Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 20.
Homeન્યૂઝGandhinagar: શિવાંસને તરછોડનાર સચિન દીક્ષિતના જામીન મંજૂર

Gandhinagar: શિવાંસને તરછોડનાર સચિન દીક્ષિતના જામીન મંજૂર

Sachin
Share Now

ગાંધીનગરના પેથાપુરમાં શિવાંસ નામના બાળકને તરછોડવાના કેસમાં આરોપી અને બાળકના પિતા સચિન (Sachin)દીક્ષિતના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. 15 હજારના બોન્ડ પર ગાંધીનગર કોર્ટે આરોપી સચિન દીક્ષિતને જામીન આપ્યા છે.

સચિન (Sachin)ના જામીન મંજૂર

રાજ્યના પાટનગરના પેથાપુરમાં શિવાંસ નામના બાળકને તરછોડવાના મામલો ચર્ચીત રહ્યો હતો. આ મામલે અનેક ચોંકનારા ખુલાસા થયા હતા. જેમાં બાળકના પિતા સચિને બાળકની માતા અને તેની પ્રેમીકાની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આ મામલે પોલીસે આરોપી અને બાળકના પિતાની ધરપકડ (Arrest)કરી હતી. આ મામલે કોર્ટે 15 હજારના બોન્ડ પર બાળકના પિતા સચિન દીક્ષિતના જામીન મંજૂર કર્યા છે. બાળક તરછોડવાના કેસમાં 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં સચિન દીક્ષિતને ગાંધીનગર કોર્ટ (Gandhinagar Court)માં રજૂ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: સચિન કોર્ટમાં રડી પડ્યો, આગામી 3 દિવસ સુધી રિમાન્ડ પર

બાળક તરછોડવાના કેસમાં સચિન દીક્ષિતે જામીન અરજી કરી હતી. લિગલ સેલ તરફથી મળેલા સચિનના વકીલે ગાંધીનગર કોર્ટમાં રજૂઆત કરી હતી કે, સચિનનો ગુનો જામીન લાયક છે. તેની સામે કલમ 363 અને 317 લગાવી છે. આ ગુનામાં અજાણ્યા ઈસમ સામે પોલીસે ફરિયાદ કરી છે. સચિનની સામે નામ જોગ ફરિયાદ નથી. તેથી સચિનને આ કેસમાં જામીન પર મુક્ત કરવામાં આવે. હજુ ડીએનએ ટેસ્ટનો રિપોર્ટ આવવાનો બાકી છે. માટે તે સાબિત થતું નથી કે, ત્યજી દેવામાં આવેલું બાળક સચિનનું જ છે. તેથી તેના પર 363 અને 317 કલમ લાગુ પડતી નથી. આ કારણે સચિનને જામીન મળવા જોઈએ.

Sachin ની સામે નામ જોગ ફરિયાદ નથી

આરોપી પક્ષના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે, નોંધાયેલો ગુનો જામીનલાયક છે. જે ગુનો નોંધાયો છે તે અજાણ્યા ઈસમ સામે છે. આ સમગ્ર ઘટના ગત્ત 8 ઓક્ટોબરના રોજ બની હતી, પોલીસે બીજા દિવસે 9 ઓક્ટોબરે અજાણ્યા ઈસમ સામે ગુનો નોંધ્યો હતો અને 10 ઓક્ટોબરના રોજ સચિન દીક્ષિતની સામે ગુનો નોંધ્યો હતો. અત્યાર સુધીમાં પોલીસે હજુ પણ કોઇ એવા પુરાવા રજૂ નથી કર્યા કે જેમાં સાબિત થઈ શકે કે સચિન દીક્ષિતે અપહરણ કર્યું છે. ઘટના વડોદરા બની છે એટલે ગાંધીનગર (Gandhinagar)માં તેની કાર્યવાહી કરવી યોગ્ય નથી. બાળક સચિન દિક્ષીતનું છે કે કેમ તે ડીએનએ રિપોર્ટમાં ખ્યાલ આવશે. આવા સંજોગોમાં સચિન દીક્ષિતને જામીન મળવા જોઈએ. તો બીજી તરફ, આરોપી સચિનના ટ્રાન્સફર ઓર્ડર વડોદરા પોલીસ દ્વારા મેળવવામાં આવ્યા છે. સચિન દીક્ષિતની વડોદરા પોલીસે ધરપકડ કરી છે અને હવે તેને વડોદરા કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

આખરે આ બાળકનો શું વાંક? જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment