Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / September 24.
Homeન્યૂઝબાબા રામદેવની કંપની રૂચિ સોયા શેરબજારમાંથી એકત્ર કરશે પૈસા, SEBIએ આપી મંજૂરી

બાબા રામદેવની કંપની રૂચિ સોયા શેરબજારમાંથી એકત્ર કરશે પૈસા, SEBIએ આપી મંજૂરી

Ruchi Soya FPO : Baba Ramdev’s Ruchi Soya receives SEBI approval to launch FPO
Share Now

મુંબઈ : ભારતીય શેરમાર્કેટમાં એક બાદ એક કંપનીઓ શેરબજારમાં ભરણાં બહાર પાડીને પૈસા એકત્ર કરી રહ્યાં છે. હવે આ યાદીમાં યોગગુરૂ બાબા રામદેવની કંપની(Ruchi Soya FPO)એ પણ ઝંપલાવ્યું છે.

Ruchi Soya FPO

પ્રાઈમર બજારમાં તેજી વચ્ચે એક દિગ્ગજ કંપનીના FPOને મંજૂરી આપવામાં આવી છે. ફોલોઅન પબ્લિક ઓફર(FPO) લાવવા માટે સેબીએ રૂચિ સોયાની અરજી મંજૂર કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે રૂચિ સોયાની માલિકી બાબા રામદેવની પતંજલિ આયુર્વેદ પાસે છે.Baba Ramdev Ruchi Soya

બાબા રામદેવની કંપની પતંજલિની રૂચિ સોયાએ ફોલોઅન પબ્લિક ઓફર(Ruchi Soya FPO) લાવવા માર્કેટ રેગ્યુલેટર સેબી સમક્ષ અરજી કરી હતી અને સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર કંપનીના એફપીઓને મંજૂરી મળી ગઈ છે. કંપની અંદાજે આ ભરણાં થકી 4300 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના ધરાવે છે.

જૂન મહિનામાં રૂચિ સોયાએ આ FPO માટે SEBI પાસે પેપર્સ જમા કરાવ્યા હતા. આ એફપીઓમાંથી મળનાર મહત્તમ રકમ કંપની દેવાના બોજને ઘટાડવા માટે ઉપયોગમાં લેશે. આગામી સપ્તાહે આ એફપીઓ ખુલવાની સંભાવના છે.

આ પણ વાંચો : Investment in Gold: 1947થી અત્યાર સુધી ગોલ્ડે આપ્યું અધધધ…52,000%નું રિટર્ન!

કેમ લાવવો પડ્યો FPO ?

સવાલ થાય કે કંપની શેરબજારમાં લિસ્ટેડ જ છે તો પછી જાહેર ભરણું કેમ બહાર પાડવું પડ્યું ?

કંપનીને સેબીના ઓછામાં ઓછા 25 ટકા જાહેર શેરહોલ્ડિંગ નિયમનું પાલન કરવા માટે આ એફપીઓ(Ruchi Soya FPO) લાવવાની ફરજ પડી છે. સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ (રેગ્યુલેશન) રૂલ્સ, 1957 મુજબ લિસ્ટેડ કંપનીમાં ન્યૂનતમ જાહેર શેરહોલ્ડિંગ 25 ટકા હોવું જ જોઈએ. આ નિયમને પૂર્ણ કરવા માટે રૂચિ સોયાના પ્રમોટરોએ આ રાઉન્ડમાં ઓછામાં ઓછા 9 ટકા શેર વેચવા પડશે.

Patanjali backed, Ruchi Soya files for Rs 4,300 crore FPO

પ્રમોટરોનો હિસ્સો કેટલો ?

આચાર્ય બાલકૃષ્ન અને રામદેવના ગૃપ પતંજલિએ નાદારી બાદ ફડચામાં ગયેલ રૂચિ સોયાને હસ્તાંતરિત કરી હતી. રૂચિ સોયામાં પ્રમોટર જૂથનો 98.90 ટકા હિસ્સો છે. મીડિયા અહેવાલો અનુસાર કંપની Ruchi Soya FPOમાંથી મેળવેલા નાણાંના 60 ટકાનો ઉપયોગ લોન ચૂકવવા માટે કરશે. જ્યારે 20 ટકા કાર્યકારી મૂડી માટે ઉપયોગમાં લેવાશે અને બાકીના 20 ટકા સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગમાં લેવાશે.

આ પણ વાંચો : આઝાદીના 75માં વર્ષમાં પ્રવેશ, કેવી રહી 74 વર્ષોની સફર, આગળ કેવા છે પડકારો?

પતંજલિ આયુર્વેદે 2019 માં રૂચિ સોયા ખરીદી હતી

2019માં પતંજલિ આયુર્વેદે રૂચિ સોયાને 4350 કરોડ રૂપિયામાં નાદારી પ્રક્રિયા હેઠળ હસ્તગત કરી હતી. રૂચિ સોયા મુખ્યત્વે તેલીબિયાંની પ્રક્રિયા, ખાદ્યતેલોને શુદ્ધ કરવા અને સોયા પ્રોડકટ્સના ઉત્પાદનમાં ધંધો કરે છે. Mahakosh, Sunrich, Ruchi Gold અને Nutrela તેના ટોચના બ્રાન્ડ છે.

Ruchi Soya's Brand

NSE પર રૂચિ સોયાનો શેર સોમવારે 1123.05 પર બંધ આવ્યો હતો. 1લી ફેબ્રુઆરી, 2020ના રોજ ફરી લિસ્ટ થયા બાદ રૂચિ સોયાના શેરમાં સતત ઉપલી સર્કિટ જોવા મળી હતી. શેર એકતરફી ઉછાળા સાથે 1લી ફેબ્રુઆરીના 21.5ના સ્તરની સામે 26મી જુન, 2020ના રોજ ઓલટાઈમ હાઈ 1519.65 સુધી ઉંચકાયો હતો. જોકે હવે આ એફપીઓ (Ruchi Soya FPO) કયા ભાવે આવશે તે જોવું રહ્યું……………..

આ પણ વાંચો : રહાણે અને પુજારાએ એવો ક્યો રેકોર્ડ સર્જ્યો જે ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં નોંધાયો નથી?

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment