Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeભક્તિઉત્તર ગુજરાતનું એક માત્ર એવુ મંદિર કે જ્યાં ગણપતિ દાદાની સાથે રિદ્ધિ-સિદ્ધિ પણ છે બિરાજમાન

ઉત્તર ગુજરાતનું એક માત્ર એવુ મંદિર કે જ્યાં ગણપતિ દાદાની સાથે રિદ્ધિ-સિદ્ધિ પણ છે બિરાજમાન

Rudatla Ganesh
Share Now

Rudatla Ganesh: ભગવાન શ્રી ગણેશ જેમની પુજા અર્ચના બધા દેવી-દેવતાઓમાં સૌથી પહેલા થાય છે. જેમને ગજાનન, વિઘ્નહર્તા, ગણપતિ, લંબોદર જેવા અનેક નામોથી આપણે પૂજા કરીએ છીએ. તેમની પૂજા કરવાથી આપણા તમામ વિધ્નો દૂર થઈ જાય છે. તેવા આપણા સૌના બપ્પાનુ એક પ્રાચિન મંદિર બહુચરાજીથી 19 કિલોમીટર દૂર રુદતલ ગામમાં આવેલું છે. આ ગામમાં 1200 વર્ષ પુરાના ગણપતિ દાદાનું પ્રાચીન મંદિર આવેલું છે. આ મંદિરની વિશેષતા એ છે કે તે આખા ઉત્તર ગુજરાતમાં એક માત્ર એવુ મંદિર છે જ્યાં ગણપતિ દાદાની સાથે રિદ્ધિ-સિદ્ધિ પણ બિરાજમાન છે. ( Rudatla Ganesh ) અહીં આવતા તમામ ભક્તોની મનોકામના ગણપતિદાદા પૂરી કરતા હોવાની માન્યતા છે. 

"<yoastmark

આ મંદિર છે ઉત્તર ગુજરાતના શ્રદ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર 

અહીં ભક્તો અનેક પ્રકારની મનોકામના સાથે દાદાના દર્શને આવે છે. આ તમામ ભક્તોની મનોકામના ગણપતિદાદા પૂર્ણ કરે છે. અહી દુરદુરથી ભક્તો સંઘ દ્વારા આવે છે. આ ઉપરાંત અમુક શ્રોદ્ધાળુઓ  દંડવત પ્રણામ કરતા આવતા જોવા મળે છે. ખાસ કરીને દર મહિનાની ચૌથના દિવસે વિશેષ ભક્તો ની ભીડ જોવા મળે છે. આ મંદિરથી 1 કિમીના અંતરે આવેલ રુદાતલ ગામના નામ પરથી ( રુદાતલા ગણેશ ) મંદિર ઓળખાય છે. અહીં દર મહિનાની ચોથ તેમજ દર રવિવારે ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. તેમજ વૈશાખ સુદ ચોથના રોજ  બળદ ગાડામાં માંડવી નીકળે છે. જેમાં લોકો દ્વારા બળદ ગાડામાં હાથી જેવો આકાર આપવામાં આવે છે. તેમજ અન્ય એક ગાડામાં ચકડોળ પણ બનાવવામાં આવે છે. આ માંડવી બાજુના ગામ રુદાતલ ફરી નિજ મંદિર પરત ફરે છે. દાદાની આ નગરચર્યામાં ગુજરાતભર માંથી ભક્તો દર્શને આવે છે. 

"<yoastmark

અહી મંદિરમાં ભક્તો માટે જમવાની પણ  છે વ્યવસ્થા 

આ મંદિરમાં ભક્તો જે કોઈ મનોકામના લઈને આવે છે. તે તમામની મનોકામના વિઘ્નહર્તા ગણપતી દાદા ચોક્કસથી પૂરી કરે છે. આ મંદિર સાથે રસપ્રદ વાત એ છે કે ગણપતિ દાદાની બિલકુલ સામે મુષકરાજા પણ બિરાજમાન છે. મૂષક એટલે દાદાનું પ્રિય વાહન મનાય છે અને તે સતત દાદાની નજીકનું સ્થાન પ્રાપ્ત કરેલ હોવાથી તેને પણ લોકો પૂજનીય માને છે. એટલે જ અહી આ મુશકના કાનમાં પોતાની મનોકામના કહેવાથી મનોકામના ચોક્કસથી પૂરી થતી હોવાની પણ માન્યતા છે. અહીં આ સ્થાનકમાં દાદાને પ્રિય એવા લાડુનો પ્રસાદ ધરાવવામાં આવે છે. અહીં આ સ્થાનકમાં દુંદાળા દાદાના દર્શનથી સિદ્ધિ વિનાયક ગણપતિ દાદાના દર્શનનું પુર્ણય મળે છે. અહીં આવતા લોકોની આધિ વ્યાધિ અને ઉપાધિનો દર્શન માત્રથી નાશ થઈ પરમ સુખની પ્રાપ્તિ થાય છે. 

"<yoastmark

આ પણ વાંચો – આ મંદિરમાં બિરાજેલા શિવનું સ્વરૂપ ના કોઈએ જોયું હશે, ના કોઈએ વિચાર્યું હશે!

મહેસાણાથી મુકેશ જોષીનો અહેવાલ ઓટીટી ઈન્ડિયા રગ- રગમાં હિન્દુસ્તાન. 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment