Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝમાણસ તો ઠીક પણ હવે નદી પણ કોરોનાની ચપેટમાં !!

માણસ તો ઠીક પણ હવે નદી પણ કોરોનાની ચપેટમાં !!

Sabarmati River
Share Now

કોરોના વાયરસ ( Corona Virus ) ને લઇને દેશ મહામારીમાંથી પસાર થઇ રહ્યો છે, ત્યારે માનવમાંથી કોરોના પ્રાણીઓમાં ફેલાય તેવા કિસ્સાઓ પણ બહાર આવ્યા હતા. ગંગા (Ganga) નદીમાં પણ તરતી લાશો જોઇને લોકો ડરી ગયા હતા. આ પ્રકારની બેદરકારી રાખીને કઇ રીતે દેશ કોરોનાની મહામારીમાંથી બહાર આવશે તે વિચારવુ રહ્યુ. થોડા સમય પહેલાં એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં ગંગા નદીમાં અનેક કોરોનાની લાશો તરતી જોવા મળી રહી હતી. ત્યારે ફરી એકવાર કોરોના વાયરસનો કહેર સર્જાયો છે. પણ હવે જો નદીઓ( Sabarmati River )પણ કોરોના સંક્રમિત થઇ જાય તો? સાબરમતી ( Sabarmati River ) ના સેમ્પલ જ્યારે ચેક કરવામાં આવ્યા ત્યારે કંઇક આવુ જ રિઝલ્ટ મળ્યુ છે. 

કોરોનાની આ બીજી લહેરમાં ગુજરાતમાં કોરોનાના કેસનો આંકડો 8,21,376 પર પહોંચી ગયો છે, ત્યારે હવે ગુજરાતના અમદાવાદ શહેરની શાન ગણાતી સાબરમતિ નદી ( Sabarmati River ) અને કાંકરિયા તળાવ ( Kakariya Lack ) ને લઇને એક માહિતી બહાર આવી છે.

સાબરમતી નદીમાં તરી રહ્યો છે કોરોના

Sabarmati riverfront plots ahmedabad

PC: Gujarat Tourisum

ગુજરાત (Gujarat )ની સાબરમતી નદી ( Sabarmati River )ના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાં કોરોના વાઇરસ મળી આવ્યો છે. જે ખુબ ચિંતાની વાત છે. આ પહેલાં ગંગા નદીમાં પણ કોરોના વાયરસ મળી આવ્યો હતો. પ્રાકૃતિક જલમાં પણ આ પ્રકારે કોરોના વાયરસ મળી આવવો એ ચિંતાની વાત જણાય છે. આ સિવાય અમદાવાદના બીજા બે મોટા તળાવમાં પણ કોરોના વાયરસનવા સેમ્પલ મળી આવ્યા છે. અમદાવાદમાં સાબરમતી તેમજ કાંકરિયા તળાવ અને ચંડોળા તળાવમાં પણ કોરોના વાયરસના સેમ્પલ મળી આવ્યા છે.     

sabarmati rive

PC: sabarmati river

  • સાબરમતી નદીના સેમ્પલ લેવાયા
  • કોરોના વાયરસ હોવાન પુષ્ટી
  • કાંકરિયા તળાવ અને ચંડોળા તળાવના પણ સેમ્પલ લેવાયા
  • નદીઓ પણ કોરોના સંક્રમિત એક મોટો ચિંતાનો વિષય
  • IIT ગાંધીનગર સહિત દેશની 8 સંસ્થાઓએ આ જળસ્ત્રોતોના સેમ્પલ
  • પાણીના આ સેમ્પલ નદીમાંથી 3 સપ્ટેમ્બર થી 29 ડિસેમ્બર 2020 દરેક વીકમાં લેવામાં આવે છે

IIT ગાંધીનગર સહિત દેશની 8 સંસ્થાઓએ આ જળસ્ત્રોતોના સેમ્પલ લઇને ચેક કર્યા હતા. જેમાં કોરોના વાયરસ મળી આવ્યો હતો. IIT ગાંધીનગરના પૃથ્વી અને વિજ્ઞાનના પ્રોફેસર મનીષ કુમારે જણાવ્યુ કે, પાણીના આ સેમ્પલ નદીમાંથી 3 સપ્ટેમ્બર થી 29 ડિસેમ્બર 2020 દરેક વીકમાં લેવામાં આવ્યા હતા. જે બાદ આ પાણીના સ્ત્રોતમાંથી કોરોના વાયરસના સેમ્પલ મળી આવ્યા છે.

દેશની 8 સંસ્થાઓએ આ જળસ્ત્રોતોના સેમ્પલ લઇને ચેક કર્યા 

IIT ગાંધીનગરના પૃથ્વી અને વિજ્ઞાનના પ્રોફેસર મનીષ કુમારે જણાવ્યા પ્રમાણે, પ્રખ્યાત કાંકરિયા તળાવમાંથી 549 અને સાબરમતી નદીમાં 694 તેમજ ચંદોળા તળાવમાંથી 402 સેમ્પલ લઇને નદીના જળસ્ત્રોતના સેમ્પલ લીધા હતા.

kankaria lake

PC: gujarattourism.com

નદીઓના પાણીની કરવામાં આવી આ તપાસમાં જોવા મળ્યુ કે કોરોના વાયરસ પાણીમાં પણ જીવતો રહી શકે છે, તેમજ શોધકર્તાઓનું માનવુ છે કે પ્રાકૃતિક જલસ્ત્રોતની તપાસ કરવામાં આવવી જોઇએ. જેથી કોરોનાની આ મહામારીમાંથી બચી શકાય અને જરુરી પગલાં લઇ શકાય. કોરોનાના સેકન્ડ વેવમાં કોરોનાના અલગ –અલગ રૂપ પણ આપણે જોયા છે, જેથી ડર અને ચિંતા વધી રહી છે.   

આ બાબત કેટલી ચિંતાજનક છે તે તો સમય બતાવશે. અત્યાર સુધી રિવરફ્રન્ટ અને ચંડોળા તળાવ કોરોનાના કારણે બંધ હતુ. પણ લોકો પોતાના પ્રિયજન અને પરિવારના સભ્યોની અસ્થિનું વિસર્ઝન કરવા માટે જતા હતા અને હાલ જાય છે.

આ પણ વાંચો: કોરોનાની ત્રીજી લહેરનું બાળકો પર વધુ જોખમ નહીં : WHO અને AIIMSના સર્વેનો દાવો

No comments

leave a comment