Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / May 17.
Homeએન્ટરટેઈન્મેન્ટ‘સચ કહુ તો’: બોલ્ડ સીનના કારણે નીના ગુપ્તાના કરિયર પર શું અસર પડી?

‘સચ કહુ તો’: બોલ્ડ સીનના કારણે નીના ગુપ્તાના કરિયર પર શું અસર પડી?

Neena Gupta
Share Now

ટીવીની સુપરસ્ટાર રહી ચુકેલી અભિનેત્રી જે પોતાના અભિનય માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પણ મેળવી ચુકી છે. જેને સિંગલ મધર તરિકે પણ લોકો ઓળખે છે. સિંગલ મધર હોવુ પણ સરળ નથી. વાત થઇ રહી છે બોલિવુડ અભિનેત્રી નીના ગુપ્તાની જેમણે થોડા સમય પહેલાં જ અભિનેત્રી નીના ગુપ્તાએ પોતાની આત્મકથા ‘સચ કહુ તો’ (Sach Kahun Toh) લખી છે, આ આત્મકથામાં ( Sach Kahun Toh ) માં ના ગુપ્તાએ પોતાના જીવનના ઘણાં રાજ ખોલ્યા છે.

સચ કહુ તો…આત્મકથામાં નીના ગુપ્તાએ ખોલ્યા રાજ

Nina gupata

Image Courtesy: @Neenagupta001

આ આત્મકથામા નીના ગુપ્તા (Neena gupta) એ બોલિવડુમાં ચાલી રહેલા મેલ, ફિમેલના કામની સેલરીને લઇને પણ પર્દાફાશ કર્યો છે, જે પહેલાં પણ ઘણી અભિનેત્રીઓએ બોલિવુડ પર આ આરોપ લગાવી ચુકી છે, જેમાં કંગના રાનાવલ જેવી અભિનેત્રીઓ આવી શકે જે બોલિવુડના કોઇ પણ પાસાને બહાર લાવવામાં નિસંકોચ રહે છે.

બોલિવુડમાં મહિલાઓને પુરુષો કરતાં ઓછી ફી?

એકટ્રેસ ની સેલેરિને લઇને નીના ગુપ્તાએ લખ્યુ છે કે, “મને લાગે છે કે તમે જ્યાં કામ કરી રહ્યાં છો, અને તમને લાગે ચે કે તમારી સાથે કંઇ ખોટુ થઇ રહ્યું છે, તો તમારે અવાજ ઉઠાવવો જોઇએ. પણ તે પહેલાં તમે એટલા સક્ષમ હોવા જોઇએ, કે તમારો અવાજ લોકો સુધી પહોંચે, તમારુ એક નામ હોવુ જોઇએ, જેથી તમારો અવાજ ગુંજે”

masabagupta

Image Courtesy: @Neenagupta001

દર્શકોને ઓનસ્ક્રિન જોવા માંગે છે તેની પાસે પણ હક છે કે, તે પોતાની ફીસ નક્કી કરી શકે, અને શા માટે બોલિવુડમાં મહિલાઓને પુરુષો કરતાં ઓછી ફી આપવામાં આવે છે?  જેથી એકટ્ર્સે પોતાનો અવાજ ત્યાં સુધી ન ઉઠાવવો જોઇએ, જ્યાં સુધી પોતાનામાં એક આત્મવિશ્વાસ ન હોય. નહી તો તેના અવાજમાં કોઇ દમ નહી હોય, જો હું કોઇ ઓફિસમાં કામ કરી રહી છુ, અને મારે કોઇ બાબતને લઇને પોતાનો અવાજ ઉઠાવુ છુ કે વિરોધ કરુ છુ, તો

ત્યારે મને મારી ઓફિસમાંથી નીકાળી દેવામાં આવશે, જેથી મારે કંઇ પણ બોલવુ હોય કે કરવુ હોય તેને લઇને મારે પોતાનું એક સ્ટેટસ જાળવલાનું રહે છે. આ પરિસ્થિતિમાં હું પોતાનો અવાજ નહી ઉઠાવુ. કારણ કે મને ખબર છે કે, મને ઓફિસમાંથી નીકાળી દેવામાં આવશે. જેથી આ પગલુ હું નહી ભરુ. આવી પરિસ્થિતિમા કંપની જ મને ઓફિસની બહાર નીકાળી દેશે. જેથી પહેલાં સક્ષ બનો અને પોતાની વેલ્યુ વધારો.

