ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા યોજાઇ રહી છે. ત્યારે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ગત રોજ મંગળવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના (UNGA) સત્ર દરમિયાન દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયા અને ઇટાલીના વિદેશ મંત્રીઓ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેઓ ફ્રાન્સ અને ઈરાનના તેમના સમકક્ષોને પણ મળ્યા. વિદેશ મંત્રીએ આ નેતાઓ સાથે કોરોના રસીકરણથી લઈને અફઘાનિસ્તાન સંકટ સુધીના ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં 100થી વધુ દેશોના પ્રતિનિધિઓ ભાગ લેવાના છે.
દક્ષિણ કોરિયન વિદેશ મંત્રી સાથે કરી મુલાકાત
એસ જયશંકર દક્ષિણ કોરિયાના વિદેશ મંત્રી ચુંગ ઇ યોંગને મળ્યા હતા. આ દરમિયાન ભારતની એક્ટ ઈસ્ટ પોલિસી સહિત દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક બાદ જયશંકરે ટ્વિટ કરીને કહ્યું કે, ‘કોરિયા ગણરાજ્યના વિદેશ મંત્રીને મળીને ખૂબ આનંદ થયો. આ દરમિયાન બંને દેશો વચ્ચેના સંબંધો પર ચર્ચા કરવામાં આવી હતી. કોરિયાની સાઉથ પોલિસી અને ભારતની એક્ટ ઇસ્ટ પોલિસી ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં આપણો સહકાર મજબૂત કરશે.
આ પણ વાંચો:PM Modi આજે અમેરિકા જવા થશે રવાના, 24 સપ્ટેમ્બરે જો બિડેનને મળશે
ઈટાલીના વિદેશ મંત્રી સાથે કોરોના વેક્સિન પર કરી ચર્ચા
જયશંકરે ઇટાલીના વિદેશમંત્રી લીગી ડી માયો સાથે પણ બેઠક કરી હતી. તેમની સાથેની બેઠકમાં, બંને દેશો વચ્ચે સરળ મુસાફરી અને કોરોના રસીની ઉપલબ્ધતા વિશે વાત કરવામાં આવી હતી. જયશંકરનું કહેવું છે કે તેમની સાથે આગામી સમયમાં અફઘાનિસ્તાન સંકટ પર પણ વધુ ચર્ચા થઈ શકે છે.
ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી સાથે ઇન્ડો-પેસિફિક મુદ્દે કરી ચર્ચા
ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી મેરીસે પેન સાથે, જયશંકરે ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં તાજેતરના વિકાસની ચર્ચા કરી હતી. એસ જયશંકર સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ઉચ્ચ સ્તરીય 76 માં સત્રમાં ભાગ લેવા માટે હાલ ન્યૂયોર્કમાં છે. તેમણે ભારતના રણનીતિક ભાગીદાર ફ્રાન્સ સાથે બેઠક યોજીને દિવસની શરૂઆત કરી હતી.
ફ્રાંસના વિધેશ મંત્રી સાથે કરી મુલાકાત
તેઓ ફ્રાન્સના વિદેશ મંત્રી જીન વાય લે ડ્રાયનને મળ્યા અને અફઘાનિસ્તાન, ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર અને અન્ય સમકાલીન મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી. જયશંકરે ટ્વિટમાં કહ્યું કે, ‘દિવસની શરૂઆત અમારા રણનીતિક ભાગીદાર ફ્રાન્સ સાથે કરી હતી. વિદેશ મંત્રી જેવાય લેડ્રિયન સાથે અફઘાનિસ્તાન, ઇન્ડો-પેસિફિક અને અન્ય સમકાલીન મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી. વિદેશ મંત્રી એસ. જયશંકરે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, તેઓ ઈરાનના વિદેશ મંત્રી એચ અમીર અબ્દુલ્લાહિયાને મળ્યા હતા. અને તેમની સાથે દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવા પર વાતચીત કરી હતી.
કોરોના મહામારી બાદ સંયુક્ત એયક્ષત્ર મહાસભાની પ્રથમ બેઠક
તમને જણાવી દઈએ કે, કોરોના મહામારી બાદ પ્રથમ વખત સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠક નેતાઓની ઉપસ્થિતિમાં યોજાઈ રહી છે. ત્યારે UNGA ના 76 માં સત્ર દરમિયાન ભારતના કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકરે મંગળવારે કોરિયા, ઇટાલી, ઓસ્ટ્રેલિયાના સમકક્ષોને મળ્યા. આ દરમિયાન અફઘાનિસ્તાન અને ઇન્ડો-પેસિફિક સંબંધિત મુદ્દાઓ સહિત ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
પીએમ મોદી આપશે વક્તવ્ય
ઉલ્લેખનીય છે કે, ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા યોજાઇ રહી છે. અને તેમ 100થી વધુ દેશોના પ્રતિનિધિઓ ભાગ લેવાના છે. પીએમ મોદી પણ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભાગ લેવાના છે. અને 25 તારીખે તેઓ ત્યાં પોતાનું વક્તવ્ય પણ આપશે. ત્યારે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ગત રોજ મંગળવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના (UNGA) સત્ર દરમિયાન દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયા અને ઇટાલીના વિદેશ મંત્રીઓ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેઓ ફ્રાન્સ અને ઈરાનના તેમના સમકક્ષોને પણ મળ્યા. વિદેશ મંત્રીએ આ નેતાઓ સાથે કોરોના રસીકરણથી લઈને અફઘાનિસ્તાન સંકટ સુધીના ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4