રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)ના પૂજનીય સરસંઘચાલક માનનીય શ્રી મોહનજી ભાગવત જોધપુર પ્રવાસે હતા. ત્યાંથી તેઓ સરહદ પર આવેલા બાડમેરના આંતરરાષ્ટ્રીય લોકગાયક પદ્મશ્રી અનવરખાન માંગણીયારના ઘરે પહોંચ્યા હતા. અને અનવરખાનનું સન્માન કર્યું હતુ.
RSS ના મોહનજી પાસેથી લીધુ હતુ વચન
માનનીય શ્રી મોહનજી ભાગવત (RSS) ઘણીવાર કાર્ય માટે પ્રવાસ કરતા હોય છે. એકવાર મોહનજી દિલ્હીના પ્રવાસે ગયા હતા. ત્યારે ત્યાંના એક કાર્યક્રમમાં અનવરખાન સાથે મુલાકાત થઈ હતી. આ મુલાકાતમાં અનવરખાને તેમને પોતાના ઘરે પધારવા માટેનું આમંત્રણ આપ્યું હતુ. તેમને વારંવાર આજીજી કરતા અનવરખાને મોહનજી ભાગવાત પાસેથી વચન લીધુ હતુ કે, તેઓ જ્યારે ક્યારેય પણ રાજસ્થાન આવશે તેમના ઘરે ચોક્કસથી પધારશે. આ વચન સાથે તેઓ દિલ્હીના કાર્યક્રમમાંથી છૂટા પડ્યા.
ઘણાં સમય બાદ યોગાનુયોગ માનનીય મોહનજીને કાર્ય માટે જોધપુરના પ્રવાસે જવુ પડ્યુ. ત્યારે તેમણે નક્કી કર્યું કે, સરહદ પાસે આવેલા બાડમેર જવુ છે અને ત્યાં અનવરખાનના ઘરે પધરામણી કરવી છે. પોતાના આપેલા વચનને યાદ રાખીને મોહનજી ભાગવત અનવરખાનના ઘરે પહોંચ્યા હતા. મોહનજી ભાગવતને પોતાના ઘર આંગણે જોઈને અનવરખાન તથા તેમનો પરિવાર ખૂબ જ આનંદિત થઈ ગયા.
આ પણ વાંચોઃ- PM Modi અમેરિકાની આ આલિશાન હોટલમાં રોકાયા છે, જાણો આ હોટલની ખાસિયત
અનવરખાને રાજસ્થાનના લોકગીતની પ્રસ્તૃતિ કરી
તેમના આનંદની કોઈ સીમા નહોતી, ત્યારે તેમના સ્વાગતમાં અનવરખાન અને તેમના પરિવારના સભ્યોએ પ્રસિદ્ધ રાજસ્થાની લોકગીતની પ્રસ્તૃતિ કરી હતી. તેમણે वारी जाऊं रे, बलिहारी जाऊं रे, म्हारा सदगुरु आंगन आया ગાયનની પ્રસ્તૃતિ કરી હતી. માનનીય મોહનજી ભાગવત ઘણાં ખુશ થયા હતા. ત્યાં તેમની આગતા સાગતા ખૂબ જ સરસ રીતે કરવામાં આવી હતી.
માનનીય મોહનજી, સંઘ પ્રચારક નંદલાલજી અને અન્ય સંઘ પદાધિકારીઓએ ઘણો સમય અનવરખાનના ઘરે વિતાવ્યો. તેમના પરિવારના તમામ સભ્યો સાથે વાતચીત કરી હતી. એકબીજાનો પરિચય લીધો હતો તથા અનવરખાનના પૂજા ઘરમાં પ્રગટાવેલી અખંડ જ્યોતના પણ દર્શન કર્યા હતા.
ઉલ્લેખનિય છે કે મોહન ભાગવત પોતાના નિવેદનને લઇને હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. ગત્ત દિવસોમાં હિન્દુ અને મુસલમાનને લઇને નિવેદન આપ્યુ હતુ. મોહન ભાગવતે કહ્યું હતુ કે, હિન્દુઓ અને મુસલમાનોના પૂર્વ જ એક જ હતા અને દરેક ભારતીય નાગરિક હિન્દુ છે. વધુમાં જણાવતા કહ્યું હતુ કે સમજદાર મુસ્લિમ નેતાઓને કટ્ટરપંથીઓની વિરૂદ્ધ દ્રઢતાથી ઉભા રહેવુ જોઇએ.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4