Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / August 10.
Homeન્યૂઝરુસ અને યુક્રેન વચ્ચેના યુદ્ધથી શું ભારતને અસર થશે?

રુસ અને યુક્રેન વચ્ચેના યુદ્ધથી શું ભારતને અસર થશે?

russia ukraine
Share Now

રુસ અને યુક્રેન વચ્ચે  યુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે. રુસે પોતાના સૈનિકોને સહારે યુક્રેન પર હુમલો કરી દીધો છે. યુક્રેનથી અત્યાર સુધી 3 લાખથી પણ વધુ લોકો યુક્રેન છોડી ચૂક્યા છે. આ યુદ્ધ હજુ વધુ દિવસો ચાલે તેવી ભીતિ છે. યુક્રેન પણ હવે પાછળ ખસવા માંગતુ નથી. હાલ રુસ યુક્રેનના પાટનગર કિવ સુધી પહોંચી ગયું છે. આ યુદ્ધના કારણે વધુ તબાહી સર્જવાની શક્યતાઓ દેખાઈ રહી છે. આ યુદ્ધ શરૂ થયું પછી યુક્રેનએ યુરોપીયન સંઘમાં જોડાવા માટે દાવેદારી નોંધાવી છે. (Russia Ukraine War) યુક્રેનના રાષ્ટ્રપતિ વલોદિમીર ઝેલેનસ્કીએ યુરીપીયન સંઘમાં જોડાવા માટે દાવેદારી નોંધાવી.

રુસનો યુક્રેન પર હુમલો કરવાનું કારણ શું?

ડિસેમ્બર મહિનામાં રુસે ૮ પોઈન્ટનો સિક્યોરીટી ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો. જેમાં યુક્રેન સાથેના તણાવભર્યો સંબંધોનો સમાવેશ થઈ ચૂક્યો હતો. આ ડ્રાફ્ટમાં રુસે યુક્રેનને NATOમાં સમાવેશ નહિ કરવાની ભલામણ કરી હતી.

Russia Ukraine War

Russia Ukraine War, image credit-google

આ ડ્રાફ્ટ પર બંને દેશો વચ્ચે કોઈ જ પ્રકારનું સમાધાન થતું નહોતું. વધુમાં રુસે યુક્રેન બોર્ડર પર પોતાના સૈનિકો ખડકી દીધા. તેના કારણે બંને દેશો વચ્ચે તંગદિલી વધી ગઈ હતી.

NATO (North Atlantic Treaty Organization) શું છે ?

NATO એ કુલ ૩૦ દેશોનું સંગઠન છે, જે બીજા વિશ્વ-યુદ્ધ પછી ૧૯૪૯માં બનાવવામાં આવ્યું હતું. આ સંગઠનનું હેડક્વાર્ટર બેલ્જિયમનાં પાટનગર બ્રસેલ્સ ખાતે આવેલું છે. NATO એ એક એવું સંગઠન જે યુદ્ધનાં સમયે પોતાના સંગઠનનાં દેશોને મિલીટરી અને હથિયારો પૂરા પાડે છે. રુસ અને યુક્રેન વચ્ચે યુદ્ધ થવાનું મુખ્ય કારણ આ NATO જ છે. યુક્રેનનો NATOમાં સમાવેશ સામે રુસને વાંધો છે. જો યુક્રેનનો NATOમાં સમાવેશ થઈ જાય તો યુ.એસ.ની સેનાઓ યુદ્ધાભ્યાસ માટે રુસ બોર્ડર પર આવી જાય. રુસ જે ૧૮,૦૦૦ હજારની યુ.એસ.થી દૂરી રાખવા માંગે છે, તે તદન ઓછી થઈ જાય! આ જ બાબતે રુસ અને યુક્રેન વચ્ચે તંગદિલી વધી છે. જે હવે યુદ્ધમાં પરિણમી છે.

આ પણ વાંચો: રણ સરોવર નું નિર્માણ થાય તો કચ્છમાં થઈ શકે છે “હરિયાળી ક્રાંતિનું સર્જન” જાણો કેવી રીતે?

આ યુદ્ધથી ભારતને થતી અસર?

આ બંને દેશો વચ્ચેના યુદ્ધના કારણે ભારતને ઓછી પણ આર્થિક રીતે ફટકો પડશે. ક્રૂડ ઓઇલનાં ભાવ ભડકે બળવાનાં એંધાણ છે. બેન્ક ઓફ બરોડાના રિપોર્ટ અનુસાર, બંને દેશો વચ્ચેના યુદ્ધના કારણે ભારતમાં પેટ્રોલ – ડીઝલનાં ભાવ વધશે. હાલ ભારત રુસ પાસેથી કુલ ૧% જેટલું ક્રૂડ ઓઇલ ખરીદે છે. પણ અત્યારે ચાલી રહેલા તણાવનાં કારણે આની સીધી અસર ભારત પર પડશે.

petrol-diesel

petrol-diesel image credit-google

 જો યુદ્ધ અટકાયું નહિ તો આવનારા દિવસોમાં ક્રૂડ ઓઇલમાં કુલ ૧૦% નો વધારો થશે તેવો અંદાજો આ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. અને તેનાં કારણે અન્ય જીવન જરૂરિયાત વસ્તુઓ પર પણ પ્રભાવ પડશે. જેમ કે તેલના ડબાનાં પણ ભાવમાં ઉછાળો જોવા મળી શકે તેમ છે. અને આ જ કારણે અન્ય વસ્તુઓ પણ મોંઘી થઈ શકે તેમ છે.   

વધુ માહિતી માટે જોડાયેલા રહો OTT INDIA  સાથે..

No comments

leave a comment