Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / October 17.
Homeન્યૂઝસચિન કોર્ટમાં રડી પડ્યો, આગામી 3 દિવસ સુધી રિમાન્ડ પર

સચિન કોર્ટમાં રડી પડ્યો, આગામી 3 દિવસ સુધી રિમાન્ડ પર

Sachin
Share Now

ગત્ત ત્રણ દિવસથી રાજ્યમાં માસુમ બાળકના કેસની ચર્ચાએ જોર પકડ્યો છે. ત્યારે આ મામલે ધીરે ધીરે અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા બાદ આખરે કેસ પરથી પડદો ઉંચકાયો હતો. શિવાંશની માતાનું તેના પિતાએ જ હત્યા કરી હોવાનું સામે આવ્યુ હતુ. જેના પગલે કાર્યાવાહી હાથ ધરતા શિવાંશના પિતા હવે જેલમાં જ રહેશે તે નક્કી છે. ત્યારે આજે સોમવારે સચિન (Sachin)દીક્ષિતનું ગાંધીનગર હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આજે 11 કલાક બાદ ગાંધીનગર કોર્ટમાં સચિન દીક્ષિતને રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યો હતો.

Sachin કોર્ટમાં રડી પડ્યો

રાજ્યમાં માસુમ શિવાંશના મામલાની ચર્ચાએ ભારે જોર પકડ્યા બાદ અંતે તેમા ચોંકાવનારો ખુલાસો થયો હતો. જેમાં શિવાંશની માતાની તેના જ પિતાએ હત્યા કરી હોવાનું સામે આવ્યુ હતુ. ત્યારે આ સમગ્ર મામલાને લઇને ગાંધીનગર કોર્ટમાં હત્યારા સચિન દિક્ષીતને રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટમાં કાનૂની કાર્યવાહી દરમિયાન હત્યારાની આંખમાં આંસુ જોવા મળ્યા હતા. સચિન વડોદરાથી બાળકને લઈને ક્યા રૂટથી ગાંધીનગર લાવ્યો તે દિશામાં તપાસ કરવા માટે રીમાન્ડની માંગણી કરવામાં આવી છે.

આ પણ વાંચો: પોલીસ સચિનને લઇને પહોંચી ફ્લેટ પર, FSLની મદદથી આગળની તપાસ શરૂ

પ્રેમીકાની હત્યા મામલે કોર્ટમાં આઈઓ દ્વારા રિમાન્ડ માટે દલીલ કરાઇ હતી. મહત્વનું છે કે, ગુનો આચરવા માટે કોઈની મદદગારી છે કે કેમ તે તપાસની જરૂરિયાત છે. પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી છે. ત્યારે કોર્ટ દ્વારા 3 દિવસના રિમાન્ડને મંજૂરી આપવામાં આવી હતી. એટલે કે સચિન હવે આગામી 14 તારીખ સુધી રિમાન્ડ પર રહેશે.

Sachin વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ

આરોપી સચિન દિક્ષીત વિરુદ્ધ 317, 302 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વડોદરા પોલીસે હિના ઉર્ફે મહેંદીનો મૃતદેહ કબ્જે કરીને પોસ્ટમોર્ટમથી લઇને આગળની તમામ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આખરે આ બાળકનો શું વાંક? જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment