મહારાષ્ટ્ર (Maharashtra)માં આજે સોમવારે શાસક મહારાષ્ટ્ર વિકાસ ગઠબંધને ખેડૂતોના સમર્થનમાં બંધનું એલાન આપ્યું છે. આ બંધ ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં ખેડૂતોની હત્યા મામલે કરાયુ છે. ગઠબંધનનું કહેવુ છે કે, આવશ્યક સેવાઓ સિવાય તમામ બંધ રહેશે.
મહા વિકાસ અઘાડીની મહારાષ્ટ્ર બંધ (Maharashtra Bandh)ની જાહેરાત
મહા વિકાસ અઘાડી (MVA)સરકારે રાજ્ય બંધની જાહેરાત કરી છે. આ તકે મુંબઇમાં મોટા ભાગની દુકાનો અને બેસ્ટ બસ પણ બંધ જોવા મળી રહી છે. રસ્તાઓ પર જરૂરી વાહનો સહિત ટેક્સી અવર જવર કરતી નજરે ચઢી રહી છે. માહિમમાં રેલ રોકવાની આશંકાના પગલે સુરક્ષા વ્યવસ્થા સખ્ત કરાઇ છે. આ સમગ્ર મામલે ડીસીપીનું કહેવુ છે કે, કોઇને પણ મુશ્કેલીનો સામનો કરવો ન પડે તે માટે સુરક્ષા વ્યવસ્થા સખ્ત કરાઇ છે. બેસ્ટ ડેપો પણ બંધ છે. જે રીતે સોમવારે ત્યાં ટ્રાફીક નજરે ચઢે છે તે રીતે ત્યાં ટ્રાફીક જોવા નથી મળ્યો. 8 બસમાં તોડફોડ કરી હોવાની પણ માહિતી મળી છે.
રાજ્યના મંત્રીનું શું કહેવુ છે?
મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે કહ્યું કે, હું મહારાષ્ટ્રની 12 કરોડની જનતાને અપીલ કરુ છુ કે તે બંધનું સમર્થન કરે. સમર્થનનું મતલબ છે કે, આજે બંધમાં સામેલ થઇ અને એક દિવસનું કામ બંધ કરી દો. રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યુ છે કે, જરૂરી સેવાને છોડીને તમામ બંધ રાખવામાં આવશે. અનાજ અને શાકમાર્કેટ પણ બંધ રાખવામાં આવશે. આ સત્તાધારી ગઢબંધનમાં શિવ સેના, કોંગ્રેસ (Congress)અને એનસીપી (NCP) સામેલ છે, જે બંધનું સમર્થન કરી રહ્યાં છે. ત્યાં સુધી કે રાજ્ય સરકારે પોતે ત્રણ પક્ષ સાથે પ્રેસ કોન્ફરન્સ યોજી બંધની જાહેરાત કરી છે.
આ પણ વાંચો: લખીમપુર હિંસા: કેન્દ્રીય મંત્રીના પુત્ર આશિષ મિશ્રાની ધરપકડ
સંજય રાઉતે શું કહ્યું?
શિવ સેના નેતા સંજય રાઉતનું કહેવુ છે કે, તેનો પક્ષ બંધનું સમર્થન કરશે. ત્રણેય પક્ષ બંધમાં જોડાશે અને તેમા ભાગ લેશે. લખીમપુર ખીરીમાં જે કઇ પણ થયુ, તે સંવિધાનની હત્યા છે, કાયદાનું ઉલ્લંઘન છે અને દેશના ખેડૂતોને મારવાનું કાવતરૂં છે.
મુંબઇમાં સુરક્ષા વ્યવસ્થા સખ્ત
તો આ મામલે મુંબઇ પોલીસ (Mumbai Police)નું કહેવુ છે કે, બંધના સમયે તમામ સ્થાનો પર પોલીસકર્મી તૈનાત રહેશે. કેન્દ્રીય અર્ઘસૈનિક દળોની ત્રણ કંપનીઓ, 500 હોમ ગાર્ડસ અને 700 અન્ય સુરક્ષાકર્મીઓ મુંબઇ પોલીસની કાયદા વ્યવસ્થાને જાળવી રાખવા મદદ કરશે.
બંધને લઇને વેપારીઓનું શું કહેવુ છે?
વેપારીઓના સંગઠનોએ અગાઉ મહારાષ્ટ્રમાં બંધનો વિરોધ કર્યો હતો, પરંતુ બાદમાં તેઓએ બંધને ટેકો આપવાની જાહેરાત કરી છે. ફેડરેશન ઓફ રિટેલ ટ્રેડર્સ વેલફેર એસોસિએશનના વડા વિરેન શાહે જણાવ્યું હતું કે, શિવસેના અને અન્ય પક્ષોના નેતાઓની અપીલ બાદ અમે સાંજે 4 વાગ્યા સુધી દુકાનો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
ભાજપે શું કહ્યું?
આ બંધના વિરોધમાં ભાજપે કહ્યું કે, કોઈપણ દુકાનને બળજબરીથી બંધ કરવા સામે વિરોધ કરવામાં આવશે. ભાજપના નેતા નિતેશ રાણેએ કહ્યું કે, જો કોઈ અઘાડી ગઠબંધનના કાર્યકરો બળજબરીથી દુકાનો બંધ કરવાનો પ્રયાસ કરશે તો તેને ભાજપના કાર્યકરોનો સામનો કરવો પડશે. મહારાષ્ટ્ર પોલીસે (Maharashtra Police)સુનિશ્ચિત કરવું જોઈએ કે કોઈ પણ કાયદો અને વ્યવસ્થા તેમના હાથમાં ન લે.
Maharashtra Bandh નું કારણ શું છે?
જણાવી દઈએ કે લખીમપુર ખીરી કેસમાં આશિષ મિશ્રાએ વિરોધ કરી રહેલા ખેડૂતો (Farmer)પર કાર ચઢાવી દીધી હોવાનો આરોપ છે. જે બાદ લખીમપુરમાં હિંસા ફાટી નીકળી હતી આ ઘટનામાં આઠ લોકોના મોત થયા હતા. આ ઉપરાંત ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, તેની ધરપકડ (Arrest)કરવામાં આવી છે અને આવતીકાલે સોમવારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જણાવી દઇએ કે ગઇકાલે શનિવારે આશિષ મિશ્રા પોલીસ સમક્ષ હાજર થયો હતો. જ્યાં તેમને હિંસા અંગે કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આશરે 12 કલાકની પૂછપરછ બાદ આશિષ મિશ્રાની ધરપકડ કરવામાં આવી હતી.
કોગ્રેસની જન આક્રોશ યાત્રા જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4