Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / October 17.
Homeન્યૂઝગોંડલ ચોકડી બંધ થતા ST બસનો રૂટ 9 કિ.મી. વધ્યો, ભાડામાં પણ તોતિંગ વધારો ઝીંકાયો

ગોંડલ ચોકડી બંધ થતા ST બસનો રૂટ 9 કિ.મી. વધ્યો, ભાડામાં પણ તોતિંગ વધારો ઝીંકાયો

Gondal Chokdi
Share Now

ગોંડલ ચોકડી (Gondal Chokdi)એ ફલાય ઓવર બનાવવાના પગલે ચોકડી બંધ કરવામાં આવી છે. જેને પગલે ગોંડલ, જૂનાગઢ, પોરબંદર આવતી એસટી બસનું અંતર 9.60 કિલોમીટર વધી જશે. જેને કારણે ST વિભાગ દ્વારા કુલ 270 બસોના ભાડામાં રૂપિયા 8થી લઇ 12 રૂપિયાનો તોંતીગ વધારો કરાયો છે.

Gondal Chokdi એ બ્રિજ બનવાને લઇ કોંગી નેતાના આકરા પ્રહાર

ST વિભાગ દ્વારા બસો (Bus)ના ભાડામાં વધારો કરાતા કોંગી કોર્પોરેટર વશરામભાઈ સાગઠીયા અને મકબુલભાઈ દાઉદાણીએ જણાવ્યું હતું કે, આ ડાઇવર્ઝનના હિસાબે નવ કિલોમીટર જેટલો વધારો થાય છે. તે ભાડું સરકારે પોતાએ ભોગવવું જોઈએ, હવે સરકારે સમજવાની જરૂર છે કે, પબ્લિક ઉપર કેટલાક પ્રકારના ટેક્સ વધારા કરવા છે. પબ્લિક હવે તો આ જુદી જુદી પ્રકારના વધારાથી થાકી ગઈ છે. તેમ છતાં પણ સરકારને સમજાતું નથી. અમારો સીધો સવાલ છે કે, એસટી, સરકારી કામ, સરકારી કોન્ટ્રાક્ટર, સરકારી અને તેની વ્યવસ્થા કરવાની જવાબદારી પણ સરકારને હોય તો પબ્લિક ઉપર આ ભાડા વધારો શા માટે?

આ પણ વાંચો: Surat: પોલીસે ગરબે રમતા વિદ્યાર્થીઓ સાથે કર્યુ ઉદ્ધત ભર્યું વર્તન

સરકાર પર શું પ્રહાર કર્યાં

સરકાર પર આકરા પ્રહાર કરતા વધુમાં જણાવ્યું હતુ કે, એક તરફ સરકાર મોંઘવારી વધારી રહી છે. કોંગ્રેસ (Congress)ના સમયે 312 રૂપિયામાં મળતો ગેસ (Gas)નો બાટલો આજે 918 રૂપિયામાં મળે છે. જીએસટીએ લોકોને કમર તોડી નાંખી છે. ગરીબી અને ભૂખમરાથી લોકો પીડાઇ રહ્યા છે. બેકારી ભરડો લઈ ગઈ છે. લાખો યુવાનો બેકાર છે. લાખો લોકોની રોજગારી જતી રહી છે. લોકોને બે ટંક ભેગા કરવા મુશ્કેલ થઈ ગયા છે. ભારતમાં બીમારીએ પણ માઝા મૂકી છે. હાલ રાજકોટમાં ડેન્ગ્યુ અને ચીકનગુનિયાએ ભરડો લીધો છે. કોરોનાના હિસાબે લોકોને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, તેમાં વળી પાછી સરકાર હજુ ભાવ વધારા કરી અને લૂંટવાનું બંધ નથી કરતી. આ તમામ સામે કોંગી કોર્પોરેટર અને મકબુલભાઇ દાઉદાણીએ સખ્ત વિરોધ નોંધાવ્યો છે.

Gondal Chokdi એ બ્રિજ બનવાના પગલે આ રૂટ પર કિલોમીટર વધી જશે

હાલ ગોંડલ , જેતપુર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, વેરાવળ, જેતપુર સહિતના રૂટ પરથી રાજકોટ આવતી કુલ 270 બસોના ભાડામાં વધારો કરાયો છે. આવનારી આ આ તમામ બસો ગોંડલ-શાપર વેરાવળ, પારડી, કોરાટ ચોક, કાંગશીયાળી ચોકડી, ટીલાળા ચોક, વેગળ ચોક, સાવન સર્કલ, બાપા સીતારામ સર્કલ, મવડી ચોકડી, ગોંડલ ચોકડી બાયપાસ, એસટી વર્કશોપ, પીડીએમ, નાગરીક બેંક અને રાજકોટ બસપોર્ટ (Bus Port)નો સમાવેશ થાય છે. કુલ 9.60 કિ.મી.નો વધારો થયો છે.

કોગ્રેસની જન આક્રોશ યાત્રા જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment