Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 15.
Homeન્યૂઝબીમારી એવી કે લંબાઈ વધારે છે! બીમારીએ અપાવ્યું ગિનીસ બુક વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન

બીમારી એવી કે લંબાઈ વધારે છે! બીમારીએ અપાવ્યું ગિનીસ બુક વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન

Rumeysa Gelgi
Share Now

ક્યારેય વિચાર્યું કે, કોઈ બીમારી તમને વિશ્વમાં ખ્યાતિ અપાવી શકે. કોઈ બીમારી તમને વિશ્વ રેકોર્ડ અપાવી શકે. બીમારી જે હોય સૌથી અલગ- સૌથી વિશિષ્ટ. આવી જ એક બીમારી થઈ છે તુર્કીની એક મહિલાને. આ મહિલાનું નામ (Rumeysa Gelgi) રુમેસા ગેલગી છે.

જે વિવર સિંડ્રોમ નામની એક દુર્લભ બીમારીની પીડિતા છે. આ બીમારીને કારણે તેને વિશ્વભરમાં ખ્યાતિ પ્રાપ્ત થઈ છે. આ મહિલાની લંબાઈ 7 ફૂટ 0.7 ઈંચ છે. હાલમાં (Rumeysa Gelgi) રુમેસા ગેલગી વિશ્વની સૌથી વધુ લંબાઈ ધરાવતી મહિલા છે. (Rumeysa Gelgi) રુમેસા ગેલગીની લંબાઈએ તેને ગિનીસ બુક વર્લ્ડ રેકોર્ડ્સમાં નામ નોંધાવી અપાવ્યુ છે.

Rumeysa Gelgi

શું છે વિવર સિંડ્રોમ ?

આ બીમારી એક જેનેટિક ડિસોર્ડર છે.  વિવર સિન્ડ્રોમ  બીમારીમાં દર્દીઓના હાડકાની વૃદ્ધિ સામાન્ય સ્તર કરતા ખુબ જ વધુ તેજીથી થાય છે. હાડકાનો વિકાસ સામાન્ય કરતાં ઝડપી થાય પરંતુ શરીરનો વજન ઘટવા લાગે છે. સાથે-સાથે દર્દીની લંબાઈનાં પણ ખુબ જ વધારો થાય છે.

થોડા દર્દીઓમાં, જન્મ પછીના કેટલાક મહિનાઓ સુધી લક્ષણો સ્પષ્ટ દેખાતા ન હોય શકે. દર્દીઓનું શરીર વળવા લાગે છે. જ્યારે કેટલાક દર્દીઓના શરીરના હલનચલનનો વિકાસ અત્યંત ધીમો થઈ જાય છે. સાથે-સાથે દર્દીઓ માનસિક રોગી બનતા જાય છે. આ સિન્ડ્રોમવાળા બાળકોમાં કર્કશ નીચા અવાજવાળુ રુદન કરતા હોય છે.

7 વર્ષના બાળકે તબલા પર વગાળ્યા ગરબા જુઓ વીડિયો

રુમેસા ગેલસીનું નામ ગિનીસ બુકમાં તેની લંબાઈને કારણે જ નોંધાયું છે. ગેલસી વિશ્વમાં એકમાત્ર જીવિત સૌથી લાંબી મહિલા છે. જેનો તેને ગિનીસ બુક તરફથી ખિતાબ આપવામાં આવ્યો છે. 24 વર્ષીય ગેલસી પોતાની લંબાઈ અને વિવર સિંડ્રોમને કારણે વધારે સમય વ્હીલચેરમાં જ હોય છે. તેને વ્હીલચેરનો ઉપયોગ કરવો જ પડે છે.  આ બીમારીને કારણે તેની હાઈટમાં આટલો વધારો થયો છે.

રુમસા ગેલસીનું કહેવું છે કે, દરેક નુકસાન તમારા માટે એક લાભમાં બદલાય શકે છે, માટે તમે તમારી જાતને સ્વીકારો. તમે કોન છે,તમારી ક્ષમતા શું છે એ જાણો અને તમારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરો.

નોંધનીય વાત છે કે, 2014માં ગેલસીએ દુનિયાની સૌથી લાંબી જીવિત કિશોરી તરીકે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. હવે  ગેલસીનું નામ સૌથી લાંબી જીવિત મહિલા તરીકે વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે.  

આ પણ વાંચો: પાકિસ્તાનમાં મોંઘવારીનો માર: મંત્રીની વિચિત્ર સલાહ- ‘રોટલા ઓછા ખાવ’

દુનિયાનો સૌથી વધુ લાંબો પુરુષનો  રેકોર્ડ પણ તુર્કીના સુલ્તાન કોસેન પાસે છે. 2018માં કોસેનની લંબાઈ 8 ફૂટ 2.8 ઈંચ છે. જ્યારે સૌથી વધુ લાંબી મહિલાનો રેકોર્ડ 8 ફૂટ 1 ઈંચ છે. ચીનની જેંગ જિનલિયનની  1982માં મોત થઈ ચુકી છે. પરંતુ હવે હાલની વિશ્વની સૌથી લાંબી  મહિલા ગેલસી છે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment