કોન્ફરન્સ બુડાપેસ્ટમાં યોજાઈ હતી. રોનાલ્ડો પોતાની ડાયટ પાછળ ઘણી મેહનત કરતો હોઈ છે. તેવામાં એની પ્રેસ કોન્ફરન્સમાં આ બોટલોથી તે ગુસ્સે ભરાયો હતો.  એની બાજુમાં પાણીની બોટલ પણ હતી અને લોકોને પાણીની બોટલ બતાવી  પાણી પીવાનો સંદેશ આપ્યો હતો.

કોકા કોલા કંપનીને કરોડોનું નુકશાન

આ ઘટના બાદ કોકા કોલાને ભારે નુકશાનનો સામનો કરવો પડયો હતો. માત્ર થોડી સેકન્ડમાં જ કોકા કોલા કંપનીને કરોડોનું નુકશાન ભોગવનો વારો આવ્યો છે. યુરોપમાં માર્કેટ ખુલતાની સાથે કોક કોલા કંપનીના શેરનો ભાવ 56.10 ડોલર હતો. પણ આ ઘટના બાદ તે સતત વધતા અને ઘટતા રહ્યા હતા. એક ટાઈમે આ શેરનો ભાવ 55.22 ડોલર રહ્યો હતો. કંપનીના શેરનો ભાવ 1.5 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. કંપનીને લગભગ 30 હાજર કરોડનું નુકશાન થયું છે. કોક કોલા આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે કોલ્ડ ડ્રીંકનું સેવન કરવું કે નહિ એ ખેલાડીઓ પર છે. કોક કોલા યુરો કપના ઓફીસીયલ સ્પોન્સર છે. અને તેની બ્રાન્ડ વેલ્યુ વધારવા પ્રેસ કોન્ફેરન્સ દરમિયાન તે કોકા કોલાને રાખે છે જેથી મીડિયા દ્વારા તેની બ્રાન્ડનું પ્રોમશન થઇ શકે. પંરતુ આ ઘટના બાદ કોકા કોલાને ભારે નુકશાનનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

PAUL POGBA

PC-TWITTER

પોલ પોગ્બાએ બિયરની બોટલ હટાવી

આ ઘટના બાદ ફ્રાન્સના ફૂટબોલર પોલ પોગ્બાએ બુધવારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બિયરની બોટલ ડેસ્ક નીચે મૂકી દીધી હતી. યુરો કપ 2020માં આવી બીજી ઘટના બની છે. પેહલા રોનાલ્ડો અને હવે પૉલ. પૉલ પોગ્બા એક મુસ્લિમ છે અને તે બિયરનું સેવન કરતો નથી. પૉલે બુધવારની મેચ પછીની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન હેનિકન બિયર બોટલને ડેસ્ક પરથી હટાવી હતી. આ પેહલા પૉલે ઘણી વાર દારૂ ન પીવા માટે સંદેશા આપ્યા છે.

રોનાલ્ડોનો શાનદાર દેખાવ

આ સાથે રોનાલ્ડો(RONALDO)એ પ્રથમ મેચમાં શાનદાર દેખાવથી પોતાની ટીમને વિજય બનાવી હતી. 36 વર્ષય રોનાલ્ડો યુરો કપની પાંચ સીઝન રમનારો પેહલો ફૂટબોલર બની ગયો છે. આ ઇતિહાસિક મેચમાં રોનાલ્ડોનો દેખાવ ખુબ જ સારો રહ્યો હતો. રોનાલ્ડોએ 2 ગોલ ફટકારીને હંગરીને 3-0થી હરાવ્યું હતું. તેમાં પોર્ટુગલના રાફેલ ગુરીનોએ પણ 84એ ગોલ ફટકાર્યો હતો. અને મેચની છેલ્લી મિનિટમાં રોનાલ્ડોએ બે ગોલ ફટકારીને પોર્ટુગલને વિજય બનાવ્યો હતો. આ ગોલ સાથે રોનાલ્ડો આ ટુર્નામેન્ટના ઇતિહાસમાં ઓલ ટાઈમ ટોપ સ્કોરર બની ગયો છે. રોનાલ્ડોએ ફ્રાંસના માઈકલ પ્લાટીનીના 11 ગોલનો રેકોર્ડને તોડયો છે. સાથે સાથે રોનાલ્ડો હવે ઓલ ટાઈમ સૌથી વધારે ગોલ ફટકારનારા ઈરાનના ખેલાડી અલી ડેઈના 109 ગોલથી માત્ર 3 જ ગોલ પાછળ છે.રોનાલ્ડો પોતાના ડાયટને સખત અનુશરે છે. તે ફિટ રહેવા માટે કોઈ પણ પ્રકારના કોલ્ડ ડ્રિન્કનું સેવન નથી કરતો. ફિટનેસમાં રોનાલ્ડોને આખું યુથ ફોલો કરે છે. રોનાલ્ડોનો(RONALDO) ખોરાક પણ વિશિષ્ટ હોય છે.

 

આ પણ વાંચો:ભારતીય ટીમ એશિયા કપ 2023ના ત્રીજા રાઉન્ડમાં ક્વોલિફાય

 

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment