Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / September 30.
Homeએન્ટરટેઈન્મેન્ટRRR ની ટીમે લોકોને કોરોના પ્રોટોકોલ ફોલો કરવા રજુ કર્યો વીડિયો મેસેજ

RRR ની ટીમે લોકોને કોરોના પ્રોટોકોલ ફોલો કરવા રજુ કર્યો વીડિયો મેસેજ

TEAM RRR ASKS INDIA TO GEVACCINATED IN A VIDEO
Share Now

બોલિવુડમાં કોરોનાના કહેરના કારણે ઘણી ફિલ્મો રિલીઝ નથી થઇ રહી અને નુકશાનીનો ભોગ બની રહી છે, ત્યારે ઘણી મોટા બજેટની ફિલ્મો એવી છે જે રિલીઝ પણ થઇ નથી, મોટા ડાયરેક્ટર્સ વિચારી રહ્યાં છે કે આ ફિલ્મોને કઇ રીતે રિલીઝ કરવી, કોરોનાના ભયાનક કાળ વચ્ચે લોકો પણ હાલાકીનો ભોગ બની રહ્યાં છે, ત્યારે બોલિવુડ સેલેબર્સ આવીને લોકોની મદદ કરી રહ્યાં છે.

દેશમાં કોરોનાની સ્થિતિ કપરી

એસએસ રાજામૌલીની ફિલ્મ RRR ની ટીમે દેશમાં કોરોનાની સ્થિતિ કપરી બની છે, ત્યારે RRR ટીમે લોકોને જાગૃત થવા માટે અપીલ કરી છે. ભારત પર આવેલા કોરોનાના આ સંકટથી ઉભરવા માટે લોકોને કોરોનાની ગંભીરતાને લઇને સમજવા પર જોર આપ્યુ છે.  આ વીડિયોમાં આલીયા ભટ્ટ, સાઉથ સુપરસ્ટાર રામચરણ, જુનિયર NTR ,અજય દેવગન અને એસ રાજામૌલી એક મેસેજ આપતા તમને જોવા મળશે, આ સિવાય બધા પોતાની ભાષામાં આ મેસેજ આપી રહ્યાં છે. જે ખુબ સુંદર લાગી રહ્યું છે. આ શેર કરેલા વીડિયોમાં સ્ટાર્સે લોકોને કોરોનાને લઇને જાગૃતતા ફેલાઇ રહ્યાં છે. દેસ જે કપરી સ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે, ત્યારે આવા મેસેજ જો સ્ટાર્સ શેર કરે તો લોકો પણ પોતાના જીવની કિંમત થોડી સમજવા લાગશે, સ્ટાર્સના ફેન્સ પણ તેનો આ મેસેજ જરુર એકવાર જોશે, લોકોને આ સમયે એક થઇને કોરોનાના પ્રોટોકોલ ફોલો કરવાની જરુર છે.  આ વીડિયો સાથે તેમણે #StandTogether અને #Covid19 મુકીને લોકોને એક થઇને કોરોના સામે લડવાનો મેસેજ આપી રહ્યાં છે.  

લોકોને જાગૃત થવાની જરુર

RRR ની ટીમે વીડિયો શેર કરીને દેશના લોકોને કોરોનાની ગંભીરતા સમજાવી છે, લોકોને પ્રોટોકોલના પાલન કરવા માટે તેમજ વર્તમાન સમયમાં સુરક્ષિત રહેવા માટે જોર પાડવામાં આવ્યુ છે. ફેન્સ જ્યારે પોતાના મનગમતા સ્ટાર્સનો વીડિયો જોવે છે અથવા કોઇ નાની એડ જોવે છે તો તેને વધુ અસર થાય છે, તેજ રીતે અહીં એકસાથે ફેમસ સ્ટાર્સ આલિયા ભટ્ટ, અજય દેવગન અને સાઉથના રામ ચરણ તેમજ NTR મળીને એકસાથે આ મેસેજ આપી રહ્યાં ચે, તો સ્થિતિ અને કોરોનાની ગંભીરતા હવે તો લોકોએ સમજવી જોઇએ.

પ્રોટોકોલનું પાલન કરીને, તેમજ વર્તમાન સમયમાં સુરક્ષિત રહેવા માટે મહત્વ જોર આપવામાં આવ્યુ છે. પ્રશંસકોને રિકવેસ્ટ કરી છે કે તમે જે પ્રોટોકોલ છે કોરોનાને લઇને સરકારે બનાવેલા તેને પ્લીઝ ફોલો કરો, જેમ કે માસ્ક પહેરવુ, હાથ સેનિટાઇઝ કરવા, તેમજ લોકોથી દુરી બનાવી રાખવી, ઘરની બહાર નીકળો ત્યારે પોતાની સાથે સેનિટાઇઝર રાખવુ. આ સિવાય સ્ટાર્સે લોકોને આગ્રહ કર્યો છે કે તમે જરુર રસીકરણની પ્રક્રિયામાં જોડાવો.

StandTogether

SocialNews

ફિલ્મની વાત કરીએ તો આરઆરઆર ફિલ્મ એક પીરિયડ એક્સન ફિલ્મ છે, જે પ્રસિદ્ધ સ્વતંત્રતાસેનાનીઓ કોમારામ ભીમ અને અલ્લુરી સીતારામારાજુની યુવા દિવસોની એક કાલ્પનિક વર્ણન કરવામાં આવ્યું છે. ફેન્સ પણ તેમના ફેવરેટ સ્ટાર્સની ફિલ્મ જોવા માટે ઉતાવળા થઇ રહ્યા છે. આ ફિલ્મ દશેરાના દિવસે 13 ઓક્ટોબર 2021 ના દિવસે રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ તેલુગુ, તામિલ અને હિન્દી, કન્ન્ડ તેમજ મલયાલમ ભાષામાં રિલીઝ થવા માટે તૈયાર છે.

આ પણ વાંચો: મહામારી વચ્ચે પાકિસ્તાની એક્ટરે ભારત માટે કરી પ્રાર્થના   

મારી વાત

આપણી સામે જ્યારે કોઇ પોતાનું દમ તોડે છે એ પણ ઓક્સિજન અને વેન્ટિલેટર જેવી સુવિધાના અભાવે ત્યારે માણસને સમજાતુ નથી કે તે કરે શું?  સામે હોવા છતાં પણ આપણે એટલા મજબુર હોઇએ છીએ કે આપણે પોતાની જાતને લાચાર અનુભવે છીએ, તો માત્ર પોતાના માટે નહી, પણ પરિવાર માટે પોતાનું અને પરિવારનું ધ્યાન રાખો, દેશમાં રસીકરણ થઇ રહ્યું છે તેમાં જોડાવો અને લોકોને પણ રસીકરણ લેવા માટે જાગૃત કરો.

આજ રીતના એન્ટ્રટેન્મેન્ટ ન્યુઝ, બ્રેકિંગ અને હેલ્થ સાથે જોડાયેલા સમાચાર માટે અપડેટ રહેવા સતત જોડાયેલા રહો અમારી સાથે  OTTindia પર

No comments

leave a comment