Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 1.
Homeન્યૂઝસાબરકાંઠા પોલીસની ઠોસ મુહિમ, 19 લાખની ઓનલાઈન છેતરપીંડી અટકાવાઈ

સાબરકાંઠા પોલીસની ઠોસ મુહિમ, 19 લાખની ઓનલાઈન છેતરપીંડી અટકાવાઈ

Share Now
ભારતની ધીમે ધીમે કેસલેસ બની રહ્યું છે. લગભગ દરેક જગ્યાએ લોકો નેટ બેન્કિંગ અને ફોન બેન્કિંગનો ઉપયોગ કરી રહ્યા છે. અને તેનો ફાયદો ઉઠાવી રહ્યા છે. ભારતભરમાં ઓનલાઇન પેમેન્ટની સાથે સાયબર ક્રાઇમ મામલે વધારો થઇ રહ્યો છે. ત્યારે સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા સાયબર ક્રાઇમને (cyber crime) કંટ્રોલ કરવા માટે વિવિધ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અને છેલ્લા બે મહિનામાં 19 લાખ જેટલી માતબર રકમ ની છેતરપીંડી અટકાવવામાં આવી છે.

ગુજરાતભરમાં ૧૬ જેટલા પોલીસ મથકો કાર્યરત

સાબરકાંઠા જીલ્લા પોલીસ દ્વારા સાયબર ક્રાઇમને (cyber crime) કંટ્રોલ કરવા એક ઠોસ મુહિમ શરુ કરવામાં આવી છે. અને આ મુહિમમાં વિવિધ ટેકનોલોજીનો ઉપયોગ કરીને છેલ્લા બે માસમાં 19 લાખ જેટલી માતબર રકમની છેતરપીંડી અટકાવવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા ગુજરાતભરમાં ૧૬ જેટલા પોલીસ મથકો કાર્યરત બનાવવામાં આવ્યા છે. 
  Sabarkantha police campaign to control cyber crime
હાલના તબક્કે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં ઓન લાઈન છેતરપિંડી કરનારાઓની ભરમાર લાગી છે. ત્યારે આવા અસામાજિક તત્વો ખોટા મેસેજ કે ફોન કરી ઓટીપી મેળવી ગણતરીની સેકન્ડોમાં લાખોનું પેમેન્ટ ઉડાવી લેતા હોય છે. આ મામલે છેવાડાના વ્યકતિને હજુ પણ જાગૃત થવાની જરૂર છે. તેમ જ ખોટા ફોન મેસેજ કે OTP આપતા હવે વિશેષ ધ્યાન રાખવાની જરૂરિયાત છે. તેમજ પોતાની સાથે છેતરપિંડી થયાની જાણ થતાં જ નજીકના પોલીસ મથકે જાણ કરી શકાય તો લાખો રૂપિયાની છેતરપિંડીમાંથી બચી શકાય છે.

લાખો રૂપિયાની છેતરપિંડી

campaign to control cyber crime

એક તરફ રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા ઓનલાઇન પેમેન્ટ કરવાની સુવિધા તરફ લઈ જવા માટે વિશેષ પ્રયાસ કરાઇ રહ્યો છે. ત્યારે સાયબર ક્રાઇમ મામલે હજુ સુધી કોઈ ચોક્કસ પગલાં લેવાયા નથી. જેના પગલે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં ઓનલાઇન છેતરપિંડી કરનારાઓ લાખો રૂપિયાની છેતરપિંડી કરી રહ્યા છે. જેમાં ફોન કોલ વિડીયોકોલ કે ઓટીપી દ્વારા જે તે એકાઉન્ટની સંપૂર્ણ વિગતો મેળવી તેમાંથી બારોબાર રૂપિયા ખંખેરી લેવાય છે. સાથોસાથ વોટસઅપ તેમજ ઈન્સ્ટાગ્રામ અને ફોન કોલ  થકી હેક કરી તેની માહિતી ચોરી લેવામાં આવે છે.

અત્યાર સુધીમાં ૩૨ થી વધારે અરજીઓ થઈ

ત્યારે એક તરફ ઓનલાઇન પેમેન્ટ કરવાની સરળતામાં રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર વિશેષ રૂચિ દાખવી રહી છે. ત્યારે સ્થાનિક લોકોના એકાઉન્ટમાંથી બારોબાર થઈ રહેલા પૈસા મામલે હજુ સુધી ચોક્કસ કાયદાઓ અમલી બન્યા નથી. જેના પગલે ગુજરાતના કેટલાયે લોકો સાયબર ક્રાઈમના ભોગ બની રહ્યા છે. જોકે સાબરકાંઠા જિલ્લા સાઇબર ક્રાઇમ અંતર્ગત અત્યાર સુધીમાં ૩૨ થી વધારે અરજીઓ થઈ છે. જેમાંથી ૨૯ જેટલી અરજીઓનો નિકાલ થયો છે. તેમજ હજુ પણ ત્રણ અરજીઓ પેન્ડિંગ છે. 
Sabarkantha District Police to control cyber crime

જોકે આગામી સમયમાં આ મામલે ચોક્કસ તકેદારી નહીં લેવાય તો સમગ્ર ગુજરાત ઉપર સાયબર ક્રાઇમનો (cyber crime) ઓછાયો સર્જાશે તે નક્કી બાબત છે. ત્યારે જોવાનું એ રહ્યું કે આ મામલે રાજ્ય સરકાર દ્વારા કેવા અને કેટલા પગલા લેવાય?

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment