Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / August 10.
Homeન્યૂઝગ્લોબલ લિસ્ટમાં એકમાત્ર ભારતીય કંપની

ગ્લોબલ લિસ્ટમાં એકમાત્ર ભારતીય કંપની

Mukesh Ambani
Share Now

કોરોનાન કાળમાં રિલાયન્સ ઇંડસ્ટ્રીજના ચેયરમેન મુકેશઅંબાણી ચર્ચામાં છે, અંબાણીની રિલાયન્સ રિટેલ કંપનીને દુનિયાની સૌથી ઝડપથી વિકસતી રેટેલર કંપનીમાં સ્થાન મળ્યુ છે.  ગ્લોબલ પાવર રિટેલિંગની સુચિમાં તે 13 માં ક્રમે છે. આ પહેલાંની જો વાત કરવામાં આવે તો રિલાયન્સ રિટેલ કંપની 56 માં ક્રમે હતી. 

ડેલાયટની રિપોર્ટ મુજબ ગ્લોબલ પાવર્સ ઓફ રિટેલિંગ નો નંબર 53 માં રહ્યો હતો, રિલાયન્સ રિટેલર એકમાત્ર બારતીય કંપની છે, જે 250 સૌથી શક્તિશાળી વૈશ્વિક રિટેલરોની યાદીમાં સામેલ થયેલી છે. રિલાયન્સની જો વાત કરીએ તો પાવર ઓફ રિટેલિંગ અને વિશ્વની સૌથી ઝડપી રિટેલર્સમાં સતત આ ચોથી વાર નામ લિસ્ટમાં આવ્યુ છે. ડેલાઇટ અહેવાલમાં જણાવ્યુ છે કે, રિલાયન્સ રિટેલ ગયા વર્ષે સૌથી ઝડપથી વિકસિત 50 કંપનીઓમાં ટોચ પર હતી.

  • 250માં રિટેલર્સની લિસ્ટમાં 53 માં સ્થાન પર હતી
  • ટોપ-10 રિટેલર કંપનીઓમાં 7 અમેરિકી અને બ્રિટેનની માત્ર એક

અમેરિકામાં વોલમાર્ટ ટોપ પર ગ્લોબલ લિસ્ટની જો વાત કરીએ તો વોલમાર્ટ ઇંક ટોપ પર છે, એમેઝોનની રેંકિગમાં સુધાર થયો છે. તે ગ્લોબલ રેકિંગમાં બીજા સ્થાન પર હતુ, જર્મનીની રિટેલ કંપનીનું સ્થાન જણાવુ તો સ્વાર્જ (Schwarz) ગૃપ ઓફ જર્મની ગ્લોબલ રેંકિગમાં ચોથા સ્થાન પર છે.

reliance

Photo: Wikipedia

ટોપ 10 માં 7 અમેરિકી કંપનીનો સમાવેશ  

ગ્લોબલ લિસ્ટની ટોપ- 10 માંથી 7 કંપનીમાં અમેરિકા પણ છે,

બ્રિટેનની ટેસ્લો PLC 10 માં સ્થાન પર છે, અમેરિકાની જે કંપનીઓ ટોપ-10 માં સમાવેશ થાય છે,

  • દ ક્રોગર કંપની 5 માં રેન્ક
  • વોલગ્રીન્સ બુટ્સ અલાયન્સ ઇંક 6 માં રેન્ક
  • Cvs હેલ્થ કોર્પોરેશન  9 માં રેન્ક
  • ગ્લોબલ લિસ્ટમાં સમાવેશ કુલ 250 કંપનીઓમાં રિલાયન્સ રિટેલ એકલી ભારતીય કંપની છે.

વર્ષ 2020માં ફ્યુચર ગૃપના રિટેલ કારોબારનું અધિગ્રહણ કર્યું

રિલાન્સ રિટેલે 2019માં શ્રી કન્ન્ડ ડિપાર્ટમેન્ટ સ્ટોરના 29 સ્ટોર્સનું અધિગ્રહણ કર્યું હતુ. આ બાદ રિલાયન્સે બીજા એક ગૃપને ખરીદવાની ઘોષણા કરી હતી, જેમાં ફ્યુચર ગૃપના રિટેલ, હોલસેલ અને લોજીસ્ટીક કારોબારનો સમાવેશ થતો હતો. જો આ સોદો પુરો થાય તો રિલાન્સના રિટેલ સ્ટોરનો સ્પેસ વધીને ડબલ થવાની તૈયારીમાં હશે.

RR

Image: Shutterstock

તાકતવર વૈશ્વિક ખુદરા વિક્રેતા કંપનીઓની 250 કંપનીઓની લિસ્ટમાં સ્થાન મેળવનારી એકમાત્ર ભારતીય કંપની 

નાણાકીય વર્ષ 2020 માં રિલાયન્સ રિટેલરનો વિકાસ વાર્ષિક ધોરણે 41.8 % ની વૃદ્ધિએ રહ્યો હતો, કંપનીએ 2019-20 માં સમાપ્તિ પર ઉપભોક્તા, ઇલેક્ટ્રોનિક્સ, જીવનશૈલી, લાઇફસ્ટાઇલ, ફેશન પર કરિયાણા ખુદરા સીરીઝ સ્ટોરમાં 13.1 પ્રતિસત વૃદ્ધિ પ્રાપ્ત કરી હતી. આને મળીને 7,000 થી વધુ શહેરો અને નગરોમાં મળીને 11,784  સ્ટોર થઇ ગયા હતા. રિલાયન્સ રિટેલે 2020 માં બે ઇ-કોમર્સ એક્વિઝિશન પણ કરી હતી.  રિલાયન્સે વિટાલિક હેલ્થ અને તેના ઓનલાઇન ફાર્મસી પ્લેટફોર્મ નેટમેડ્સ સંપાદિત કર્યા હતા. રિલાયન્સ રિટેલના ડિજિટલ કોમર્સ બિઝનેસમાં વિસ્તરણ કરવા માટે કંપનીએ વોટ્સએપ સાથે ભાગીદારી કરી છે.

આ પણ વાંચો:  દેશમાં કોરોના વિરુદ્ધ લડાઇમાં સૌથી મોટા ‘દાનવીર’

ગયા વર્ષે ભારત સહિત દુનિયાભરમાં કોરોનાના કારણે લોકડાઉન હતુ. જેના કારણે રિલાયન્સ રિટેલરમાં વિદેશી કંપનીઓના નિવેશમાં લાગી ગઇ હતી, પણ આ દરમિયાન વિદેશી કંપનીએ કંપની સિલ્વર લોકો, KKR, ઇક્વિટી ફાર્મ, મુબાડલા ઇન્વેસ્ટમેન્ટ, General Atlantic, સોવરેન વેલ્થ ફંડ, જીઆઇસી, ટીપીઝી જેવી કંપનીઓએ હજારો કરોડો રુપિયા ઇન્વેસ્ટ કર્યા છે.  એપ્રિલમાં જ સૌથી વધુ ધનિકોની લિસ્ટ બહાર આવી હતી, જેમાં પણ ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ભારતમાં પ્રથમ સ્થાન મળ્યુ હતુ. કોરોનાકાળ ચાલી રહ્યો હોવા છતાં આ અબજોપતિઓને કોરોના નહોતો નડ્યો, આ યાદિની વાત કરીએ તો ભારતીયોમાં મુકેશ અંબાણી બાદ બીજા નંબરે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનો સમાવેશ થાય છે. ફોર્બસે બહાર પાડેલ આ યાદિમાં 2021 માં 493 નવા નામ પણ જોડાયા છે. વિશ્વની સૌથી ધનિક વ્યક્તિઓમાં બીજા સ્થાને છે ઍલન મસ્ક, તેઓ 2020માં 31મા સ્થાને હતા અને 2021માં બીજા સ્થાન પર આવી ગયા હતા. આ સિવાય ટેસ્લાના શૅરોમાં 705%ની વૃદ્ધિ સાથે ઍલન મસ્કની સંપત્તિ 151 બિલિયન ડૉલરની થઈ છે.

વધારે માહિતી માટે ડાઉનલોડ કરો: OTT INDIA App 

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt 

No comments

leave a comment