આત્મકથામાં પોતાના લીવ ઇન રિલેશનશીપ, પ્રેગન્સી પર કરી ખુલીને વાત

Masaba Gupta (1)

Image Courtesy: @Neenagupta001

નીના ગુપ્તાએ પોતાની આત્મકથામાં પોતાના લીવ ઇન રિલેસનશીપ, પ્રેગન્સી, પુત્રી મસાબા અને બોલિવુડમાં સેલેરિને લઇને કરવામાં આવતા ભેદભાવ વિશે ખુલીને વાત કરી છે. બધા જાણે જ છે કે, 

એક સમય એવો હતો જ્યારે નીના ગુપ્તા વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટર વિવયન રિચર્ડ્સ સાથેના રિલેસનશીપને લઇને પણ ચર્ચામાં હતી. એક બાજુ જ્યાં લીવ ઇન રિલેશનશીપને લઇને આપણો સમાજ તેના વિચારોને પણ અપનાવી શકતો, ત્યાં નીના ગુપ્તા જ્યારે લગ્ન વગર જ પુત્રીને જન્મ આપવાનો નિર્ણય લીધો હતો. તો એ સમયે તેમને કેટલી તકલીફ અને વિચારોના વાવાઝોડા આવ્યા હશે તે એજ વ્યક્તિ સમજી શકે છે.

Neenagupta001

Image Courtesy: @Neenagupta001

દર બીજા દિવસ હું નિરાશ થતી, પણ પછી આશા જન્મતી અને જે ફિલ્મો અને બ્રેક મળ્યો તે હું લેતી ગઇ. પ્રેજન્ટ ઇમ્પોર્ન્ટ છે, પાસ્ટ નહી. : નીના ગુપ્તા

આ નિર્ણય પણ તેમને કઇ હાલાતમાં લીધો હશે કઇ પરિસ્થિતિમાંથી પસાર થયા હતા તે બધી જ બાબતો ડીપમાં આત્મકથામા જણાવી હતી. આત્મકથામા નીના ગુપ્તાએ લખ્યુ છે કે, “મારી એક પુત્રી મસાબા છે, જ્યારે તે મારા પેટમાં હતી, તે સમયે સતીશ કૌશિકે મને પ્રપોઝ કરી હતી, સતીશે મને મારા એક સારા મિત્ર તરિકે સાથ આપવા માટે આ પ્રપોઝલ મુક્યુ હતુ. પણ તે સમયે મેં અલગ નિર્ણય લીધો હતો. 

masaba_gupta

Image Courtesy : masaba_gupta

જો બાળક ડાર્ક સિનનું હશે તો તમે બધાને કહી દેજો કે આ બાળક મારુ છે, જેનાથી કોઇને શક પણ નહી થાય: સતિશ કૌશિક

સતીશ કૌસિકે મને કહ્યું કે,” તમે ચિંતા ન કરો જો, બાળક ડાર્ક સિનનું હશે તો તમે બધાને કહી દેજો કે આ બાળક મારુ છે, જેનાથી કોઇને શક પણ નહી થાય.”

જે બાદ મેં મારા બાળકને લગ્ન વગર જ જન્મ આપવાનો નિર્ણય લીધો હતો. મારે ફક્ત કોન્ટ્રોવર્સી થી બચવા માટે લગ્ન કરવા યોગ્ય ન લાગ્યા. મને ખબર હતી કે, મારા આ નિર્ણયથી મને ઘણા બધા કઠિન સવાલોના જવાબો આપવા પડશે.

maxresdefault

Image Courtesy : Who Chhokari

એક સેલિબ્રિટિ હોવાની સાથે સાથે મારે આ બધી બાબતો માટે પણ તૈયાર રહેવુ પડશે, આ સાથે જમેં એક વાર નક્કી કર્યું કે, મસાબાને એના પિતા સાથે મળાવુ, ત્યારે તે ખુબ ઉત્સાહિત થઇ ગઇ હતી. પણ શાળાના એક ટ્રિપના કારણે આ મીટીંગ કેન્સલ કરવી પડી હતી.  પણ વિવિયનને આ સમજાતુ નહોતુ કે એક બાળકનું સારી સ્કુલમાં એડમિશન કરાવવુ કેટલું કઠિન છે, અથવા એ પણ હોઇ શકે કે હું તેમને સમજાવવામાં સફળ ન રહી હોય. ત્યારે વિવેયનને આ સમજાયુ નહી. અને તેણે કોલ કટ દીધો, અમે 5 વર્ષ સુધી વાત કર્યા વગર રહ્યાં હતા.   

 

આ પણ વાંચો: શિખ હુલ્લડો પર બનેલી વેબસિરિઝ ‘ગ્રહણ’ ને લાગ્યુ ‘ગ્રહણ’

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment