Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝBJPના ધારાસભ્યએ મહિલા કોર્પોરેટરને કરી ઓફર

BJPના ધારાસભ્યએ મહિલા કોર્પોરેટરને કરી ઓફર

RUTA DUDHAGARA
Share Now

 

આમ આદમી પાર્ટીના સુરત વોર્ડ નંબર-3ના મહિલા કોર્પોરેટર ઋતા દુધાગરા(RUTA DUDHAGARA) એ ભાજપના ધારાસભ્ય વિરુદ્ધ ગંભીર આક્ષેપ કાર્ય છે. મહિલા કોર્પોરેટરે જણાવાયું છે કે, કામરેજના ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડીયા(V.D. JHALAWADIA) એ તેઓને ભાજપમાં જોડાવવા માટે રૂપિયા 3 કરોડની ઓફર કરી હતી. પરંતુ તેઓએ આ ઓફર નકારી દીધી હતી. ત્યારબાદ તેમના પતિને ભાજપના એજન્ટ દ્વારા લાલચ આપીને ભાજપમાં જોડાવવા દબાણ કરવામાં આવતું હતું. આ મુદ્દાને લઈને બંને પતિ પત્ની વચ્ચે રોજ વિવાદ થતા હતા. રોજ થતા વાદ-વિવાદ ને લીધે ઋતા દુધાગરાના છૂટાછેડા કરવા પડ્યા છે. અને તેઓનો ઘરસંસાર પણ પડી ભાંગ્યો છે. તેઓએ તેમના પતિ પર ભાજપ પાસેથી 25 લાખ લીધાના પણ આક્ષેપ કર્યો છે. અને વધુમાં ઋતાએ કહ્યું કે, હજુ પણ ભાજપ દ્વારા મારા પર દબાણ કરવામાં આવી રહ્યું છે. આમ ઋતા દુધાગરાએ બજપના ધારાસભ્ય પર ખુબજ ગંભીર આક્ષેપ મુક્યા છે.

કામરેજના MLA માણસો મોકલતાના આક્ષેપ

સ્થાનિક સ્વરાઆજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તરફથી સુરત મહાનગર પાલિકાના વોર્ડ નં-3માં ઋતા દુધાગરા(RUTA DUDHAGARA) એ ઉમેદવારી નોંધાવી હતી. સુરત મહાનગર પાલિકાના વોર્ડ નં-3ના મહિલા ઉમ્મેદવાર ઋતા દુધાગરા શહેરના તમામ કોર્પોરેટરોમાં સૌથી વધુ લીડ સાથે વિજયી થયા હતા. ત્યારે આ મહિલા કોર્પોરેટરે ભાજપના કામરેજના ધારાસભ્ય વિરૂદ્ધ પક્ષપલટો કરાવવા માટે ઓફર કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે મને આપ(AAP) છોડીને ભાજપમાં જોડવા દબાણ થઇ રહ્યું છે તેવા આક્ષેપો કાર્ય છે. આજે મહિલા કોર્પોરેટર ઋતા દુધાગરાએ જણાવ્યું છે કે, ચૂંટણીમાં મારા ભવ્ય વિજય થયો છે. તેને પગલે છેલ્લા કેટલાક સમયથી કામરેજના ધારાસભ્ય દ્વારા માણસો મોકલીને મને ભાજપમાં જોડાઈ જવા માટે ઓફર કરવામાં આવી રહી છે. પરિવાર દ્વારા દબાણ કરાવાતા અને રૂપિયાની લાલચમાં ન આવતાં મારે છૂટાછેડા પણ લેવા પડયા છે. મહિલા ઋતુ દુધાગરા દ્વારા આવા ગંભીર આક્ષેપો કરવામાં આવતાં રાજકીય હોબાળો મચી ગયો છે.

Ruta Dudhagara

IMAGE CREDIT- RUTA DUDHAGARA FACEBOOK

પતિએ કરી બદનામ કરવાની કોશિષ

ઋતુ દુધાગરાએ કહ્યું છે કે કામરેજના ધારાસભ્ય દ્વારા ત્રણ કરોડ રૂપિયાની લાલચને મેં ના પાડી દીધી હતી. પરંતુ મારા પતિને લાલચ આવી ગઈ હતી. અને તેમના દ્વારા આ ઓફર સ્વીકારી લેવા માટેભારે દબાણ કરવામાં આવતું હતું. પરંતુ તેઓ આ ઓફર માટે રાજી થયા નહિ. તેને લીધે તેમના પતિ ચિરાગ દ્વારા સમાજ અને પાર્ટીમાં બદનામ કરવાનો પણ કારસો રચવામાં આવ્યો હતો. આખરે ના છૂટકે ગત 21મી મેના રોજ ઋતા દુધાગરાએ તેમના પતિ ચિરાગ પાસેથી છુટ્ટાછેડા લેવાનું નક્કી કરી લીધું હતું. હાલ બન્નેના છુટ્ટાછેડા થઈ ચુક્યા છે અને ચિરાગ દુધાગરા પણ 25 લાખ રૂપિયા લઈને ભાજપમાં જોડાઈ ગયો હોવાનો ઋતાએ આક્ષેપ કર્યો છે.

આ પણ વાંચો:રૂપાણીના મંત્રીમંડળમાં થશે ફેરફાર?

ઋતુ દુધાગરાએ કર્યો ખુલાસો

આપના કોર્પોરેટર ઋતાએ જણાવ્યું છે કે, ભાજપ દ્વારા શામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવી મને તોડવામાં આવી રહી છે. જો કે, ભાજપના નેતાઓને મારે કહેવું છે કે, હું ક્યારેય ભાજપ(BJP) સાથે જોડાઈશ નહીં. લોકોએ મારા પર વિશ્વાસ મૂકીને મને જીતાડી છે. તેમની સાથે હું ક્યારેય દગો નહીં કરૂં. જો કે,થોડા દિવસો અગાઉ પણ ઋતા દુધાગરા ભાજપમાં જોડાવાના છે તેવી વાતો સામે આવી હતી ત્યારે આપના પ્રવક્તા દ્વારા આ વાતનું ખંડન કરવામાં આવ્યું હતું. જો કે આજે ઋતા દુધાગરાએ સામે આવીને સમગ્ર વાતનો ખુલાસો કરો કર્યો હતો.

No comments

leave a comment